મગ ની દાળ ના પુડલા

how to make મગ ની દાળ ના પુડલા ?

બધા એ ચણા ના લોટ ના પુડલા તો ખાધા જ હશે અને ગુજરાતી નો ને તો વળી એ ભાવે પણ બહુ. પુડલા નું નામ આવે એટલે ચણા ના જ મન માં આવે. જોતમે ચણા ના લોટ ના પુડલા ખાઈ ને થાકી ગયા હોય તો આ નવા મગ ની દાળ ના પુડલા બનાવી જોવો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ પુડલા. તો આજે જ જાણી લો આ મગ ની દાળ ના પુડલા બનાવાની રીત.

Ingredients for મગ ની દાળ ના પુડલા

#INGREDIENTS
1.૨ કપ મગ ની ફોતરાં વગર ની દાળ (મોગર દાળ)
2.૧ નાનો ટુકડો આદુ
3.૨ લીલા મરચા
4.મીઠું સ્વાદ અનુસાર
5.૧ ચમચી આખું જીરું

Steps of મગ ની દાળ ના પુડલા

#STEPS
1.મગ ની દાળ ને બરાબર ધોઈ નાખો અને પછી પાણી નાખી ને ૫-૬ કલાક પલાળી દો.
2.દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો.
3.હવે એક મિક્ષર જાર માં પલાળેલી દાળ, આદુ, લીલા મરચા, અડધો કપ પાણી અને મીઠું મિક્સ કરી ને પીસી લો.
4.બરાબર પીસાય જાય એટલે મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો.
5.ગેસ પર નોનસ્ટિક તવા ને ગરમ કરવા મુકો
6.તવી ગરમ થઇ જાય એટલે તેમાં એક ડોયા જેટલું ખીરું લઈને પાથરવું અને બને એટલું પાતળું કરવું.
7.પછી પાથરેલા ખીરા ફરતે તેલ રેડવું અને બંને બાજુ બરાબર શેકી લેવું
8.શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું
9.તેને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવું

Leave a Comment