આંબળા આ રીતે ખાસો તો ઝડપથી શરીરનું વજન ઉતરશે

0

પોષક તત્વોથી ભરપુર આંબળા ખુબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડે છે . ઔષધીય ગુણોથી ભરપૂર આમળા આપણા સ્વાથ્ય માટે ખૂબ જ ઉપયોગી છે . તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના સ્વાથ્યને લાભ પ્રાપ્ત થાય છે . આમળાનું સેવન કરવાથી કસમયે વાળ સફેદ થવા , વાળ ખરવા જેવી સમસ્યાઓ થતી નથી . તેમાં મોટી માત્રામાં વિટામિન સી , એન્ટી ઓકિસડેન્ટ , પોલીફેનોલ્સ જેવા પોષક તત્વ મળી આવે છે જે વ્યક્તિને યુવાન રાખે છે .

સાથો સાથે આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત બનાવે છે . જો તમારું વજન વધી રહ્યું છે અને તમે તેને ઓછું કરવા માટેના બધા જ ઉપાયો અજમાવી ચૂક્યા છો છતાં પણ તમને સફળતા મળી નથી તો તેના માટે તમને આમળા ખૂબ જ મદદગાર સાબિત થશે . કારણ કે આ આમળામાંથી મળી આવતાં પોષક તત્વો ચરબી ઘટાડવામાં કારગર સાબિત થાય છે .

તો ચાલો જાણીએ કે વજન ઉતારવા માટે આમળાનો પ્રયોગ કેવી રીતે કરી શકાય . વજન ઘટાડવાની સાથે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે આમળા આમળામાં મળી આવતું વિટામિન સી તમારા શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવાની સાથોસાથ મેટાબોલિઝમને પણ વધારે છે . તે સિવાય તેમાં હાઇપોલિપિડેમિક ગુણ પણ હોય છે જે ફેટી લીવર અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલા લક્ષણો સાથે લડે છે અને વધતુ વજન રોકે છે તેમજ શરીરના વજનને સારી રીતે પ્રબંધિત કરવાની દિશામાં પણ કામ કરે છે .

ફાઇબર સામગ્રીથી ભરપૂર આમળા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા , પાચનને – નિયંત્રિત કરવા , પેટને તંદુરસ્ત રાખવું તથા કબજિયાત સાથે લડવામાં મદદગાર હોય છે . જેના લીધે તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે . તે સિવાય આપણા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસના લીધે વધતા વજન સાથે જોડાયેલ લક્ષણોની સામે લડવા માટે પણ મદદગાર સાબિત થાય છે . ઉપયોગ કેવી રીતે કરવો : વજન ઘટાડવા માટે ૨-૩ ચમચી આમળા નો રસ અથવા પાઉડર પાણીમાં મિક્ષ કરીને દરરોજ સવારે ભૂખ્યા પેટે સેવન કરવાથી ખૂબ જ જલ્દી વજન ઓછું થવા લાગે છે ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here