હાડકા મજબુત રાખવા જરૂરી છે આ વિટામિન વધુ માહિતી માટે કલીક કરો

0

વિટામિન ડી ‘ : વિટામિન ડી ‘ માણસનાં હાડકાં માટેનું ખૂબ અગત્યનું વિટામિન છે એ ઘણાં જુદાં – જુદાં સ્વરૂપે હોય છે પણ માણસ માટે ડી -૩ તરીકે ઓળખાતું કોલકેલ્સીફેરોલ નામનું સ્વરૂપ સૌથી અગત્યનું છે . વિટામિન ‘ ડી ’ શરીરમાં મુખ્યત્વે હાડકાં અને આંતરડાં ઉપર અસર કરે છે .

આતરડાં ઉપરની અસર થી ખોરાકમાં લીધેલ કેલ્શિયમ વધુ અસરકારક રીતે માણસના લોહીમાં ભળે છે અને પછી વિટામિન ડી’ની હાજરીમાં હાડકાં મજબૂત કરવા માટે ઉપયોગી થાય છે . આમ મજબૂત અને તંદુરસ્ત હાડકાં માટે વિટામિન ‘ ડી ’ ખૂબ આવશ્યક છે . આ ઉપરાંત શરીરના બીજા અનેક કોષો ઉપર વિટામિન ડી’ની અસર થાય દૈનિક જરૂરિયાતઃ પુખ્ત વ્યકિત કરતાં બાળકોમાં વિટામિન ડી’ની જરૂરિયાત વધારે હોય છે કારણકે આ જ તબક્કામાં હાડકાનો વિકાસ સૌથી વધારે થતો હોય છે . પુખ્ત વ્યકિતને રોજનાં ૧૦૦ ઇન્ટરનેશનલ યુનિટ તથા બાળકોને રોજના ૨૦૦ યુનિટ વિટામિન ‘ ડી’ની જરૂર પડે છે . ધાત્રી માતાને રોજના ૪00 યુનિટ વિટામિન ‘ ડી’ની જરૂર પડે છે . સ્રોત : વિટામિન ‘ ડી ’ પૂરતા પ્રમાણમાં મેળવવાના બે જ રસ્તા છે ૧ ) સૂર્યપ્રકાશ ૨ ) વિટામિન ડી’થી ભરપૂર ખોરાક સૂર્યપ્રકાશમાં રહેલ પારજાંબલી ( અસ્ટ્રાવાયોલેટ ) કિરણો ચામડી પર પડવાથી , ચામડી નીચે રહેલ ડીહાઇડ્રોકોલેસ્ટેરોલ નામનાં ચરબીનાં ઘટકમાંથી વિટામિન ‘ ડી ’ બનવાનું શરૂ થઇ જાય છે .

ઊણપ : પૂરતો સર્યપ્રકાશ ન મળે તો વિટામિન ‘ ડી’ની ઊણપ ને કારણે બાળકોમાં રીકેટ્સ અને પુખ્ત વ્યકિતમાં ખાસ કરીને સ્ત્રીઓમાં ઓસ્ટિયોમલેસિયા જેવી હાડકાંની બીમારી થઇ શકે . નાના બાળકને તેલથી માલિશ કરી સૂર્યપ્રકાશમાં રાખવાની ભારતીય પરંપરા વિટામિન ‘ ડી ’ મેળવવા માટે ઉત્તમ છે . પ્રાણીજ ચરબી અને માછલીમાંથી વિટામિન ‘ ડી ’ સૌથી વધુ પ્રમાણમાં મળે છે . આપણા દુર્ભાગ્યે કોઇ શાકાહારી ખોરાકમાંથી વિટામિન ‘ ડી ’ પૂરતા પ્રમાણમાં મળતું નથી . દૂધમાંથી પણ ખૂબ ઓછું ( દર ૧૦૦ ગ્રામ માત્ર ચાર યુનિટ જેટલું ) વિટામિન ‘ ડી ’ મળે છે . જો કે , હવે રાસાયણિક શુદ્ધ ફટિક સ્વરૂપે વિટામિન ‘ ડી ’ મળે છે . અને ઘણી વખત ડેરીના પાસ્ચરાઇઝડ દૂધ , ડાલડા ધી વગેરે જેવા ખાદ્યોમાં વધારાનું વિટામિન ‘ ડી ’ ઉમેરી દેવામાં આવે છે , જેથી શાકાહારી લોકોને પણ પૂરતાં પ્રમાણમાં વિટામિન ‘ ડી ’ મળી શકે .

દવા – ગોળી : નાના બાળકો અને સગર્ભા – ધાત્રી માતાઓમાં વિટામિન ડી’ની જરૂરિયાત ખૂબ વધી જાય ત્યારે ખોરાક ઉપરાંત વધારાનું વિટામિન ‘ ડી ’ ગોળી કે પ્રવાહી સ્વરૂપે લેવું પડે . રોજેરોજ લેવાની ગોળીને બદલે બે – ત્રણ મહિને એક જ વાર લેવું પડે એવા પેકેટ સ્વરૂપે પણ આ વિટામિન મળે છે . જો આ વિટામિન નો ડોઝ જરૂર કરતાં વધુ પ્રમાણમાં લેવાય તો ભારે નુકસાન થઇ શકે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here