10.8 C
New York
Saturday, December 14, 2024

શરદી ,ઉધરસ, કફના રોગ માટે ઔષધીયુક્ત ધુમાડો

‘ધૂમ’ એટલે ‘ધુમાડો’ અને ‘પાન’ એટલે ‘પીવું’. ઔષધીયુક્ત ધુમાડો નાક-મોઢા દ્વારા અંદર લઈને મોઢામાંથી બહાર કાઢવો એને ‘ધૂમપાન’ કહે છે. શ્‍વસનતંત્ર સાથે સંબંધિત વાયુ (વા) અને કફના રોગ , ઉદા. શરદી ,ઉધરસ, દમ થાય નહીં અને જો તે થયા હોય તો ઝડપથી સાજા થઈ શકાય, તે માટે ‘ધૂમપાન’ (ઔષધીયુક્ત ધુમાડો લેવો)’ એવો ઉપાય કરવાનું જણાવ્‍યું છે.

ધૂમપાન કોણે ન કરવું જોઈએ – રક્તપિત્તનાં રોગમાં, પ્રમેહ રોગમાં, તિમિર નામનાં નેત્ર રોગમાં, બસ્તિના પ્રયોગ પછી, માછલી ખાધા પછી દહીં, દૂધ, મધ અને ઘી પીધા પછી, માથામાં ઇજા થઇ હોય ત્યારે, પાંડુ રોગમાં, રાત્રી જાગરણ પછી, ગર્ભિણી સ્ત્રીઓએ દારૂનાં સેવન પછી

ધૂમપાનનાં લાભ – ખાંસી, શ્વાસ ચડવો, શરદી, સ્વરભેદ (અવાજમાં રૂક્ષતા કે બેસી જવો), મુખ અને નાકમાં દુર્ગંધ, કાન, મુખ અને આંખોથી સ્ત્રાવ થવો, માથું ભારે લાગવું, દુખવું કે આધાશીશી (માઈગ્રેન), વધુ આળસ અને ઊંઘ આવવી, વાળ ખરવા, અકાળે સફેદ થવા

૧. ધૂમપાન (ઔષધીયુક્ત ધુમાડો લેવો) કરવાની પદ્ધતિ: સવારે ઊઠીને દાંત માંજ્‍યા પછી તરત જ તેમજ રાતે સૂતા પહેલાં ઔષધીયુક્ત ધુમાડો નાક-મોં દ્વારા અંદર લેવો અને મોઢા વાટે બહાર કાઢવો. ધુમાડો નાક દ્વારા બહાર કાઢવો એ આંખો અને ઘ્રાણેંદ્રિય (ગંધ/સુગંધ ઓળખનારી ઇંદ્રિય) માટે નુકસાનકારક હોવાથી તે નાક દ્વારા બહાર કાઢવો નહીં. ‘ધુમાડો અંદર લઈને બહાર કાઢવો’ આ ક્રિયા એક સમયે કેવળ ત્રણ વાર કરવી. કેટલીક વાર શ્‍વસન માર્ગમાં વધારે કફ એકઠો થયો હોય તો, ૫ – ૬ વાર આ ક્રિયા કરી શકાય; પણ તેથી અધિક વાર એકજ સમયે ધુમાડો લેવાનું ટાળવું જોઈએ.

૨. ધૂમપાન કરતી સમયે લેવાની તકેદારી: ઉનાળો, તેમજ શરદઋતુમાં (એટલે ઑકટોબર માસમાં) બપોરના સમયે ધૂમપાન કરવું નહીં .

૩. ધૂમપાનના પ્રકાર, તે માટે ઉપયોગમાં લેવાની ઔષધીઓ અને તે બનાવવાની ક્રિયા, ૩ અ. સ્‍નિગ્‍ધ (સૌમ્‍ય) ધૂમપાન આ પ્રકારમાં ઘી અને સૌમ્‍ય ઔષધીઓનો ધુમાડો ઉપયોગમાં લેવાય છે. પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે આ પ્રકારના ધૂમનો ઉપયોગ હંમેશાં કરી શકાય. નીચે આપેલી  ક્રિયાઓમાંથી કોઈ પણ એક ક્રિયા કરી શકાય. ૧. ગેસ ઉપર સહેજ ઊંડો ચમચો અથવા ચમચી (આચમની) સહેજ ગરમ કરવી અને તે ગરમ થયા પછી તેમાં કપૂરના ટુકડા નાખીને તેમાથી નીકળનારી વરાળ સૂંધવી. (કપૂર જ્‍વલનશીલ પદાર્થ હોવાથી ગેસ ચાલુ રાખીને કપૂર નાખવું નહીં.)૨. ગેસ ઉપર નાની કઢાઈ મૂકીને સારી એવી ગરમ કરીને ગૅસ બંધ કરવો અને પછી તેમાં ઘી નાખીને તેમાથી નીકળનારો ધુમાડો સૂંધવો. ૩. જેઠીમધની સળકડીને ધી લગાડીને તેને સળગાવવી. તે સળગ્‍યા પછી તેને ઓલવી નાખવી. એમ કરવાથી જે ધુમાડો નીકળે, તે સૂંઘવો.

૩ આ. તીક્ષ્ણ (તીવ્ર) ધૂમપાન: શ્‍વસન માર્ગમાં વધારે પ્રમાણમા કફ ભરાયો હોય તો તેને કાઢી નાખવા માટે આનો ઉપયોગ થાય છે. તે માટે નીચે જણાવેલી ક્રિયાઓમાંથી કોઈ પણ એક ક્રિયા કરવી. ૧. ઘી લગાડેલી હળદરની ગાંઠ બાળીને તેનો ધુમાડો લેવો અથવા કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં હળદરની ભૂકી નાખીને ધુમાડો લેવો. ૨. સ્‍વચ્‍છ સફેદ કાગળની ભૂંગળીમાં અજમાની ભૂકી ભરીને તેની ‘બીડી’ બનાવીને સળગાવીને તેનો ધુમાડો લેવો. ૩. ‘માન્‍સ પ્રોડક્‍ટસ’ આ કંપનીની ‘નિર્દોષ ધૂમપાન’ નામની આયુર્વેદિક ‘સિગારેટ’ મળે છે. એ આયુર્વેદિક ઔષધીઓના દુકાનોમાં, તેમજ લગભગ ઔષધીઓની દુકાનોમાં (મેડિકલ સ્‍ટોર્સમાં) મળે છે. આ તમાકુ વગરની સિગારેટમાં તુલસી, જેઠીમધ, હળદર ઇત્‍યાદિ જેવા ઔષધિ ઘટકો હોય છે. તેનો પણ ઉપયોગ કરી શકાય.’ આ ઉપરાંત, તે ધૂમ્રપાન છોડવામાં પણ મદદ કરી શકે છે. તેમાં તે ફાયદો આપે છે પણ તેને વ્યક્તિની પ્રકૃતિ અને દોષો અનુસાર જ નજીકનાં વૈદ્યમિત્રનાં માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો જોઈએ. જાતે જ તેનો પ્રયોગ કરવો તે નુકશાન કરી શકે છે. આજે જ તમારાં વૈદ્યમિત્રનો સંપર્ક કરો અને જાણો ધૂમપાન તમને કઈ રીતે મદદરૂપ થઇ શકે.

ધૂમપાન સાંભળીને આપના મનમાં જરૂર થશે કે આ “ધૂમ્રપાન” એટલે કે બીડી અથવા સિગારેટ પીવાની વાત થઇ રહી છે પરંતુ તેમ નથી.
ધૂમપાન તે સંપૂર્ણ અલગ ક્રિયા છે. ધૂમપાન તે ગાંજા જેવી નશાયુક્ત વનસ્પતિઓની સાથે પણ સંકળાયેલ નથી. બીડી અથવા સિગારેટમાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે જયારે આયુર્વેદનાં ધૂમપાનમાં “ઔષધિઓ” વાપરવામાં આવે છે….

