ટેસ્ટી તૈયાર પેકિંગ જેવી જ આલું સેવ બનાવો હવે ઘરે…. એકદમ સરળ રીતે…

સામગ્રી: બાફેલા બટેટા- 500 ગ્રામ, ચણાનો લોટ- 200 ગ્રામ, મરી પાવડર- 1 ચમચી, મીઠું- સ્વાદાનુસાર, ફુદીનાનો પાવડર- 1 ચમચી, ચાટ મસાલો- જરૂર મુજબ, તેલ- તળવા માટે

રીત:સૌપ્રથમ બાફેલા બટેટાની પેસ્ટ તૈયાર કરી લો. હવે તેમાં થોડો થોડો ચણાનો લોટ ઉમેરતાં જવું અને હળવા હાથે મસળતાં રહેવું. લોટ અને બટેટાને સારી રીતે મસળો અને તેમાં મીઠું અને મરી પાવડર, ફુદીનાનો પાવડર ઉમેરી ફરીથી લોટને મસળો. તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો અને પછી ઝીણી જાળી સાથે સેવના સંચામાં લોટ ભરી દો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં સેવ પાડવી. મધ્યમ આંચ પર સેવ તળવી. સેવને તેલમાંથી બહાર કાઢો એટલે તેમાં તુરંત થોડો ચાટ મસાલો છાંટી દો. તૈયાર છે બહાર જેવી જ ચટપટી આલુ સેવ

Leave a Comment