આયુર્વેદિક રીતે અનેક રોગોનો ઉપચાર જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો

આયુર્વેદિક રીતે શરીરનું વજન ઘટાડવા ની રીત સવારે ઉઠતા જ એક ગ્લાસ ગરમ પાણી માં અડધું લીંબુ નાખી અડધી ચમચી સિંધાલૂણ મીઠું નાખી પી જાવ બપોર જમવામાં દેશી રાતો કે ભૂખરો ગોળ નો ભરપૂર ઉપયોગ કરો ( સફેદ બિલકુલ નહી ) જમ્યા બાદ કાળા તલ એક મુઠી ખાવા અને જમીને પાણી ન પીવું 1 કલાક જમ્યા પહેલા અને જમ્યા પછી એક કલાક સુધી પાણી ન પીવું . અને જ્યારે પણ પાણી પીવો તો ગરમ કરીને જમીન પર નીચે બેસી અને ઘૂંટડે ઘૂંટડે પીવું . બસ આટલો ફેરફાર કરતા એક મહિના માં ફેર દેખાશે પોતાનું શરીર હળવું લાગવા માંડશે .

તંદુરસ્ત રહેવાની બેસ્ટ ટીપ્સ : સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઇ લેવું એક સાથે વધુ ન જમવું . ચા , કોફી અને કોલ્ડ્રીક્સ શક્ય હોય એટલા ઓછા કરવા . આખા દિવસમાં ચાર વારથી વધુ ના જમવું , શક્ય હોય તો થોડા થોડા સમયે થોડો આહર લેવો દરરોજ રાત્રે અમૃત સમાન ગુણકારી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું .

વાયુની તકલીફ દૂર કરવા માટેની બેસ્ટ ટિપ્સ વાયુની તકલીફ ન થાય તે માટે મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું . લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી લેવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે . ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી . અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે . ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે . પેટનો વાયુ અને ગોળો મટે છે . ” અજમો , સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી વાયુ મટે છે . જીરાના પાઉડર સાથે અલ્પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુ દૂર થાય છે .

સિંધા નમક ના ફાયદા આયોડીન , પોટેશિયમ , મેગ્નેશિયમ , ફોસ્ફરસ જેવા ૯૮ પ્રકારના તત્વો આવે છે તેથી શરીરના દરેક પાર્ટસ ને ફાયદો કરે છે . – છાતીમાં બળતરા , હાર્ટએટેક , બ્લોકેજ વગેરે પ્રકાર ના રોગોમાં ફાયદો કરે છે . – આયુર્વેદ ઉપચારમાં સિંધા નમક એક જડીબુટી માનવામાં આવે છે . વજન ઘટાડવામાં ફાયદો કરે છે . – ચામડીના દરેક રોગોમાં દવા જેવો ફાયદો કરે છે . અને ચામડીને ચમકીલી બનાવે છે . દરેક પ્રકારના સાંધા ના દુઃખાવા મટાડે છે . શ્વાસ , દમ , કફ વગેરે બીમારીઓથી બચાવે છે . – દાંતના દરેક રોગોમાં ફાયદાકારક છે . ટેન્સન હળવું કરી મગજને તેજ બનાવે છે . – કોલેસ્ટ્રોલ ઘટાડે છે . આ ઉપયોગી માહિતી શેર કરવા વિનંતી

એડીનો દુખાવો છે , તો આ ઘરેલુ ઉપાયો લોકોની એડીઓમાં દુખાવો રહેવાની ફરીયાદ રહે છે , ત્યારે એડીઓમાં દુખાવો મટાડવાના કેટલાક ઘરેલુ ઉપાયો પણ છે . આદુનો ઉકાળો એડીયોના દુખાવામાં રાહત આપે છે . જેને પીવાથી સોજામાં રાહત મળે છે . લવિંગમાં દર્દ નિવારક તત્વ છે . જેથી લવિંગ તેલની માલિશથી એડીના દુખાવામાં રાહત મળે છે . હળદરમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ છે . જે સોજાને ઓછો કરે છે . હળદરવાળુ દૂધ દુખાવાથી છૂટકારો આપે છે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment