અર્જુન : અર્જુન વૃક્ષની છાલ સફેદ હોય છે . એ હૃદયરોગનું ઉત્તમ ઔષધ છે . જો લોહીનું દબાણ વધારે ઊંચું રહેતું હોય તો અર્જુન – સાદડનો ઉપયોગ કરવો નહિ , કેમ કે એ લોહીનું દબાણ વધારે છે . એની છાલમાં કેલ્શિયમનું પ્રમાણે સારું એવું છે , જેથી એ રક્તસ્ત્રાવને જલદી બંધ કરે છે ,
ગેલું હાડકું જલદી સંધાઈ જાય રક્તસ્ત્રાવમાં અર્જુન અને અરડૂસી ખુબ ઉપયોગી છે . અર્જુનની છાલનું અડધીથી એક ચમચી ચૂર્ણ , ત્રણ ચમચી અરડૂસીનો રસ અને એક એક ચમચી ઘી, મધ અને સાકર મિશ્ર કરી દૂધ સાથે લેવાથી ઉરઃક્ષત – ટીબીની કેવિટી ધીમે ધીમે મટી જાય છે . ખાંસી સાથે કફમાં લોહી પડતું બંધ થાય છે
આ સિવાય એક એક ચમચી અર્જુન , ધી , સાકર , ચાર ચમચી ઘઉંનો લોટ અને જરૂર પૂરતું દુધ લઈ શીરો બનાવી ખાવાથી પણ ઉપરોક્ત લાભ થાય છે . એક ચમચી અર્જુનનું ચૂર્ણ ગોળના પાણી સાથે કે મલાઈ વગરના દૂધ સાથે લેવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે અને આયુષ્ય લંબાય છ.
અંદરની છાલ લાલાશ પડતી , જાડી અને નરમ હોય છે . અર્જુન શીતળ , હૃદય માટે હિતાવહ, ક્ષતક્ષ , વિષ , રક્તવિકા , મેદ, પ્રમેહ તથા ચાંદાં મટાડનાર છે . અર્જુનની છાલનો ક્ષીણપાક હૃદયના રોગોમાં આપવાથી ઉત્તમ લાભ થાય છે . અર્જુનની છાલની ક્યિા કપાયામ્લ તથા ચૂના જેવી થાય છે , રક્તવાહિનીઓનું સંકોચન કરાવતી હોવાથી રક્તભ્રમણ વધે છે તેથી હૃદયની પોષણક્રિયા સારી થાય છે .
એ ઉપરાંત ક્ષય, જ્વર, રક્તપિત્ત, હરસ, રક્તસ્ત્રાવ, મૂત્રાવરોધ વગેરે મટે છે . અર્જુન રસાયન ગુણ ધરાવતું હોવાથી બળપ્રદ અને આયુષ્યપ્રદ છે . પેશાબ સાફ લાવે છે , આથી સોજા આવ્યા હોય તો સવાર – સાંજ લેવાથી ઊતરી જાય છે. ચૂર્ણ લેવું ન ફાવે તો ઉકાળો બનાવીને લઈ શકાય , બજારમાં અર્જુનારિષ્ટ કે અર્જુનાસવ લઈ શકાય. ગુજરાતમાં જેને સાજડ કે સાદડ કહે છે તેને સંસ્કૃતમાં ‘અર્જુન’ કહે છે . એની બહારની છાલ એકદમ લીસી અને સફેદ હોય છે.