December 2, 2020

દુકાનેથી નહિ ઘરે જ બનાવો દેશી હેર કલર- ઘરગથ્થુ ચીજોથી વાળને રંગીન બનાવો

આજકાલ  હેલ- કલરની hair color ફેશન ચાલે છે. કોલેજીયન , નોકરિયાત કે ગૃહિણી- બધી  જ મહિલાઓમાં  વાળને રંગવાનો ક્રેઝ વધ્યો  છે. ગયા વર્ષે ફેશન  ટ્રેન્ડ  બનેલું  આ  ચલણ  આજે  ઘરેઘરમાં  લોકપ્રિય  બની  ગયું  છે.  પણ મોટે  ભાગે મહિલાઓ  બજારમાં  મળતા રસાયણો  વડે વાળને રંગીન કરવાના અખતરાઓ  કરે છે  અને વાળની ગુણવત્તા ખરાબ  કરે છે.  

રસાયણોના  ઉપયોગથી  વાળ  તો ઉત્તરે જ છે પણ  અકાળે સફેદ  પણ  થવા લાગે છે તેથી હમેશાં  પ્રાકૃતિક  રંગથી જ વાળને  hair colorરંગવા જોેઈએ.  પ્રાકૃતિક   વસ્તુઓ  વાળને રંગીન  બનાવે  છે તે સાથે જ તેને કોઈ  નુકસાન  પણ નથી પહોંચાડતી.

મહેંદી:  મહેંદી  સૌથી ઉત્તમ  પ્રાકૃતિક  ડાઈ dia છે. બજારમાં  લાલ, કાળી અને  ન્યુટ્રલ  રંગમાં પણ  મહેંદી મળે  છે.  મોરેકિયન મહેંદીનો રંગ સૌથી હળવો હોય  છે. જ્યારે   ઈરાનની મહેંદીથી  લાલઘૂમ રંગ આવે છે. જો તમે બજારમાંથી  મહેંદી ન ખરીદવા ઈચ્છતા  હો તો મહેંદીના  પાન તોડીને  સુકવીને તેનો પાવડર બનાવીને  રાખો.

મહેંદી લગાડતા  પૂર્વે  વાળમાં કેટલો રંગ કરવો  છે તે નક્કી કરી   લેવું   જેથી  તેટલો  સમય જ મહેંદી  વાળમાં રખાય.  હાથમાં  મહેંદી ન લાગે તે  માટે  હાથમાં  ગ્લવ્ઝ  પહેરી લેવા.  પહેલા વાળમાં  મહેંદી લગાડવી  પછી દાંતિયાથી  ઓળવા.  ત્યારબાદ વાળના મૂળમાં મહેંદી લગાડવી,  કારણ કે મૂળમાં રંગ ઝડપથી   ચડી  જાય છે.

મહેંદી  તૈયાર કરવાની વિવિધ રીત: 

અડધો  કપ ન્યુટ્રલ  અને અડધો  કપ લાલ મહેંદીને ગરમ પાણીમાં   ભેળવીને  પેસ્ટ બનાવો.

એક કપ  લાલ મહેંદીને લોખંડના  વાસણમાં  અડધો કપ cup ગરમ પાણી નાંખીને  પેસ્ટ બનાવો  અને  આખી રાત  રહેવા દો. બીજે દિવસે સવારે  તેમાં  બે ચમચી કોફી અને  એક ઈન્ડુ  ફીણીને  ભેળવી  દો.  આનાથી  વાળમાં  રંગની  સાથે સારી  કંડીશનીંગ  પણ થઈ જશે. 

એક કપ લાલ મહેંદીમાં અડધો  કપ ગરમ પાણી  અને  બે ચમચા લીંબુનો  રસ અથવા  બે ચમચા  રેડ વાઈન  મેળવીને પેસ્ટ બનાવો.

મહેંદી  લગાડયા પછી ૩૦ મિનિટ  રહેવા દેવી.  ત્યાર પછી જો એમ થાય કે હજી સરખો રંગ નથી  આવ્યો  તો વધુ  દસ  મિનિટ  રહેવા દો. ત્યારબાદ  શેમ્પૂ  કરીને વાળને ધોવા.

કેમોમાઈલ:  કેમોમાઈલથી  પણ  વાળને  રંગી શકાય  છે. આમાં  વાળને  ચમકદાર બનાવવાની અદ્ભૂત  ક્ષમતા  હોય છે.

ઊકળતા પાણીમાં (૬૦૦ મિ.લી.)  બે ચમચા  કેમોમાઈલ હર્બ  ને ૨૦-૩૦  મિનિટ પલાળો. ત્યારબાદ  બાઉલમાંથી  પાણીને  કાઢી નાખવું.  તેમાં એક  કપ મહેંદી  પાવડર  ભેળવો અને તેને  વાળમાં  ૩૦  મિનિટ  રહેવા દો. ત્યારબાદ  શેમ્પૂ  કરવાથી  વાળ  બ્રાઉનીશ  બની ગયા  હશે.