બીડી અથવા સિગારેટમાં ઉત્તેજના માટે કે નશા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જયારે આયુર્વેદોક્ત ધૂમપાનમાં વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ ઔષધીઓનો ધુમાડો લેવામાં આવે છે. બીડી અથવા સિગારેટ તે કેન્સર તરફ લઇ જાય છે જયારે આયુર્વેદોક્ત ધૂમપાન સ્વસ્થ બનાવે છે. શું છે આ ધૂમપાન ? ધૂમપાનનાં પ્રકાર – સ્નિગ્ધ – જે મુખ્યત્વે વાતદોષથી થતાં રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. મધ્ય – જે વાત અને કફદોષનાં રોગોમાં વપરાય છે. તેમાં તીક્ષ્ણ – જે માત્ર કફજ વિકારોમાં ઉપયોગ થાય છે. આચાર્ય ચરકે, ત્રણ પ્રકારના ધૂમપાન બતાવ્યા છે…

પ્રાયોગિક ધૂમપાન , તેમાં યષ્ટીમધુ, ગુગળ, અગર, ચંદન , શલ્લકી, પીપળા અને લોધ્રની છાલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્નૈહિકી ધૂમપાન, જેમાં ઘી અને જીવનીય ગણની ઔષધિઓ વાપરવામાં આવે છે અને શિરોવિરેચન ધૂમપાન , જે અંતર્ગત શ્વેતા, માલકાંગણી વગેરેનો ઉપયોગ કરવાં આવે છે. જેને વાગ્ભટ્ટે દર્શાવેલ ધૂમપાન સાથે સાંકળી શકાય. આચાર્ય સુશ્રુત અન્ય બે પ્રકાર 4. કાસઘ્ન અને વામનીય પણ બતાવે છે.

ધૂમપાનની વિધિ – સીધા અને ટટ્ટાર બેસીને ધૂમપાનની તરફ મન પ્રવૃત કરીને નાકનાં એક છિદ્રને બંધ કરીને બીજા છિદ્રથી ધૂમપાન યંત્રના ભાગને લગાવીને શ્વાસ અંદરની તરફ લેવો જોઈએ. અને તેનો ધૂમાડો મુખ દ્વારા બહાર કાઢવો જોઈએ. તેવું ત્રણ વખત કરવું જોઈએ. ત્યારબાદ નાકના બીજા છિદ્રથી આ ક્રિયાનું પુનરાવર્તન કરવું જોઈએ. તે પછી ફરીવાર પ્રથમ છિદ્ર દ્વારા. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે અ. જો નાક અને શિર પ્રદેશમાં દોષ વધેલાં હોય તો નાક દ્વારા બ. જો દોષ ઓછા હોય તો તે માટે પ્રથમ મુખ અને પછી નાક દ્વારા ક. જો કંઠ પ્રદેશમાં દોષ હોય તો પ્રથમ નાક અને પછી મુખ દ્વારા ધૂમપાન કરવું પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે ધૂમાડો માત્ર અને માત્ર મુખ દ્વારા જ બહાર નીકળવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં નાક દ્વારા તેને બહાર ન કાઢવો જોઈએ. તેનાંથી વિવિધ રોગ ઉત્પન્ન થઇ શકે છે.

ધૂમપાન ક્યારે કરવું જોઈએ – સ્નાન 2. ભોજન 3. વમન (ઉલ્ટી) 4. છીંક 5. દાતણ 6. નસ્ય (નાકમાં ઔષધ નાખવાની ક્રિયા) 7. અંજન (આંખમાં ઔષધ લગાડવાની ક્રિયા) અને 8. ઊંઘમાંથી ઉઠ્યા પછી. આ સમય દરમિયાન વાત અને કફદોષ વધેલાં હોઈ શકે છે અને ધૂમપાનથી તે સમ બને છે અને વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. રાત્રીનાં સમયમાં ધૂમપાન ન કરવું જોઈએ. નિયમ અને માર્ગદર્શન હેઠળ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.અકાળમાં અને અતિમાત્રામાં ધૂમપાન કરવાથી વિવિધ રોગોની ઉત્પત્તિ થઇ શકે છે.

હાલમાં જ આઈ.આઈ.ટી, કાનપુરનાં એક પી.એચ.ડી., જ્ઞાનસંમૃગં કુમારવેલે : International Conference on Holistic approach to Immunity to Microbial diseases and their treatment {HMDT 2020} માં “Dhumapana: An effective Ayurvedic herbal smoking technique for prevention and treatment of COVID-19 like disease” એક પેપર રજુ કર્યું હતું. જેની લિંક નીચે પ્રમાણે છે.

લિંક https://www.researchgate.net/publication/343111210_Dhumapana_An_effective_Ayurvedic_herbal_smoking_technique_for_prevention_and_treatment_of_COVID-19_like_diseases

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles