January 24, 2021
Breaking News

થાઇરોઇડ, ઘૂંટણના દુખાવા, કોલેસ્ટ્રોલ, હ્રદય માટે ખુબ ગુણકારી છે આ ઔષધિ

ગુગળ : ગુગળ એક પાનખરનું ગીચ ૧ થી ૩ મીટર ઊંચાઈનું સુગંધીદાર ક્ષુપ છે. તેના પ્રકાંડની છાલ ચળકતી રાખોડી રંગની અથવા પીળા રંગની હોય છે. આ વનસ્પતિ ઈન્ડિયન બેલેડોનાને નામે પણ ઓળખાય છે. તેના પ્રકાંડમાંથી મળતો ગુગળ સુગંધિત ધૂપ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. સંધિવા કે સાંધાના દુ:ખાવાની ઔષધ બનાવવામાં પણ ગુગળનો ઉપયોગ થાય છે. તેના પુષ્પ લાલ રંગના હોય છે. નર અને માદા પુષ્પ જુદા જુદા હોય છે. તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીવાળા હોય છે. આ વનસ્પતિ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં ઉગે છે. ગુગળનો સુગંધીદાર ધૂપ તથા ઔષધ બનાવવામાં ઉપયોગ કરવા તેની વધુ પડતી કાપણીને લીધે તેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.

ગુગળ કે ભેંસા ગુગળ તરીકે ગુજરાતીમાં ઓળખાતો ગુગળ, હિંદીમાં, ઉર્દુમાં ગુગળ, મરાઠીમાં ગુગ્ગુળ, ફારસીમાં બોએ જહુદાન, અરબીમાં કુન્દર, અંગ્રજીમાં Indian Deliam લેટીનમાં Commiphora Mukul સારા ગુગળ માટે અંગ્રેજીમાં Blasmendron Mukul કહેવાય છે.
તીબ્બે નબવીના (નબવી ચિકિત્સાના) જાણીતા લેખક ઈબ્ને કય્યુમ જૌઝીયા તેમજ બીજા કેટલાક હદીસકારોએ લોબાન અને ગુગળને એક જ ગણ્યા છે. પરંતુ તે ભુલ હવે સમજાએલી છે.ગુગળના વુક્ષમાંથી ઉનાળામાં ગરમીને કારણે જે રસ ઝરે છે. તેને ગુગળ કહે છે. ગુગળની પાંચ જાતો છે. તેમાં હરલ્યક્ષ ગુગળ જે લાલ પારદર્શક છે તે સૌથી શ્રેષ્ઠ છે. કાળો ગુગળ તે મહિષાભ ગુગળ લાલ ગુગળની અછતમાં અત્યારે વપરાય છે એટલે કે કાળો ગુગળ વપરાય છે.ગુગળ બને ત્યાં સુધી તાજો જ વાપરવો જોઈએ. જુનો ગુગળ ઓછો ગુણવાન છે. ગુગળ જો ગરમીમાં રાખતાં પીગળે અને ગરમ પાણીમાં નાંખતા જો ઓગળી જાય તો તે શ્રેષ્ઠ ગુગળ છે.ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.ગુગળ નો ક્ષુપ 4 થી 12 ફુટ ઉંચાઇ ધરાવે છે. ..ગુજરાત આખાય ની જમીન અને આબોહવા એને માફક આવે છે.

ખેતર ની વાડ માં કે ઘર માં કેકટસ ના બદલે વાવી શકાય. .
ગળો ના પ્રકાંડ ની માફક એની પણ ડાળીઓ પરથી પાતળી કાગળ જેવી છાલ નીકળે છે..શિયાળા માં પાન ખરી જાય એટલે મુખ્ય શાખા ને છોડી આજુબાજુ ની શાખા પર નાના છરકા / ઉઝરડા કરવાથી ગુંદર જેવો ચિકણો રસ ઝરે છે. . જે સુકાઇ જાય એટલે ગુગળ નામે ઓળખાય. ..આને નાના લીલા રંગના સુંદર ફળ પણ આવે જે ખાઇ શકાય. . આરોગ્ય ની સાથે માઉથ ફ્રેશનર ( રજનીગંધા પાનમસાલા કરતાંય ઉત્કૃષ્ટ ) તરીકે ઉપયોગી. ..ગુગળના ઘટકો : ગુગળ એક જાતનો ગુંદર-રેઝીન છે તેમાં અડધો અડધ ગુંદર દસ ટકા સુગંધી દ્રવ્ય-સીનેમિક એસીડ,, બેન્ઝીલ બેન્જોએટ, બેન્જોઈક એસીડ હોય છે.

ગુગળ નો ધૂપ કરવા થી દુશ્મન નો નાશ થાય એવી ધાર્મિક માન્યતા છે. . પણ જો એને ખવાય તો. . આમવાત, સંધીવાત, દૌર્બલ્ય જેવા શરીર ના દુશ્મન ચોક્કસ નાશ પામે. .
એટલે વૈશ્વાનર ને રોજ ગુગળ નો ધૂપ કરો અર્થાત્ રોજ પાંચ થી 10 ગ્રામ ગુગળ ગળી જવો. .ગુગળ નુ વૃક્ષ જો તમારા ઘરના દ્વારે હોય તો સુક્ષ્મ રોગોત્પાદક જીવાણુ – વાયરસ વિગેરે તમારા કુટુંબ થી દૂર રહેશે. . તબીબી સારવાર ના ખર્ચ બચશે. . અને ધંધા/ વ્યવસાય કે અભ્યાસ માં તંદુરસ્તી ને લઈને 100% હાજરી થી સમૃદ્ધિ ને સફળતા અપાવશે. .છાશવારે ફાટી નીકળતા ડેન્ગ્યુ , સ્વાઇન ફ્લુ નજીક પણ નહી આવે. ..

આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમે તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. મોટાપો દૂર કરે છે ગુગળના પ્રયોગથી મેટાબોલિઝમમાં વધારો થાય છે. અને મોટાપો દૂર થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી છુટકારો મેળવી શકાય છે.

થાઇરોઇડથી છુટકારો ગુગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે. શરીરની ચરબી ઓગાળવામાં પણ મદદરૂપ બને છે.

કોલેસ્ટ્રોલમાં સુધારો ગુગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછુ કરે છે. ગુગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

હ્રદય માટે ફાયદાકારક ગુગળ લોહીમાં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

ઘૂંટણના દુખાવામાં લાભકારી ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે. જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે.

ગુગળ એટલે આયુર્વેદ નું એક મહાન ઔષધ છે. ગુગળમાંથી આશરે ચાલીસ જેટલા ઔષધો બને છે. ગુગળને આયુર્વેદમાં જીવન રસાયણ કહે છે. ગુગળ વગર આયુર્વેદની કલ્પના પણ ન થઈ શકે.

આયુર્વેદમાં ગુગળને સર્વદોષ હરનાર કહે છે. ગુગળ – કડવો, તીખો, રસાયન, ઉષ્ણ, તુરો, લઘુ, પાચક, ભાંગેલા હાડકાને સાંધનાર, અગ્નિદિપક, ભીનો, મધુર, તીક્ષ્ણ સ્નિગ્ધ, સુગંધ, પૌદ્રષ્ટિક, ભેદક અને કફ, વાયુ કાસ, કૃમિ, વાતોદર, સોજો, પ્રમેહ, ભેદરોગ, રક્તદોષ, ગ્રંથીરોગો, કંડમાલા, કોઢ, ઉલ્ટી, આમવાયુ તથા અશ્મરી નો નાશ કરે છે. ગુગળને દવા તરીકે ઉપયોગમાં લેવા માટે તેને શુધ્ધ કરવો જરૂરી છે.

ધુપ કરવામાં તેનો ઉપયોગ થાય છે. એના ધુપથી વાતાવરણમાં રહેલા રોગના જંતુઓ નષ્ટ થઈ જાય છે. અને હવા શુધ્ધ થાય છે. વાતાવરણ ચોખ્ખું થાય છે. જે સળેખમ કે ખાંસીથી પીડીત હોય તે જો ગુગળનો ધુપ શ્ર્વાસોશ્ર્વાસમાં લે તો તેનાથી ફાયદો થાય છે.

મહર્ષિ ચરક કહે છે કે શિલાજીતની જેમ ગુગળનુ પણ નિયમિત સેવન કરી શકાય છે તેથી પેટના રોગો દુર થશે.

વાગભટજીના કહેવા મુજબ દમના રોગીને શુધ્ધ ગુગળ એક એક ગ્રામ સવાર સાંજ એક એક ગ્રામ ધી સાથે ખાવા આપો.

ચર્કદતજીએ સાયેટીકામાં તેનો ઉપયોગ બતાવેલો છે.

શોઢલના કહેવા મુજબ આમ્લપિત (હાઈપર એસીડીટી) ના દર્દીને ગુગળનું સેવન કરાવવું. જુનાધારા પડયા હોય, દુર્ગધયુક્ત પરૂ થયું હોય તેવા દર્દીને ધી સાથે ગુગળ ખવડાવતા ઘણો ફાયદો થાય છે.

ગુગળની કેટલીક શાસ્ત્રીય બનાવટો લઘુ યોગરાજ કે મહાયોગરાજ ગુગળ (વાના દર્દોમાટે) શિલાજીત રસાયન, કિશોર ગુગળ, (લોહી વિકાર માટે) બત્રિસો ગુગળ (અનેક રોગો માટે) પથ્યાદિ ગુગળ, ત્રિફળા ગુગળ, વિશ્ર્વાઘ કુન્દર વિગેરે.

કહેવાય છેકે કોઇ પણ વાતનો અતિરેક સારો નથી હોતો તેવી જ રીતે ગુગળનો અધિક ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ થઇ શકે છે.

હાનિકારક પ્રભાવ ગુગળનું અધિક સેવન યકૃત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ સિવાય ગુગળના અધિક ઉપયોગથી અશક્તિ, નપુસક્તા, બેભાન થઇ જવુ, મોંઢામાં સુઝન અને ઝાડા થઇ જવા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

અને છેલ્લે. .પશ્ચિમ માં તબીબી શાસ્ત્ર ના સંશોધન બતાવે છે કે ગુગળ લોહી માં શ્વેતકણ વધારે છે એટલે કે તમારી ઇમ્યુનીટી / રોગપ્રતિકાર શક્તિ જેને આભારી છે એ..
ગુગળ ના ક્ષુપ ને ખાસ માવજત ની જરૂર નથી બસ એકવાર install કરી દ્યો એટલે જીવન ભર Google ની જેમ સહાયક થશે.

માહિતી ઉપયોગી લાગે તો શેર કરવાનું ના ભૂલતા

ખાસ નોંધ:ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી હેતુ આપેલી છે.
જે તે ઉપચાર માટે જાણકાર વૈદ, આયુર્વેદાચાર્ય, નિષ્ણાત ચિકિત્સક ની સલાહ લેવી ખૂબ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *