બજાર જેવુ શાહી પનીર અને હોટ ગાર્લિક પનીર

બજાર જેવી શાહી પનીર બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો એકવાર જરૂર ટ્રાય કરજો 

 શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી

  • – પાંચસો ગ્રામ પનીર
  • – પાંચ નંગ ટામેટાં
  • – બે નંગ લીલા મરચાં
  • – એક ટુકડો આદુ
  • – બે ચમચી ઘી અથવા તેલ
  • -એક નાની ચમચી જીરું
  • – સવા ચમચી હળદર પાવડર
  • – એક ચમચી ધાણાં પાવડર
  • – સવા ચમચી લાલ મરચું પાવડર
  • – પચ્ચીસ-ત્રીસ નંગ કાજૂ
  • – સો ગ્રામ કાજૂ
  • – સવા ચમચી ગરમ મસાલો
  • – મીઠું સ્વાદ મુજબ
  • – એક ચમચી કોથમીર

શાહી પનીર બનાવવા રીત : સૌ પ્રથમ કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાં. હવે કાજૂને અડધી કલાક માટે પાણીમાં પલાળી મિક્સરમાં પીસી તેને એક બાઉલમાં કાઢી લો. હવે મિક્સરમાં ટમેટું, આદુ અને લીલું મરચું ઉમેરી પીસી લેવું. હવે મિક્સરમાં મલાઈ નાખી પીસવું. હવે કડાઈમાં ઘી કે માખણ નાખી ગરમ કરવું. હવે તેમાં હળદર પાવડર અને ધાણાં પાવડર ઉમેરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં કાજૂની પેસ્ટ અને મલાઈની પેસ્ટ ઉમેરી હલાવવું. તમને જોઇ એ રીતે રસો ઘાટો-પાતળો કરવો. હવે તેમાં હળદર, મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરવું. ગ્રેવી ઉકળી ગયાં બાદ તેમાં પનીરના ટુકડા મિક્સ કરવા. હવે ગેસ ધીમો કરી ઉપર ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દેવું જેથી પનીરના ટુકડામાં મસાલો ભળી જાય. આ રીતે તૈયાર થશે શાહી પનીર. શાહી પનીરને ભાત, નાન, પરોઠા કે રોટલી સાથે પીરસી શકાય છે

હોટ ગાર્લિક પનીર બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો એકવાર જરૂર ટ્રાય કરજો

હોટ ગાર્લિક પનીર સામગ્રી

  • -આઠ-દસ કળી લસણ
  • -ત્રણસો ગ્રામ પનીર
  • -બે ચમચી તેલ
  • -બે ડુંગળી
  • -બે સૂકા લાલ મરચા
  • -એક ચમચી ચીલી સોસ
  • -એક શિમલા મરચું
  • -સ્વાદ મુજબ મીઠું
  • -એક ચમચી સોયા સોસ
  • -અડધી ચમચી મરી પાવડર
  • -ત્રણ ચમચી કોર્નફ્લોર
  • -એક ચમચી વિનેગર

હોટ ગાર્લિક પનીર રીત : સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં ડુંગળી સાંતળવી. હવે તેમાં સૂકા લાલ મરચાનો વઘાર કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં પનીર ઉમેરો. તેમાં અડધો કપ પાણી, લાલ મરચાની પેસ્ટ અને રેડ ચિલ્લી સોસ ઉમેરવો. હવે શિમલા મરચાને સમારી તેમાં ઉમેરવા. ત્યાર બાદ બધા મસાલા જેમ કે સોસ, મીઠું, મરી પાવડર મિક્સ કરવું. હવે કોર્નફ્લાવરનું મિશ્રણ ઉમેરી ઘટ્ટ થવા દો. ત્યાર બાદ તેમાં વિનેગર ઉમેરવું. આ રીતે તૈયાર છે તમારા માટે સ્વાદિષ્ટ હોટ ગાર્લિક પનીર.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment