ખાવા – પીવાનું મન ન થતું હોય અરુચિ દુર કરવાના 28 નુસખા

અરુચિ : ખાવા – પીવાનું મન ન થતું હોય તો ( ૧ ) દાડમ ખાવાથી કે દાડમના રસમાં મરી , સિંધવ , સંચળ નાખી પીવાથી અથવા સુંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ધીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચિ મટે છે ; ભૂખ ઉઘડે છે .

( ૨ ) લીંબુની બે ફાડ કરી તેની ઉપર સુંઠ , કાળાં મરી અને જીરાનું ચૂર્ણ તથા સિંધવ મેળવીને થોડું ગરમ કરી ચૂસવાથી અરુચિ મટે છે . ( ૩ ) બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી . સવારે સોપારી જેટલો ગોળ તથા થોડું કાળાં મરી અને એલચીનું ચૂર્ણ નાખી પીવું . એનાથી ભૂખ લાગશે અને અરુચિ દૂર થશે . વળી આમલીનું શરબત પીવાથી ગ્રીમમાં લુ લાગતી નથી ,

( ૪ ) ૮૦ ગ્રામ ળિયા કાઢેલી ખજુર , ૧૦ ગ્રામ આમલી ( આમલી ચોળી પાણી કરવું ) , ૫ ગ્રામ દ્રાક્ષ , ૨ ગ્રામ મરચું , ૨ ગ્રામ આદું , જરૂર પુરતું મીઠું અને ૮ ગ્રામ ખાંડ નાખી ચટણી બનાવી ખાવાથી અરુચિ મટે છે અને ભૂખ ઉઘડે છે . ( ૫ ) અડદની દાળ પાણીમાં પલાળી રાખી , વાટી , તેમાં મીઠું , મરી , હિંગ , હું લસણ અને આદું નાખી વડાં કરવાં , તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અરુચિ મટે છે , ( ૬ ) આમલી ઠંડા પાણીમાં પલાળી , મસળી , ગાળી , તેના થોડા પાણીમાં સાકર મેળવી સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી , લવિંગ , મરી અને કપુરનું ચૂર્ણ નાખીને કોગળા કરવાથી અરુચિ મટે છે , અને પિત્તપ્રકોપનું શમન થાય છે .

( ૭ ) લીંબુનું શરબત પીવાથી અરુચિ મટે છે . ( ૮ ) તાજો ફુદીનો , ખારેક , મરી , સિંધવ , ગિ , કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોંમાં રુચિ પેદા થાય છે . ( ૯ ) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી અરુચિ મટે છે .

( ૧૦ ) દાડમનો રસ , સિંધવ અને મપ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે . ( ૧૧ ) ખાટામીમ દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દિવસમાં ૮ ૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે , તાવને લીધે અરુચિ રહેતી હોય તો તે મટે છે અને આંતરડામાં રહેલા દોષોનું શમન થાય છે .

( ૧૨ ) ધાણા , જીરુ , મરી , ફુદીનો , સિંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે , ( ૧૩ ) ધાણા , એલચી અને મરીનું ચૂર્ણ પી અને સાકર સાથે લેવાથી અરુચિ મટે છે , ( ૧૪ ) પાકાં ટામેટાના રસમાં કુદીનો , આદુ , ધાણા અને સિંધવ મેળવી ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચિ પેદા થાય છે . ( ૧૫ ) ટામેટાના કકડા ઉપર સુંઠ અને સિંધવનું ચૂર્ણ ભભરાવી ખાવાથી અગ્નિમાંઘ અને અરુચિ મટે છે , ( ૧૬ ) લસણ , કોથમીર , આદુ , ધોળી દ્રાક્ષ , ખોડ અને સિંધવની ચણી કરીને ખાવાથી અરુચિ મટે છે તથા ખોરાકનું પાચન થાય છે . ( ૧૭ ) સારાં પાકાં લીંબુના ૪00 ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી , ઉકાળી , ચાસણી કરી શરબત બનાવવું , શરબત ગરમ હોય ત્યારે જ ક ૫ ડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું . આ શરબત ૧૫ થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અરુચિ મટે છે .

( ૧૮ ) સુંઠ , મરી , પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણામાં ૪00 ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું . એને પંચામૃત ચાટણ કહે છે . એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર – સાંજ ચાટવાથી અરુચિ મટે છે . ( ૧૯ ) ૨0 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨0 ગ્રામ ઘીમાં શેકવી . શેકાઈને લાલ થાય ત્યારે એમાં 30 ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો . આ અવલેહ સવાર – સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નિમાંઘ , ઉદરવાત , આમવૃદ્ધિ , અરુચિ : અને કફવૃદ્ધિ મટે છે . પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે . ( ૨0 ) કાળી નાની હરડે શેકી પાઉડર કરી સિંધવ સાથે ૧-૧ ચમચી દરરોજ રાતે લેવાથી આહાર પ્રત્યેની અરુચિ દૂર થાય છે . ( ૨૧ ) હરડે , લીંડીપીપર , સુંઠ અને કાળાં મરી સરખા વજને મિશ્ર કરી , એ મિશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી . બબ્બે ગોળી સવાર , બપોર અને સાંજે ચૂસવાથી અજીર્ણી , અરુચિ અને ઉધરસ મટે છે .

( ૨૨ ) જમવાની પાંચેક મિનિટ પહેલાં એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુ નીચોવી એક નાની ચમચી સોડા , બાય – કાર્બ નાખી હલાવીને પી જવાથી ખોરાક પરની અરુચિ મટે છે . જો ગેસની અનિચ્છનીય અસર ન થતી હોય તો ૧ બોટલ તૈયાર સોડામાં લીંબુ નિચોવીને પણ પી શકાય . ( ૨૩ ) સુંઠ , મરી અને સંચળના ચૂર્ણને સાકરમાં મેળવી લીંબુના રસમાં ઘૂંટી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અરુચિ મટે છે . ( ૨૪ ) આમલીના શરબતમાં જીરુ ભભરાવી પીવાથી પાચક સ્ત્રાવો છૂટીને અરુચિ મટે છે . ( ૨૫ ) બિજોરાના કકડા છાંયે સુકવીપ ચૂર્ણ કરી તેમાં સૂંઠ , પીપર અને મરીનું ચૂર્ણ મેળવી ખાવાથી અરુચિ મટે છે . ( ૨૬ ) અરુચિ દૂર કરી ભૂખ વધારવા લીંબુના ફાડિયા પર નમક , મરી , ગંઠોડા અને સંચળ ભભરાવી જરા ગિરમ કરીને ભોજન પહેલાં ચૂસી જવાથી ઉત્તમ લાભ થાય છે . ઊલટી , હેડકી , ચૂંક અને આફરામાં પણ એનાથી લાભ થાય છે . ( ૨૭ ) એક ગ્લાસ જાડી , મોળી છાસમાં પ્રમાણસર રાઈ , જીરું , હિંગ , સુંઠ અને સધવ નાખી પીવાથી ખોરાક પરની અરુચિ મટે છે . ( ૨૮ ) તાજા કમરખની ચીરી પર નમક , સંચળ અને હું ભભરાવી ખાવાથી અરુચિ મટે છે . દાંત અબાઈ જાય જાય એટલા પ્રમાણમાં અને એવી રીતે કમરખ ન ખાવાં .

Leave a Comment