આસન કરતી વખતે આ સુચનાઓ ખાસ ધ્યાન આપજો તો જ આસન કર્યુ લેખે લાગશે

0

આવશ્યક સૂચનો ( ૧ ) આસનો બિલકુલ ખાલી પેટે કરવાં અથવા ભોજન બાદ છ ક્લાકે . દૂધ પીધા બાદ બે કલાકે કરી શકાય . આસન કર્યા બાદ અડધા કલાકે કંઈક ખાવું – પીવું જોઈએ . ( ૨ ) શૌચ – સ્નાનાદિથી પરવારીને આસનો થાય તો વધારે સારું . ( ૩ ) માં દ્વારા શ્વાસ ન લેતાં હંમેશા નાક દ્વારા જ શ્વાસ લેવો . ( ૪ ) હંમેશાં ગરમ કામળો , કંતાન અથવા એવું જ કંઈ બિછાવીને આસન કરવાં . ખુલ્લી જમીન ઉપર બેસીને આસન ન કરવાં , જેથી શરીરમાં નિર્મિત થનાર વિદ્યુતપ્રવાહ નષ્ટ ન થઈ જાય .

( ૫ ) આસન કરતી વખતે શરીર સાથે બળજબરી ન કરવી . આસન એ કસરત નથી . માટે ધૈર્યપૂર્વક આસન કરવાં . ( ૬ ) આસન કર્યા બાદ તરત ઠંડીમાં કે વાતા પવનમાં ન નીકળવું . સ્નાન કરવું હોય તો થોડીવાર પછી કરવું , ( ૭ ) આસન કરતી વખતે શરીર ઉપર વસ્ત્ર ઓછામાં ઓછા અને ઢીલાં હોવાં જોઈએ . ( ૮ ) આસનો કરતાં કરતાં વચ્ચે અને છેલ્લે શવાસન કરીને શરીરનાં તંગ થયેલાં સ્નાયુઓને શિથિલીકરણ દ્વારા આરામ આપવો જોઈએ .

( ૯ ) આસન બાદ મૂત્ર ત્યાગ અવશ્ય કરવો જેથી એકત્રિત થયેલ દૂષિત તત્ત્વો બહાર નીકળી જાય . ( ૧૦ ) આસન કરતી વખતે આસનમાં બતાવેલાં ચક્રો ઉપર ધ્યાન કરવાથી , માનસિક જપ કરવાથી અધિક લાભ થાય છે . ( ૧૧ ) આસન કર્યા બાદ થોડું તાજું પાણી પીવું હિતાવહ છે . ઓક્સિજન અને હાઈડ્રોજનમાં વિભાજિત થતાં પાણી સંધિ સ્થાનોનો મળ દૂર કરવામાં જરૂરી છે . ( ૧૨ ) સ્ત્રીઓએ સગર્ભાવસ્થામાં કોઈ પણ આસન કદાપિ ન કરવું . ( ૧૩ ) સ્વાસ્થ ઇચ્છનાર દરેકે પાંચ છ તુલસીનાં પાન સવારે ચાવીને પાછી પીવું . આથી યાદશક્તિ વધે છે . એસિડીટી અને બીજા તમામ રોગોમાં રાહત મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here