ઉપયોગમાં આવે તેવી 16 ઘરગથ્થુ ટીપ્સ

0

ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ રસોઈ ટીપ્સ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો ઘણી વખત રસોઈ બનાવતી વખતે કોઈ વસ્તુનો ઉપયોગ વધુ થઇ જતો હોય છે એવી પરિસ્થિતિમાં મોટા ભાગની ગૃહિણીઓ પરેશાન થઇ જાય છે ક આવી પરિસ્થિતિમાં શું કરવું તો હવે મૂંઝવણ કરવાની જરૂર નથી અમે તમારી સાથે ઉપયોગી રસોઈ ટીપ્સ શેર કરશું જે તમને ખુબ કામ આવશે

1) શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો . ઘણી મહિલાઓ શાકભાજી સમારતી વખતે પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે , આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે જે આપણા શરીરને નુકશાન કરે છે . જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શક્યતા રહેતી નથી . 2) લસણ ફોલતાં પહેલાં વસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના છોતરાં સહેલાઈથી નીકળશે વાર નહિ લાગે

3) લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે શું કરશો લીલા કે લાલ મરચા ને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીટિયા કાઢી નાખો આથી લીલા કે લાલ મરચા લાંબા સમય સુધી તાજા રહેશે બગડશે નહિ . 4) તમે દૂધ ગરમ મુકીને બીજા કામ કરવા લાગો છો અને વારંવાર દૂધ ઉભરાય જાય છે તો ફક્ત આટલું કરો ક્યારેય તમારું દૂધ ઉભાશે નહિ દુષ મુકીને તમે બીજા કામ કરવા જાવ ત્યારે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો આથી દૂધ ઉભરાશે નહિ 5) મેંદાને લાંબા સમય સુધી સારો રહે એ માટે તેને જે ડબ્બામાં ભરો , તેના ઢાંકણામાં ડુંગળી ધસી ડો આથી મેંદો લાંબા સમય સુધી બગડશે નહી 6) તમે કેળાની વેફર ઘરે બનાવો છો અને પત્રી પડેલી કેળાની વેફર કાળી પડી જાય છે તો શું કરશો ?કેળાની છાલ છોલીને પાણીમાં પાંચ મિનિટ રાખવાથી તે કાળા નહીં પડે .

7) ચોમાસાની સિઝનમાં લોટમાં ભેજ લાગી જાય છે લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી તેમાં ભેજ નહીં લાગે અને લોટમાં પીંડિયા નહિ પડે , 8) ભજિયાં , પકોડા તળીને સર્વ કરતી વખતે તેના પર ચાટમસાલો છાંટવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે . 9) ફણગાવેલા કઠોળને ફ્રીજમાં મૂક્તાં પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી દેવાથી તેમાં વાસ નહીં આવે . 10) ટામેટાંની છાલ સહેલાઇથી કાઢવા માટે તેના પર તેલ લગાવીને શેકો આથી ટામેટાની છાલ ઝડપથી નીકળી જશે .11) ખીર બનાવતી વખતે ચોખા બફાઈ જાય પછી તેમાં સહેજ મીઠું નાખવાથી તે વધારે ટેસ્ટી લાગશે . 12) પરોઠાના લોટમાં બાફેલા બટાકાનું છીણ અને એક ચમચી અજમો ભેળવો પરોઠા એકદમ સોફ્ટ બનશે 3) ભેજવાળા વાતાવરણમાં મીઠાને ભેજ ન લાગે તે માટે તેમાં સહેજ કોર્નફલોર નાખી દો .

14) બ્રેડ એકદમ પોચી હોય અને તેના પીસ કરવાનું ફાવતું ન હોય અથવા બ્રેડ છપ્પામાં ચોટી જાય અને વિખાય જતી હો તો ચ્પ્પાને ગેસની આંચ પાસે રાખી પછી તેનાથી બ્રેડના ટુકડા કરો સરસ બ્રેડ કપાશે 15) સુપ કે ગ્રેવીમાં નાખવા માટે ક્રીમ કે મલાઈ ન હોય , તો માખણ અને દૂધ મિકસ કરીને નાખો . 16) દૂધની ઘટ મલાઈ મળે એ માટે તેને ગરમ કર્યા પછી તપેલીને પાતળા કપડાથી ઢાંકીને આખી રાત ફ્રીજમાં રાખો એકદમ ઝાડી ઉતરશે

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here