અરે વાહ દરરોજનું 30 મિનિટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે બીજા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

0

હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે હાસ્ય : હસે તેનું ઘર વસે .ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે .હસવું દરેક વ્યક્તિને ગમે છે , પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી .કહેવાય છે કે દરરોજનું 30 મિનિટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે .હદયરોગથી પીડાતી વ્યક્તિ માટે હાસ્ય એ અકસીર ટૉનિક છે , જે એકલા કે સમૂહમાં પણ કરી શકાય છે .તેનાથી હૃદયને કસરત મળતાં રસ્નાયુઓમાં રક્તપ્રવાહ વેગીલો બને છે , અને દર્દીનું હૃદય પ્રફૂલ્લિત બની જાય છે .

હાસ્યથી બ્લડપ્રેશર ઘટે છે .માનસિક તણાવથી હૃદયરોગની શક્યતા રહે છે .હાસ્યથી માનસિક તણાવ ઓછો થાય છે .કૉલેસ્ટરોલ ઘટે છે .ડૉક્ટર કમલેશ રાજગોરના મતાનુસાર હાસ્યની મુખ્ય અસર ન્યુરોએન્ડોક્રાઈન સિસ્ટમ પર પડે છે .મગજના જે હોર્મોન્સ આળસ , થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને દૂર કરી મગજને મૂળ અવસ્થામાં લાવી દે છે .ઘણી વાર વ્યક્તિ ઉપરછલ્લું હસી શક્તિ હોય છે પણ આંતરિકપણે હસી શકતી ન હોય એમ પણ બને .આંતરિક શાંતિ મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરૂરી છે .એક ગણતરી પ્રમાણે ગુજરાતમાં લાફીંગ મેમ્બરોની સંખ્યા ૩૫,000 થી વધુ છે .એકલા અમદાવાદમાં ૮૦ વિસ્તારોમાં લાફીંગ કલબ ચાલી રહી છે , જેમાં સભ્યોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી થવા જાય છે .હસવાની ક્રિયા દિવસમાં કોઈપણ સમયે કરી શકાય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here