આમળા કરતા પણ વધુ ગુણકારી છે આમળાના બીજનુ ચૂર્ણ

0

આયુર્વેદમાં આમળાને એક દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. વિટામિન સીથી ભરપૂર આંમળાના ફળની સાથે સાથે તેનું બીજ પણ ઘણુ ફાયદાકારક હોય છે. તે લગભગ ૨૦ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ છે.

જે રીતે રોગો સામે લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રીતે આયુર્વેદમા પણ દરરોજ એક આમળાના સેવનથી ૨૦થી વધુ રોગોથી બચવાની વાત કરવામાં આવી છે. આમળામાં વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટની ભરપૂર માત્રા હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, કેરોટિન, કાર્બોહાઈડ્રેટ, આયરન, એયફાઇબર, પ્રોટીન, વિટામિન એબી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, ખનીજ, પોલિફેનોલ્સ અને ડાયયુરટીક એસિડ મળી આવે છે. આમળાના ફળ, ફુલ, બીજ, પાંદડા, છાલ અને મૂળનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. તે આંખો, વાળ અને ત્વચા માટે ઘણુ ફાયદાકારક છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આમળાના બીજ ક્યાં ક્યાં રોગો માટે ફાયદાકારક છે. નાકમાંથી લોહી નીકળવું એટલે કે નસકોરી ફૂટવા પર વહેતા લોહીને રોકવા માટે આમળાના બીજને ઘીમાં તળી લો. પછી તેને થોડા પાણી સાથે પીસી લો. આ પેસ્ટને માથા પર લેપની જેમ લગાવો.

આમળાના બીજનો ઉપયોગ આંખોની સમસ્યા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. આંખોમાં ખંજવાળ, બળતરા, લાલાશની સ્થિતિમાં આમળાના બીજને પીસીને આંખોની ઉપર અને નીચે લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત એક બે ટીપા આમળાનો રસ આંખમાં નાખવાથી આંખના દુખાવામાં પણ આરામ મળે છે.‘એશિયન પેસિફિક જર્નલ ઓફ ટ્રોપિકલ ડીઝીઝ’ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન મુજબ, પીત, કિડની અને મૂત્રાશયમાં પથરીની સમસ્યા થાય ત્યારે આમળાના બીજના ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક છે. પેશાબમાં પથરીને લીધે થતી બળતરાને ઓછી કરવા માટે તેના બીજના ચૂર્ણનું સેવન, આમળાનું જ્યુસ પીવાથી અને આમળા ખાવાથી ફાયદો થાય છે.

આચાર્ય બાલકૃષ્ણના મત મુજબ, લ્યુકોરીયાને મટાડવા માટે તેના સૂકા બીજને પીસીને બનાવવામાં આવેલું ચૂર્ણ અઠવાડિયામાં બે વાર લેવાથી ઘણો ફાયદો થાય છે. ત્યારબાદ ત્રણ આમળાના બીજ લઈને તેને છ ગ્રામ પાણી સાથે પીસી લો. પછી તેને એક ગ્લાસ પાણીમાં સરખી રીતે ભેળવી લો. હવે તેને ગાળીને તેમાં એક નાની ચમચી મધ અને થોડી સાકર ભેળવો. તેને દિવસમાં એક વાર પીવું. થોડા જ દિવસોમાં સફેદ લ્યુકોરીયાની સમસ્યાથી છુટકારો મળી જશે.

આમળાના બીજના ચૂર્ણના ઉપયોગથી ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આમળાના બીજનો પાવડર બનાવીને તેમાં નાળિયેરનું તેલ મેળવીને રાખી લો. શરીરના જે ભાગમાં ચેપ લાગેલો હોય ત્યાં તેને લગાવો, થોડા જ દિવસોમાં સમસ્યા દૂર થઈ જશે. બીજો ઉપાય છે આમળાના બીજને બાળીને તેની રાખ બનાવી લો. હવે આ પાઉડરમાં શુદ્ધ નાળિયેરનું તેલ ભેળવીને બોટલમાં ભરી લો. ભીની કે સુકી કોઈપણ પ્રકારની ખંજવાળ પર લગાવવાથી ઘણી રાહત મળે છે.આમળાના બીજ વીર્યવર્ધક હોય છે. આમળાના ૧૦ ગ્રામ બીજને તડકામાં સૂકવી લો. પછી તેને પીસીને ચૂર્ણ બનાવી લો. હવે તેમાં ૨૦ ગ્રામ સાકરનો પાવડર ભેળવીને રાખી દો. સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાઉડર ભેળવીને પંદર દિવસ સુધી સતત સેવન કરો. તેનાથી સ્વપ્નદોષ, શુક્રમેહ જેવા સારા ફાયદા મળે છે. આયુર્વેદ મુજબ, આમળા ના બીજ તાવ અને પિતને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં તરસ છીપાવવાના ગુણ હોય છે. તે કફમાં પણ ઘણો ફાયદો આપે છે અને શરીરમાં પાણીને દૂર કરીને ઠંડક આપે છે. તેમાં રહેલું તત્વ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાની સાથે ફેફસાને પ્રદૂષણથી બચાવવામાં પણ મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here