જિમ ગયા વિના વજન ઉતરી જશે કરો આ આસન

વજન ઘટાડવા તો ઘણાં લોકો માંગતા હોય છે, પણ જિમ જઈને પરસેવો પાડવો દરેકના બસની વાત નથી. અમુક લોકો પાસે જિમ જવાનો સમય નથી હોતો, અમુક લોકોને તે પૈસાનો વેડફાટ લાગે છે. પરંતુ અમુક એવી બેઝિક એક્સર્સાઈઝ છે જે કરીને તમે પૈસા ખર્ચ કર્યા વિના, કોઈ પણ મશીનનો ઉપયોગ કર્યા વિના માત્ર 30 દિવસમાં સરળતાથી વજન ઉતારી શકો છો.

સિટ-અપ્સ

સિટ-અપ્સ યોગ્ય રીતે કરવા જરુરી છે, કારણકે જો તમે ખોટી રીતે સિટ અપ્સ કરશો તો તમારી ગરદન અને કરોડરજ્જુના નીચેના ભાગમાં ઈજા થઈ શકે છે. સિટ-અપ્સની મદદથી પેટ અને અંદરની માંસપેશીઓને મજબૂતી મળે છે.

વૉલ સિટ

આ એક્સર્સાઈઝ કરવા માટે તમારે એક દિવાલની મદદ લેવી પડશે. આ એક્સર્સાઈઝની મદદથી પિંડી, ઢીંચણની પાછળની નસ, થાપાની માંસપેશીઓને મજબૂતી મળે છે. સ્પોર્ટ્સમાં હોય તેવા લોકો માટે આ એક્સર્સાઈઝ બેસ્ટ છે.

માઉન્ટેન ક્લાઈમ્બર

માઉન્ટેન ક્લાઈમ્બર એક કમ્પાઉન્ડ એક્સર્સાઈઝ છે, જેનો અર્થ છે કે એક એક્સર્સાઈઝની મદદથી અનેક માંસપેશીઓ અને સાંધાના સમૂહ પર કામ કરવામાં આવે છે. સ્ટ્રેંથ ટ્રેનિંગ સેશન માટે આ પરફેક્ટ એક્સર્સાઈઝ છે. આમાં પ્લેન્ક પોઝિનશનમાં આવીને ઢીંચણને હૃદય પાસે લાવીને ફરીથી પાછા લઈ જવાના હોય છે. બન્ને પગથી 20-25 વાર આમ કરો.

ક્રંચ એક્સર્સાઈઝ

આમ તો ક્રંચની મદદથી શરીરને વધારે પ્રમાણમાં ફેટ ઘટાડવામાં મદદ નથી મળતી, પણ જે લોકો બેલી ફેટ ઘટાડવા માંગતા હોય તેમના માટે ક્રંચ બેસ્ટ એક્સર્સાઈઝ છે. ક્રંચની મદદથી પેટની માંસપેશિય(એબ્સ) ટોન્ડ થાય છે અને માંસપેશીઓ મજબૂત પણ બને છે. આ એક્સર્સાઈઝ કરવા માટે મેટ અથવા કાર્પેટનો ઉપયોગ કરો.

કાફ રેજ

બિયર ક્રૉલ નામની આ એક એક્સર્સાઈઝથી શરીરની ગતિશિલતા, આંતરિક માંસપેશીઓને મજબૂતી મળે છે. આ એક્સર્સાઈઝમાં તમારા શરીરનો દરેક ભાગ- છાતી, પગ, ખભા, ઢીંચણ, હાથ શામેલ થાય છે, જેના કારણે શરીરનું ટોટલ બોડી કોઓર્ડિનેશન સુધરે છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles