ફકત એક વસ્તુથી કરો પેટ અને આંતરડાની સફાઈ.. અેક ગ્લાસથી શરીરની બધી ગંદગી સાફ થઈ જશે

1

કોઈ પણ વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ તેમાંથી અમૂક વસ્તુ હળવી હોય તો અમૂક વસ્તુ ભારે હોય છે જેમકે મેંદો. જ્યારે તમે હળવું અને સરળતાથી વસ્તુ ખાવ તેની તો કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી. પરિણામે પેટમાં અને આંતરડામાં જામી જાય છે જેથી આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.

એક ઉદાહરણ તરીક જ્યારે કોઈ જાળી વાળી ગટર હોય અને તેમાં તમે મોટો  કચરો નાખો અથવા તો પાણીની સાથે બીજો કચરો પણ જવા દો તો શું થશે ? થોડા દિવસ પછી તમારી જાળી પર કચરો જામી જશે તો આપણા આંતરડામાં પણ આજ વસ્તુ થાય છે. ત્યાં પણ આપણે ખાધેલો ખોરાક ન પચ્યો હોય તે ખોરાક અંદર પેટમાં જ સડી જાય છે અને આંતરડામાં જામી જાય છે. પરંતુ મિત્રો તમે મહિનામાં એક વાર જો આંતરડાની સફાઈ કરી લો તો આંતરડા બિલકુલ સાફ રહે  છે. તમારી પાસે બે ઓપ્શન છે કે તો તમે તમારી પાચનશક્તિ મૂજબ ખોરાક લો. તેમજ મેંદા જેવા ખાદ્યપદાર્થનું સેવન કરવાનું છોડી દો. નિયમિત એકસરસાઈઝ કરો કે જેના દ્વારા તમારું પેટ સાફ રહે અને કચરો જમા ન થાય. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી માત્ર એક વસ્તુને પાણીમાં નાખી તેનું સેવન કરવાથી તમારા આંતરડાની એકદમ સરસ સફાઈ થઇ જશે. બસ તમારે અમૂક નિયમ અનુસરવા પડશે તે પણ એક જ દિવસ પૂરતા બાકી ખૂબ જ સરળતાથી એક જ વસ્તુના પ્રયોગથી તમે ઘરે જ આંતરડાની સફાઈ કરી ભવિષ્યમાં થતી સમસ્યાઓથી બચી શકો છો.

પરંતુ સવાલ અને સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે તમે આટલી વસ્તુનું પાલન પણ ન કરો અને ક્યારેય તમારા આંતરડાને સાફ પણ ન કરો. ત્યારે ગેસ, એસીડીટી, પેટમાં દુખવું, પેટની ચરબી વધી જવી અને પેટ બહાર નીકળી જવું. આ બધી સમસ્યાઓ આવે છે. તેમાંથી પેટ વધી જવું ખૂબ જ ખરાબ સમસ્યા છે કારણ કે તેનાથી વ્યક્તિની સુડોળતા ખોરવાય છે ખાસ કરીને વાત કરીએ તો સ્ત્રીઓની સુડોળતા વધારે ખોરવાતી  હોય છે. તેથી જો આપણે બધું જ ખાવું હોય તો આપણા માટે જરૂરી બની જાય છે મહીનાના અંતે આંતરડાની સફાઈ કરવાનું. હવે તમને એમ થાય કે આ સફાઈ કંઈ રીતે કરવી. ડોક્ટર પાસે જવાનું કે ઘરે જ થઇ જાય ?

સફાઈ કરવાથી તમને ક્યારેય પેટની સમસ્યા નહિ થાય અને જે લોકોને વજન વધવા તેમજ ચરબી જમા થવાની સમસ્યા છે તે પણ નહિ થાય. તે તમને હિટ અને ફીટ જ રાખશે. માટે દરેક વ્યક્તિ જો પોતાના શરીરને ધ્યાનમાં રાખીને જ્યારે ખોરાક ન લેતો હોય અને પેટની સમસ્યાઓ થતી હોય તેમણે આ રીતે મહિનામાં એક વાર આંતરડાની સફાઈ કરી લેવી જોઈએ. તો ચાલો જાણીએ તેની રીત. મિત્રો તેની પહેલા એક વસ્તુ જણાવી દઈએ કે આ પ્રયોગ તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુંકશાન નથી પહોંચાડતો.

સૌપ્રથમ તમારે ગરમ પાણીની અંદર તમારે સિંધાલુણ મીઠું મિક્સ કરીને ઓગાળી લેવાનું છે. હવે જેટલું પાણી તમે પી શકો તેટલું પીવાનું છે તમારે.થોડા સમય પછી તમને પ્રેશર આવશે તમારે ફ્રેશ થવા જવું પડશે. ફ્રેશ થઈને આવો ત્યાર બાદ તમારે ફરી પાછું તે પાણી પીવાનું છે.

 ફરી તમને પ્રેસર આવશે અને ફરી તમારે ફ્રેશ થવા જવું પડશે. આ પ્રક્રિયા કૂલ તમારે બે થી ત્રણ વાર કરવાની છે.આવું કરશો એટલે તમને લૂઝ મોશન એટલે કે ઝાડા જેવું થઇ જશે. પરંતુ તમારે તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે તમારા શરીરની ગંદકીને બહાર કાઢશે અને તે તમારા શરીરની ગંદકી જ હશે.

 હવે તમે આ પ્રક્રિયા કરશો એટલે તમને પોતાને જ તેવો અનુભવ થશે કે તમારું પેટ એકદમ સાફ થઇ ગયું અને ઘણી બધી ગંદકી બહાર નીકળી ગઈ.

 તો આ રીતે તમે એક જ દિવસમાં તમારા આંતરડાની સફાઈ કરી પેટ અને આંતરડા સંબંધી બીમારીઓથી બચી શકો છો. જો તમે હંમેશને માટે બચવા માંગતા હોય તો તમારે આ પ્રયોગ મહિનામાં એક વાર કરવાનો છે. પરંતુ જો તમે એકદમ હેલ્ધી ડાઈટનો ઉપયોગ કરતા હોય અને યોગ્ય માત્રામાં જ સેવન કરતા હોય તો તમારે કોઈ જરૂરિયાત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here