ઉપયોગમાં આવે તેવી કિચન ટીપ્સ જરૂર અજમાવી જુઓ

0

દરાજ કે ધાધર થી  કાયમી છુટકારો પામવા લીમડાના પાનને દહીંમાં વાટી લેપ લગાડવો આમ આ લેપ દરરોજ લગાવવાથી જરૂર ફાયદો થાય છે

ઘણી વખત બાળકના મુખમાં છાલા પડી ગયા હોય તો આમળાનો રસ કાઢી હળવે હાથે મુખમાં લગાવવી અને મો માંથી  લાળ પડવા  દેવી. આ પ્રયોગ  દિવસ દરમિયાન ત્રણ ચાર વખત  કરવાથી બાળકના મો માં પડેલા છલ માં જરૂર ફાયદો થાય છે

નેપકિન રેશની તકલીફથી બાળક પીડાતું હોય તો તેને છુટકારો પમાડવા માખણમાં હળદર ભેળવી લેપ બનાવી લગાડવાથી રાહત થાય છે.

અચાનક તાવ અને ઘરમાં દવા ન હોય કે દવાખાના ખુલા ન હોય તો તાત્કાલિક સારવાર કરવા માટે ફક્ત આટલું કરો ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી કોઈ પણ જાતના તાવમાં રાહત થાય છે.

ઝાડામાં લોહી પડતું હોય તો આ લોહી બંધ કરવા માટે થોડા તલ અને સાકર વાટી ચાટી જવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

કાગદી લીંબુના બે સરખા ભાગ કરી એક ભાગ પર થોડું સિંધવ,મરીનો ભુક્કો લગાડી ગેસ પર ધીમી આંચ પર શેક્યા પછી તેને ચુસવાથી પેચમાં આફરો ચડતો હોય તો  તે બેસી જાય છે અને ભૂખ ઉઘડે છે.

ઉનાળો હોય કે  બહુ તાપ પડતો હોય તો ઘન લોકોને તાપ કે લુ લાગી જાય છે અને બીમાર પડી જતા હોય છે આમ આવા તડકામાં લૂથી બચવા માટે વ્યક્તિને લૂ લાગે તો તેના પર ઠંડુ પાણી નાખવાથી રાહત થશે.

ડિસપોઝેબલ પ્લાસ્ટિકની સિરિંઝનો ઉપયોગ મહેંદી લગાડવા કરી શકાય. પ્લાસ્ટિકના કોન કરતાં તે સરળતાથી વાપરી શકાય છે.સોયનો ઉપયોગ ન કરવો હોય તો તે કાઢી પણ નાખી શકાય છે અને વધુ પડતી પાતળી રેખા કરવી હોય તો સોય નો ઉપયોગ કરી શકાય છે.

અઢધા કપ વિનેગારમાં બેે ભાગ પાણી ભેળવી શેમ્પુ કર્યા બાદ વાળ ધોવાથી વાળની ચમક વધશે તથા મુલાયમ થશે. આ એક ઉત્તમ કંડિશનર છે. મહિનામાં એક વખત આ કંડિશનરનો ઉપયોગ અવશ્ય કરવો.

રવાને લાંબા સમય સુધી સાચવી રાખવા માટેની અગત્યની ટીપ્સ અજમાવી જુઓ રવો લાંબા સમય સુધી રાખવાથી રવામાં જીવત પડી જાય છે જો તમે રાવને લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો  રવાને હળવો શેકી હવાચુસ્ત ડબ્બામાં રાખવાથી રવો લાંબા સમય સુધી બગડશે નહીં.

જે લોકોને એસીડીટી રહેતી હોય તેવા લોકોએ  ધાણાજીરૂનું ચુરણ ખાંડ સાથે ભોજન  બાદ લેવાથી એસિડિટીની તકલીફમાં રાહત થાય છે.

પાશેર જેટલા કોપરલમાં ખોબો ભરી મહેંદીના પાન ઉકાળી   એક શીશીમાં ભરી રાખવું. આ તેલથી નિયમિત વાળમાં માલિશ કરવાથી વાળ વધે છે અને કાળા થાય છે.

રાત્રે ભેંસના દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે

#ઉકાળો #દાદર #ધાધર #એસીડીટી #લુંથીબચવા #લોહી પડવું #કબજિયાત #અજમાવી #જુઓ #રસોઈ #ટીપ્સ #કિચનટીપ્સ

–> આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે

–> દિવાળીની સફાઈ માટેની ખાસ ટીપ્સ નોંધી લો વાંચીને શેર કરજો

–> ઉપયોગમાં આવે તેવી કામની કિચન ટીપ્સ

–> મહિલાઓને કામમાં આવે તેવી રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ અજમાવી જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here