કેલ્શિયમની ખામી દુર કરવા ખાવ આ વસ્તુ આખી જિંદગી હાડકા મજબુત રહેશે

હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં  હોવું જરૂરી છે. સામાન્ય રીતે કેલ્શિયમ વધારવા માટે  વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા  હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે. મોટા ભાગના લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ હોય છે.

બિયાં અલસી, દૂધી અને તલના બિયાં કેલ્શિયમના સારા સ્ત્રોત છે. જેમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન  અને ઓમેગા-૩ ફેટી એસિડ પણ પ્રર્યાપ્ત માત્રામાં સમાયેલા હોય છે. આમ તમે તંદુરસ્ત રહો છો.

દહીંમાંથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે: એક કપ દહીંમાં ૩૦ ટકા જેટલું કેલ્શિયમ હોય છે. ઉપરાંત તેમાંફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન બીટુ અને વિટામિન બી૧૨ સમાયેલા હોય છે. તેથી જે દૂધનું સેવન ન કરતા હોય તેમણે દહીં ખાવું જોઇએ.

બીન્સ: એક કપ બીન્સમાં ૨૪ ટકા જેટલું કેલ્શિયમ હોય છે. તેથી રોજિંદા આહારમાં બીન્સને અવશ્ય સામેલ કરવા જોઇએ.

પનીર: પનીરમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. પનીરના સેવનથી શરીરમાં કેલ્શિયમની સાથેસાથે પ્રોટીનની પણ કમી ઓછી થઇ જાય છે.

સોયાનું દૂધ: સાયાનું દૂધ અથવા તો ટોફૂને રોજિંદા આહારમાં સામેલ કરવાથી ફાયદો થાય છે. તેનો સ્વાદ સામાન્ય દૂધના સ્વાદ કરતા અલગ હોય છે. તેમાં કેલ્શિયમ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.

બદામ: બદામમાં પ્રચુર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ સમાયેલું હોવાથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે.

પાલક: પાલકમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પાલકમાં ૯૯મિ.લી. કેલ્શિયમ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ત્રણ વખત પાલક અવશ્ય ખાવી જોઇએ.

ભીંડા: એક બાઉલ ભીંડામાં ૪૦ ગ્રામ કેલ્શિયમ હોય છે. ભીંડાને અઠવાડિયામાં બે વખત ખાવાથી દાંત ખરાબ થતા નથી અને હાડકા મજબૂત થાય છે.

Leave a Comment