એક  કપ કેમોમીલા  ફુલને  કેઓલીન  પાવડર  પેસ્ટમાં  ભેળવો અને તેને ૩૦ મિનિટ સુધી  વાળમાં  લગાડીને  રહેવા દો. વાળમાં  ખૂબ જ સરસ બ્રાઉનીશ  લુક આવશે. 

જો તમે ખોડાથી હેરાન થતા  હો તો કેમોમીલા પાઉડરથી  વાળ ધોવાથી  ખોડો  જતો રહેશે.

રુબાબ તથા કેસરના મૂળ:   

આ  બંને  મૂળને  ૫૦- ૫૦ ગ્રામ ૬૦૦  મિ.લી.  પાણીમાં  એક કલાક પલાળો.  ત્યારબાદ  પાણીને  નિતારી લેવું.  અને આનાથી  વાળને  ઘસી  ઘસીને સાફ કરો. તેથી  વાળમાં હળવો પીળો રંગ  આવશે.

કપૂરના  પાન kapur:   આનાથી વાળને  ગ્રે લુક મળે છે. 

એક કપ મહેંદીમાં  અડધો કપ  કપૂરના  પાનનું  પાણી  મેળવો.  કપૂરના  પાનનું  પાણી  બનાવવા  ઉકળતાં પાણીમાં  બે ચમચી  કપૂરના  પાનનો ભૂકો  ૩૦ મિનિટ પલાળી રાખો.

જો  તમે વાળને ગ્રેઈશ  રંગ આપવા  ઈચ્છતા  હોત તો તેને ચામાં  ભેળવીને ઉપયોગ  કરો.

ગલગોટાના  ફુલ:  આ  ફૂલ વાળને લાલ અથવા પીળો શેડ પ્રદાન કરે છે.  ૫૦ થી  ૭૫ ગ્રામ ગલગોટાના ફૂલને  ૬૦૦  મિ.લી.  પાણીમાં  ભેળવીને  તેનું પાણી  તૈયાર કરી લો અને પછી આ  પાણીથી  વાળ ધોઈ લેવા.

ચાની  ભૂકી: ચાની ભૂકીને પાણીમાં  ખૂબ  ઉકાળો.  અને તેનાથી  વાળ ધોવાથી વાળમાં  લાલીમાં આવશે.

આંબળા:  લોખંડના  વાસણમાં  એક કપ  આંબળાનો ભૂકો બે કપ પાણી નાંખીને  રાતભર  પલાળી રાખો.  સવારે  આ પેસ્ટને  એક કલાકમાં વાળમાં  લગાડી રાખો.  વાળ એકદમ કાળા બની  જશે.

૨૦૦ ગ્રામ  આમળા  પાવડરને  ૫૦૦ મિ.લી.  નારિયેળ  તેલમાં નાખીક દો. આ મીક્સરની બાટલી  ભરીને  તેને બે-ત્રણ   મહિના  તડકામાં મૂકી રાખો.  આ તેલને વાળમાં લગાડવાથી  વાળ એકદમ  સુધરી જશે.

સરકો:  એક મગ પાણીમાં  એક ચમચો સરકો નાંખીને  વાળ ધોવાથી  વાળમાં ચમક આવી જશે. 

લીંબુનો રસ lemon juice: વાળના  રંગને વધુ ઘેરો બનાવવા  એક  ચમચી લીંબુના  રસને એક મગ પાણીમાં  ભેળવો.  અને  છેલ્લે આ પાણીથી  વાળને ધોવો.  મહેંદીમાં  પણ લીંબુનો રસ ભેળવી  શકાય છે.

આ બધી પ્રાકૃતિક  વસ્તુઓને  મિક્સ કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો.  પણ  જો  તમારા વાળ ગ્રે રંગના હોય તો તેમાં મહેંદી ન લગાડો.  આનાથી વાળ  બેરંગી થઈ જશે.

દર  ચાર-છ  અઠવાડિયે  મહેંદી લગાડો તો જ તેનો રંગ સ્થાયી થશે.  શરૂઆતમાં  એમ થશે  કે  આના ઉપયોગથી  જલદી રંગ નથી પકડાતો પણ ધીમે ધીમે   ઉપયોગ કરતા રહેવાથી વાળ ખૂબ જ  સુંદર દેખાશે.  અને વાળને  કોઈ નુકસાન disadvantage નહિ થાય.  વાળ મજબૂત  અને ચમકદાર  બનશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *