આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે

0

રોજિંદા જીવનમાં ગૃહિણીઓને નાની – નાની સમસ્યાઓ આવતી જ હોય છે . જેને ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરી શકાય છે .

કોકરી પરના ડાઘા : મોંઘીદાટ ક્રોકરી પર ઘણી વખત ખાદ્યપદાર્થના ડાઘા લાગી જતા હોય છે . તેને દૂર કરવા તેમજ ક્રોકરીને નવી જેમ ચળકતી કરવા માટેના સરળ ઉપાયો : : બેકિંગ સોડાથી સાફ કરવી : એક બાઉલમાં બે મોટા ચમચા બેકિંગ સોડા અને બે મોટા ચમચા પાણી ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવવી . આ પેસ્ટને ક્રોકરી પર લગાડી ૧૫ મિનીટ પછી ઘોઇ નાખવું . ક્રોકરી ચમકીલી થશે .

વિનેગર : ચા – કોફીના ડાઘા ઘણી વખત ક્રોકરી પરથી દૂર થતા નથી હોતા . તેને દૂર કરવા માટે ગરમ પાણીની અંદર સરકો ભેળવી એ ડાઘાવાળા કપ , મગને પાણીમાં એક કલાક ડુબાડી રાખવા. પછીથી તેને નાયલોનના સ્કબરથી રગડી પાણી લૂછી લેવું. નવા જેવા ચમકી ઊઠશે.

લીંબુનો રસ લગાડવો: એક બાઉલ પાણીમાં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ભેળવવો . ક્રોકરી પરના ડાઘવાળા હિસ્સા પર આ પાણી લગાડી થોડીવાર રહેવા દેવું . જેથી નિશાન દૂર થશે . આ ઉપરાંત લીંબુની છાલ રગડવાથી પણ ડાઘ દૂર થાય છે .

નોનસ્ટિક પેનને સાફ કરવાનો સરળ ઉપાય : નીન સ્ટિક પેનને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલને બોલની માફક ગોળ કરવું . વાસણ ધોવાના પાવડર સાથે મિકસ કરી પેનની સફાઇ કરવાથી વાસણ પર લાગેલા ડાઘા દૂર થશે .

પ્રેશર કુકરઃ પ્રેશર કુકર બળી ગયું હોય તો તેને બેકિંગ સોડાથી સાફ કરવું . પ્રેશર કુકરની બરાબર લુછી કોરું કરી તેમાં બેકિંગ સોડા નાખવો. પછી એક સુકા કપડાથી અથવા તો સ્પંજથી પ્રેશર કુકરની ચારે બાજુએ બેકિંગ સોડા લગાડી . થોડી વાર રહીને રગડીને ધોઇ નાખવું . ગેસનો ચુલો : ગેસના ચુલાને એક ભાગ સફેદ સરકો અને બે ભાગ પાણી ભેળવી સ્પ્રે બોતલમાં નાખવું . તેને ચુલા પર સ્પ્રે કરવું અને થોડી વાર રહીને સ્પંજથી લૂછી નાખવું.

રોજિંદી ચોપિંગ બોર્ડ : લાકડાના ચોપિંગ બોર્ડ ઉપયોગ માટે સારા હોય છે . તેની સફાઇ માટે ચોપિંગ બોર્ડ પર આખુ મીઠું ભભરાવી થોડા વાર રહેવા દેવું . પાંચ -૧૦ મિનીટ પછી તેને ચોપિંગ બોર્ડ પર રગડવું અને ભીના સ્પંજથી સાફ કરવું .

ખમણી : ખમણીમાં ઘણી વખત ખાદ્યપદાર્થ ફસાઇ અને ચોંટી જતા હોય છે . તેથી તેને સાફ કરવા માટે જુના ટૂથ બ્રશથી ખમણી પર ઘસવું જેથી સાફ થઇ જશે . લસણને ખમણ્યું હોય તો થોડી વખત પાણીમાં ભીંજવી રાખવું .

કિચનની ટાઈલ્સ અને દીવાલો પરથી ચીકાશ હટાવાના ઉપાય: કિચન ટાઈલ્સ અને દીવાલ પરથી ચીકાશ દૂર કરવા માટે , એક સ્પ્રે બોટલમાં બે કપ સરકો અને બે કપ પાણી ભેળવીને મિશ્રણ બનાવી લેવું . એને ચીકાશવાળા હિસ્સા પર સ્પ્રે કરવું અને એક માઇક્રો ફાઇબરના કપડાથી સાફ કરવું . માઇક્રો ફાઇબર કપડું અન્ય કપડાની સરખામણીમાં ગંદકી જલદી અને સારી રીતે શોષી લે છે તેમજ ટાઇલ્સ પર ઘસરકા પણ પડતા નથી , સરકો ઉપરાંત કેક અને ઢોકળામાં વાપરવામાં આવતો બેકિંગ સોડાથી પણ સરળતાથી ચીકાશ દૂર કરી શકાય છે . આ માટે બેકિંગ સોડામાં પાણી ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવવી . આ પેસ્ટને ડાઘ પર લગાડીને ૧૦ ૧૫ મિનીટ સુધી રહેવા દેવું . ત્યાર પછી ભીનું કપડું અથવા તો કોઇ જુના ટુથબ્રશથી સાફ કરવું .

કિચનની સિન્કને સાફ કરવા : કીનની સિન્કને સાફ કરવા માટે બ્લીચ અથવા એમોનિયાનો ઉપયોગ કરવા ઇચ્છતા ન હોયતો લીંબુથી પણ સાફ કરી શકાય છે . સિન્કમાં થોડો બેકિંગ સોડા ભભરાવી દેવો . ત્યાર પછી લીંબુનો એક સ્કબર તરીકે ઉપયોગ કરીને તેનાથી ઘસવું . જેથી સિન્ક ચમકી ઊઠશે તેમજ તેમાં રહેલા જીવાણુનો પણ નાશ થશે . સ્ટીલની સિન્ક હશે તો તેને ચમકીલી કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો . જ્યારે પત્થર અથવા ગ્રેનાઇડની સિન્ક હોય તો તેને સાફ કરવા માટે પાણીમાં હાઇડ્રોજન પેરોકસાઇડ અને એમોનિયા ભેળવી પેસ્ટ બનાવી સિન્કમાં નાખવું અને પછી પાણીથી સાફ કરવું .

ઓવન અથવા ગેસ બર્નર ગેસના ચૂલાને સાફ કરવા માટે બેકીંગ બર્નરની સફાઇ કરવા માટે પાણીમાં બેકિંગ સોડા ભેળળી પેસ્ટ બનાવી બર્નર પર લગાડવું . પીન અથવા અન્ય કોઇ અણીદાર વસ્તુથી સાફ કરવું . જુનાભરી ટૂથબ્રશથી પણ સાફ કરી શકાય માઇક્રોવેવને સાફ કરવા માટે પાણી અને બેકિંગ સોડાની પેસ્ટ બનાવી તેમાં કપડું ભીંજવી ઓવનની અંદરના ડાઘા કરવા ઓવનમાંની ખાદ્યપદાર્થની પાવડરને ચુલા પર ૩૦ મિનીટ સુધી ભભરાવી દેવું અને પાણીથી ધોઇ નાખવું . દુર્ગંધ દૂર કરવા માટે રાતના તેમાં લીંબુના અઘિયાને મુકી દેવું . સવારે માઇક્રોવેવને બોઇલર ટેમ્પરેચર પર ચલાવવાથી દુર્ગંધ દૂર થશે .

લોખંડ અને તાંબાના વાસણને સાફ કરવા લોખંડના વાસણમાં પાણી ભરી તેમાં મીઠું અને લીંબુ નાખી ખુબ ઉકાળવું અને રાતના રાખી મુકવું . સવારે લોખંડના બ્રશથી સાફ કરવાથી ચમકી ઊઠશે તાંબાના વાસણને સાફ કરવા માટે લીંબુ અથવા ટોમેટો કેચઅપ બેમાંથી એક લઇ વાસણ પર લગાડી થોડી વાર રહી વાસણ ધોવના સાબુ અથવા પાવડરથી ઘસીને સ્કરબરથી સાફ કરવું . ચમકી ઊઠશે . પ્લાસ્ટિકના ડબાને સાફ કરવા પ્લાસ્ટિકના ડબાનો વપરાશ રોજિંદા જીવનમાં વધી ગયો છે . તેને સાફ કરવા તેમજ તેમાંની ચીકાશ દૂર કરવા માટે એક બાલદી અથવા ટબમાં પાણી લઇ તેમાં બેકિંગ સોડા અને સર્ફ ભેળવી પ્લાસ્ટિકના ડબા પર લગાડી ૧૫ ૨૦ મિનીટ રહેવા દઇ હળવા હાથે ઘસીને પાણીથી ઘોઇ નાખવું , કિચન કેબિનેટ : એક બાઉલમાં તેલ અને બેકિંગ સોડા ભેળવીને મધ્યમ પેસ્ટ બનાવી જુના ટૂથ બ્રશથી કેબિનેટ પર લગાડી ભીના કપડાથી સાફ કરવું .

#sink #rasoitips #oven #gasburner #nonstik saf karvani rit # microwave #cooker

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here