September 28, 2021

બટેટા વડા, કોર્ન રોલ્સ, રાઈસ અપ્પે, પનીર ટીકી બનાવવાની સરળ રેસીપી

રાઈસ અપ્પે બનાવવા માટે જરૂરી સામગ્રી : એક કપ ચોખા , પા કપ અડદની દાળ , પા કપ શિંગદાણા , અડધી ટી સ્પુન આદું મરચાંની પેસ્ટ , ત્રણ ટેબલ સ્પન સમારેલી ડુંગળી, એક ટીપૂન રાઈ, એક ટીપૂન જીરું, આઠ થી દસ મીઠો લીમડો , એક ચપટી હિંગ , બે ટેબલસ્પુન તેલ ,મીઠું સ્વાદ પ્રમાણે , તેલ તળવા માટે

બનાવવાની રીત » સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ બે કલાક પાણીમાં પલાળીને સાઈડમાં રાખી દો. ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખી તેની ઘટ્ટ પેસ્ટ બનાવી આખી રાત રહેવા દો , બીજા દિવસે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સિંગદાણા , ડુંગળી , આદું – મરચાંની પેસ્ટ , રાઈ , જીરું , મીઠો લીમડો અને હિંગ નાખી ત્રણથી પાંચ મિનિટ સુધી સાંતળો . ડુંગળી લાલ થઈ જાય એટલે તેને ચોખાના ખીરામાં નાખી તેમાં મીઠું નાખી સરખી રીતે મિકસ કરી લો . અપ્પે ગોલ્ડને ગરમ કરી તેમાં સહેજ તેલ મૂકી એક ચમચી ચોખાનું ખીરું નાખી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કરો .. » ગપ્પે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને નારિયેળની ચટણી અથવા ટામેટા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો ચોમાસાની સીઝનમાં આ ચટપટી અપ્પે ખાવાની ખુબ મજા આવી જશે

બટેટા વડા: ચોમાસું આવે અને વરસાદ પડે એટલે દરેક કાઠિયાવાડીના ઘરે ભજીયા જરૂર બને છે તો આજે આપણે બટાટા વડાની રીત શીખીશું બટાટા વડા બનાવવા જરૂરી સામગ્રી : ૨૫૦ ગ્રામ બટેટા , ૨૦૦ ગ્રામ ચણાનો લોટ , આદુ મરચાની પેસ્ટ , ગરમ મસાલો , લીંબુનો રસ , ખાંડ મીઠું , હળદર , લાલ મરચું , હિંગ , તેલ તળવા માટે

બટાટા વડા બનાવવાની રીત નોંધી લો : સૌ પ્રથમ બટેટાને બાફી અને બટેટાને છુંદી નાંખો ત્યારબાદ બટેટાના પુરણ માં ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ ૧ ચમચી ગરમ મસાલો , ૧ ચમચી ખાંડ , ૧ ચમચી લીંબુનો રસ , સ્વાદ અનુસાર મીઠું નાંખો અને બરાબર બધું મિક્સ કરો. હવે એક નાના લોહીયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા મુકો , તેમાં અડધી ચમચી રાઈ નાંખો . ગરમ તેલને પુરણમાં નાંખી દો . હવે તેને બરાબર મિલાવી નાના લુવા વાળી લ્યો . હવે વડાનું બેઇઝ બનાવવા માટે સૌ પ્રથમ ચણાના લોટ માં ૧ ચમચી લાલ મરચું , અડધી ચમચી હળદર , હિંગ , સ્વાદ અનુસાર મીઠું , ૧ ચમચી ખાંડ અને પાણી નાંખી ધોળ તૈયાર કરો . ત્યારબાદ એક લોહીયામાં તેલ ગરમ કરવા મુકો . હવે ચણાના બટેટા વડા લોટમાં એક – એક લુવા બોળી ગરમ તેલમાં નાંખો . શરુઆતમાં ગેસનો તાપ વધુ રાખી , પછી ધીમો કરવો . સરસ રીતે તળાય જાય એટલે તેલ નીતારી કાઢી લેવા . બટેટા વડાને લીલી તથા લાલ ચટણી સાથે ડીસમાં પીરસી ગરમા ગરમ ખાવોનો આનંદ લો .

