દહીંવાળી ચટણી અને ફૂદીનાની ચટણી બનાવવાની રેસીપી

0

દહીંવાળી ચટણી સામગ્રી : લીલા સુધારેલા ધાણા ૧ / ૨ કપ , લીલું મરચું ૧ , મીઠું સ્વાદાનુસાર , દાળિયા ૧ ટેબલ પૂન , ખમણેલું લીલું કોપરું ૧ ટેબલ સ્પેન લીંબુનો રસ ૧ ટી . સ્પેન , મોળું દહીં ૧ / ૨ કપ ,

રીત : દહીં સિવાય બધું જ મિક્સ કરીને ઝીણું વાટી લેવું . જમતા પહેલાં દહીંને વલોવીને મિક્સ કરીને સર્વ કરવું .

ફૂદીનાની ચટણી . . . . . સામગ્રી : લીલા ધાણા ૧ / ૨ કપ , ફૂદીનો ૧ / ૨ કપ , લસણ ૨ કળી , દાળિયા ૧ ટેબલ સ્પેન , લીલું ખમણેલું કોપરું ૧ ટેબલ પૂન , મીઠું સ્વાદ પ્રમાણે , લીલા મરચાં ૨ નંગ , લીંબુ ૧ નંગ ,

રીત : મિક્સીમાં પહેલાં દાળિયાનો પાવડર કરવો . પછી તેમાં કોપરું , લસણ , મરચો નાખીને પીસી લેવું . પછી પાણીથી ધોયેલા અને નીતારેલા ધાણા – ફુદીનો નાખવા , મીઠું , લીંબુનો રસ મિક્સ રસ મિક્સ કરી ફરી એકવાર મિક્સી ચલાવીને પીસી લેવું . બાઉલમાં ચટણી કાઢી લેવી અને પાણી નાખી સાધારણ પાતળી ચટણી તૈયાર કરવી ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here