રજવાડી લસ્સી ઘરે કેવી રીતે બનાવશો જાણી લો બનાવવાની રીત?

દહીં એ સૌથી પ્રથમ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં દહીં તો અચૂક સામેલ કરવું જ જોઈ એ. દહીં માંથી એક બહુ જ સરસ પીણું બને છે લસ્સી. બધા ને બહુ જ ભાવતી હોય છે લસ્સી. લસ્સી બહુ અલગ અલગ રીતે બનાવી શકાય છે. બજાર માં મળતા તૈયાર સરબત નો ઉપયોગ કરી ને લસ્સી બનાવાય છે. પણ એમાં બહુ એસેન્સ અને ખાંડ હોય છે તેથી તે હેલ્થ માટે ફાયદાકારક નથી . જો લસ્સી ઘરે જ બનાવી હોય તો આ રજવાડી લસ્સી જ બનાવી શકાય . બધું ઘર માં હોય એ જ ઉપયોગ માં લેવાય છે. અને બાકી બધી લસ્સી કરતા બહુ જ સ્વાદિષ્ટ હોય છે આ રજવાડી લસ્સી. તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાનું મન કરશે. આ રજવાડી લસ્સી બનાવશો ને તો ઘરમાં  બધા સદસ્યો  બહાર ની લસ્સી ભૂલી જશે. રોજ આવી જ લસ્સી માંગશે. તો આજે જ નોંધી લો આ રજવાડી લસ્સી ની રેસીપી.

રજવાડી લસ્સી બનાવવા માટે જરૂરી સામગ્રી

૨ કપ મલાઈ વાળું મોળું દહીં , ૧/૪ કપ દૂધ , ૧ ચમચી કાજુ ના ટુકડા , ૪-૫ તાંતણા કેસર , ૧ ચમચી બદામ ના ટુકડા , ૧ ટીપું વેનીલા એસેન્સ (ના હોય તો પણ ચાલે) , ૨ ચમચી ખાંડ

રજવાડી લસ્સી બનાવવાની રીત : એક વાસણ માં દૂધ ગરમ કરો દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો . પછી એ ગરમ દૂધ માં કેસર, કાજુ અને બદામ નાખી ને હલાવો અને ૧૫ મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકી દો . હવે દહીં માં ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવો . હવે દહીં માં ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવો . હવે દહીં માં ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવો . હવે દહીં માં ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવો . દહીં જ્યાં સુધી એક રસ ના થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે . પછી તેમાં વેનીલા એસેન્સ અને તૈયાર કરેલું દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો . લસ્સી ને ઠંડી થવા મૂકી દો . ઠંડી લસ્સી ને પીરસો

Leave a Comment