10.8 C
New York
Saturday, December 14, 2024

ઉપયોગમાં આવે તેવી 18+ ઘરગથ્થુ ટીપ્સ

તહેવારના દિવસોમાં તમે બહારગામ જતા હોય અને ઘર બંધ રહેવાનું હોય એટલે વધુ દિવસો સુધી રેફ્રિજરેટર પણ  બંધ રાખવાનું હોય અને આપણે આવીને ફ્રીજ ખોલી એટલે તેમાં વાસ આવે છે પરંતુ તમારું ફ્રીઝ લાંબા સમય સુધી બંધ રાખવું હોય અને વાસ ના આવે એ માટે તેને બરાબર કોરું કરી  તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બૉરીક પાઉડર ભભરાવવાથી  ફ્રિજમાં બંધ કરશો તો ફ્રીઝમાં ગંધ નહીં બેસે ફ્રીઝ ફ્રેશ રહેશે. એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે.

ટામેટાનો સોસ ઘરે બનાવતી વખતે તેનો કલર ઘેરો લાવવા માટે  ટામેટાનો સૉસ બનાવતી વખતે તેમાં થોડુક ખમણેલું બીટ નાખવાથી ટામેટાનો સોસ કલર ઘેરો થશેઅને સ્વાદ પણ સરસ બજારમાં મળતા સોસ જેવો જ લાગશે.

સંતરાની છાલનો પાવડર બનાવવા માટે ઑવનમાં સંતરાની છાલ બેક કરી તેનો પાવડર કરવો અથવા સંતરાની છાલ કાઠીને તેને તડકામાં સુકવીને તેનો પાવડર બનાવી શકો છો.  કેક બનાવતી વખતે તેમાં આ પાવડર ભેળવવાથી કેક સૉડમની અનેરી આવશે.

જરી વારી સાડીની જરી કાળી ન પડે એના માટે તેને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી જોઈએ. ચોમાસામાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી જેનાથી સાળીની ઝરી બિલકુલ તેવું જ રહેશે ઝાંખી નહિ પડે.

બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો આમકરવાથી તમારા બીટનો ઉપયોગ પણ થઇ જશે અને પાવડર પણ બની જશે.

દહીને એકદમ જામેલું બનાવવા માટે અને લાંબા સમય સુધી તાજું રાખવા માટે અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસ સુધી ખરાબ પણ નહીં થાય.

ગૉલ્ડન ફ્રેમના ચશ્મા પર પારદર્શક નેઈલ પૉલિશનું ચોક કૉટ લગાડવાથી ફ્રેમ કાળી નહીં પડે.

ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બન્ને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખી. દેવા.

નાના બાળકોને કામિયા થાય ત્યારે ત્કાદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે. 

કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.  મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી.

ટામેટાના સૂપમાં થોડો ફૂદીનો ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે.

Black થઇ ગયેલી ગરદનને સાફ કરવા મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂરત નથી કરો ફક્ત દસ મિનિટ સુધી આ પ્રયોગ ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું તમારા ગરદન પર કાડાસ જતી રહેશે.

દવા વગર દાંતનો દુઃખાવો દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

કડક થઇ ગયેલા લીંબુ સોફ્ટ કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોેડીવાર નવસેકા પાણીમાં રાખવા.

બેટરીના સેલ લાંબા સમય સુધી ચાલે એ માટે બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે.

વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે.*જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો, પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઇ જશે.

ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે. શાકમાં ગરમ મસાલો નાખવાથી જરૂર નહીં પડે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles