web counter
March 28, 2020

બાળકો માટે બનાવો ક્રિસ્પી વેજ.ફ્રેન્કી

રેસિપી ડેસ્કઃ મોટાભાગના બાળકોને રોટલી શાક ખાવું ગમતુ જ નથી. જેના કારણે તેઓ ન્યૂટ્રિશનથી પણ દૂર રહે છે. તો બાળકોને ટેસ્ટમાં પણ ભાવે તેવી રેસિપી ટ્રાય કરો. બાળકો માટે બનાવો ટેસ્ટી ક્રિસ્પી વેજ.ફ્રેન્કી

 • સામગ્રી :
 • 3 કપ મેંદો
 • 4 નંગ બાફેલા બટાકા
 • 4 નંગ બ્રેડની સ્લાઈસ
 • તેલ જરૂર મુજબ
 • આદુ,મરચા, લસણની પેસ્ટ
 • 1 ચમચી ગરમ મસાલો
 • ધાણાજીરૂ પાવડર
 • લાલમરચું પાવડર
 • ટોસ્ટનો પાવડર
 • કોબીજ અને ડુંગળી
 • લાંબી સમારેલીગોળ સમારેલા કેપ્સિકમ અને
 • ટામેટાંચીઝટામેટા સોસ

બનાવવાની રીતઃસૌપ્રથમ મેંદાને બાઉલમાં લો, તેમાં મીઠું અને તેલ નાંખી લોટ બાંધીને અડધો કલાક રહેવા દો. ત્યાર બાદ મ સાલો તૈયાર કરવા માટે બાફેલા બટાકાને ક્રશ કરી લો, તેમાં પ લાળી બ્રેડને નીતારીને બટાકાનાં માવામાં મિક્સ કરી લો. હવે તેમાં આદું-મરચાં-લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધણાજીરૂ, લાલમરચું, મીઠું વગેરે નાંખીને મિક્સ કરી લો. તૈયાર કરેલા બ ટાકાના મિશ્રણના રોલ તૈયાર કરો. હવે મેંદાના લોટની રોટલી વણો અને તેને શેકી લો. ત્યાર બાદ રોટલી પર બટર અને ટામે ટા નો સોસ લગાવી, વચ્ચે રોલ મૂકી, આજુબાજુ ડુંગળી,કોબી જ, ટામેટાં, કેપ્સિકમ મૂકીને તેમાં ચીઝ છીણી અને રોટલીના બે પડની મદદથી બંધ કરી લો. તૈયાર છે ક્રિસ્પી વેજ. ફ્રેન્કી .નોંધઃવેજ.ફ્રેન્કીમાં તમે મેઓનિઝનો ઉપયોગ પણ કરી શકો છો બટરની જેમ મેઓનિઝ લગાવીને ફ્રેન્કી બનાવો.