Anti-Oxident દવા લેવાની જરૂર નહી પડે કેન્સર, હદયના રોગો માટે શ્રેષ્ઠ ઔષધ

ખાટી-ભીંડી : અંબાડી ખાટી ભીડી ઊષ્ણ કટિબધમા આવેલા લગભગ બધા દેશોમા થતો છોડ છે. ભારતમા તેની ઘણી બધી જાત નોધાયેલી છે પણ તેમાની મોટાભાગની જાતનો ઉપયોગ તેના છોડમાથી શણ જેવા રેસા મેળવી તેમાથી દોરડા, જાડા કાપડ, કોથળા વગેરે માટે થાય છે. વધુ પ્રમાણમા રેસા આપતી જાતો ફળ મેળવવા માટે ખાસ ઉપયોગી નથી પણ ખાટી ભીડી તરીકે ઓળખાતો ફળ પર લાલ પાખડી ધરાવતો છોડ ખોરાક અને વિવિધ બનાવટો માટે ઉપયોગી છે.

ખાટી ભીડી ના પાદડા અને તેના ફળ (જીડવા/ડોડ્વા ) પર આવરણ તરીકે રહેતી માવાદાર લાલ રગની પાખડી ખોરાક અને દવા તરીકે વિશ્વના ઉષ્ણ કટિબધના દેશોમા મોટા પાયે ઉપયોગમા લેવાય છે. તે મૂત્ર વધારનાર અને રેચક ગણાય છે અને તેની પાખડીમા Anti-Oxident Chemicals ના સારા એવા પ્રમાણને કારણે કેન્સર, હદય ના રોગો અને ચેતાતત્રના રોગોમા ઉપયોગી ગણાવાય છે. આ અગેના શસોધનોની માહિતિ ખાસ ઉપલબ્ધ નથી પણ ઉપરના રોગોમા ફાયદાકારક ગણવામા આવે છે. પરતુ Pregnancy and Breastfeeding દરમિયાન લેવુ હિતાવહ નથી.

તેના જીડવા/ડોડવા પર રહેલી માવાદાર પાખડી એકઠી કરી તેમાથી સીરપ, જામ, જેલી વગેરે બનાવી શકાય છે. આમાથી તૈયાર કરેલ શરબત ખૂબ જ લહેજતદાર, ઠડક અને તાજગી આપનારુ હોય છે. પાખડી સૂકવીને સગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ દાળ/શાક વગેરેમા ( આમલી કે કોકમ ના બદલે વપરાય છે ) ઉપયોગ થાય છે.(સંકલન:SARAS:આપણું ગામ)

આફ્રિકાના દેશોમા તેના પાન અને ફળની પાખડીનો ઉપયોગ હર્બલ ટી બનાવવામા મોટા પાયે થાય છે અને તેને તદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી મનાય છે. તેના છોડ્માથી રેસા મેળવી આદિવાસી લોકો મજબૂત દોરડા બનાવે છે જે તેમને રોજગારી પૂરી પાડે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

Leave a Comment