કોર્ન રોલ્સ બનાવવા જરૂરી સામગ્રી : ૧૨ તાજા બ્રેડની સ્લાઈસ, પૂરણ માટે ૧ કપ અર્ધ – કચરેલા મકાઈના દાણા, ૧ ટેબલ સ્પુન મકાઈ તેલ , ૧ ટીપૂન ઝીણા સમારેલા લીલા મરચાં , ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા, ૧ ટીસ્પન સોયા સોસ I બીજી જરૂરી સામગ્રી , મીઠું સ્વાદાનુસાર , તાજું પીસેલું કાળા મરીનું પાવડર સ્વાદાનુસાર , બીજી જરૂરી સામગ્રી: ૩ ટેબલસ્પન મેંદો , તેલ તળવા માટે

કોર્ન રોલ્સનું પૂરણ બનાવવા માટે: એક ખુલ્લા નોન – સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો . ત્યાર પછી તેમાં મકાઈના દાણા , સોયા સોસ , મીઠું અને મરી મેળવી સારી રીતે મિકસ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા મિશ્રણ સૂકું બને ત્યાં સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી સાંતળી લો . આમ તૈયાર થયેલા મિશ્રણને ઠંડું થવા બાજુમાં રાખો . હવે આગળની રીત એક બાઉલમાં મેંદો સાથે લગભગ ૫ ટેબલસ્પન જેટલું પાણી મેળવી , તેને સારી રીતે મિકસ કરી બાજુમાં રાખો . બધા બ્રેડની સ્લાઈસની દરેક બાજુઓ(બ્રેડની કોર્નર) કાપી લો . હવે દરેક બ્રેડની સ્લાઈસને વેલણની મદદથી હલકા હાથે દબાવીને વણી લો . આમ તૈયાર કરેલી એક બ્રેડની સ્લાઈસને એક સાફ સ્વચ્છ સૂકી જગ્યા પર મૂકી , તેની એક તરફ એક ટેબલસ્પન તૈયાર કરેલું પૂરણ મૂકી બ્રેડને ટાઈટ રોલ કરી લો . આમ તૈયાર થયેલા રોલની અંતની બાજુએ મેંદાના લોટનું મિશ્રણ લગાડી બ્રેડની બાજુને સંપૂર્ણ રીતે બંધ કરી લો . આ રીતે બધા રોલ રોલ તૈયાર કરો . હવે એક નોન – સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડા – થોડા રોલ મેળવી મધ્યમ તાપ પર રોલ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો . દરેક રોલના ત્રાંસી રીતે બે ટુકડા કરી તરત જ શેઝવાન સોસ સાથે પીરશો

પનીર ટિકી બનાવવા જરૂરી સામગ્રી સૂકો મેવો પૂરણ બનાવવા માટે (૧/૪ કપ સમારેલી કિસમિસ , ૧/૪ કપ સમારેલા કાજૂ)

ટિક્કી બનાવવા માટે . ૨ કપ છીણેલું પનીર , ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર , ૧ ટેબલ સ્પુન ઝીણા સમારેલા લીલા મરચા , મીઠું સ્વાદ અનુસાર ચપટી પીસેલી સાકર, તેલ રાંધવા માટે,

પનીર ટીકી બનાવવા માટે સૌ પ્રથમ 1 એક પ્લેટમાં પનીર મૂકી તેને સોફટ થાય ત્યાં સુધી બરોબર મસળી લો . તેમાં કોથમીર , લીલા મરચાં , મીઠું અને પીસેલી સાકર મેળવી મિકસ કરો . આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી , દરેક ભાગને હાથની મદદથી ગોળ આકાર આપો . હવે બંને હાથથી તેને ધીરેથી દબાવી તેને સપાટ બનાવી દો . હવે આ ટિક્કીને મકાઈના લોટમાં મિકસ કરી દો . એક નોન – સ્ટીક તવા પર તેલ ગરમ કરી , એક સમયે થોડી – થોડી ટિક્કી લઈ , બંન્ને બાજુએથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો . ટમેટા કેચપ અથવા લીલી ચટણી સાથે પીરસો . આ પનીર ટીકી ખાવામાં ખુબ ટેસ્ટી હોય છે દરેક ને ખુબ ભાવે છે તમે પણ ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો

અમારી આ બધી રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને તમે જો કોઈ રેસીપી અમારા ફેસબુક પેઝમાં મુકવા માંગતા હોય તો જરૂર જણાવજો અને કોઈ વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો અમે પુરતી મદદ કરશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *