ઉપયોગમાં આવે તેવી ૨૬ ઘરગથ્થું ટીપ્સ

(1) તમારા હાથને સુંદર બનાવવા માંગો છો, વાળને શિલ્કી અને ઘટાદાર બનાવવા માટે, ખીલ તમારો પીછો નથી મૂકતા ખીલથી કંટાળી ગયા છો, કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી નીકળે અને ખુબ બળે છે (2) તમે રબડીની મીઠાઈ ઘરે બનાવો છો અને ર્બ્દ્દીને ઘટ્ટ બનાવવા માટે રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી આથી રબડી ઘટ્ટ પણ બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે (3) તમે કોઈ marrige function માં ગયા હોય અને લીપસ્ટીક જમતી વખતે ભૂંસાઈ જાય છે તો લીપ્સ્ટીક વધારે સમય સુધી ટકી રહે એ માટે ફક્ત આટલું કરો લિપસ્ટિક લગાડયા બાદ હોંઠ પર બરફનો ટુકડો ઘસવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ભુંસાશે નહીં (4) રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે

(5) પાલક તથા ગાજર ઉકાલેલા પાણીને ફેંકી ન દેતાં તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે અને ચહેરો નીખરી ઉઠે છે (6) કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા (7) બરફના ટુકડાને મિક્સરમાં ક્રશ કરતી વખતે થોડું પાણી નાખવાથી સરળતાથી ક્રશ થશે (8) ખીલ તમારો પીછો નથી મૂકતા ખીલથી કંટાળી ગયા છો તો પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છૂટકારો મળે છે

(9) તમારા વાળને શિલ્કી બનાવવા અને ઘટાદાર બનાવવા માટે ફક્ત આટલું કરો દહીંમાં મરીનો ભુક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટ્ટા થાય છે (10) તમારા હોઠ વારંવાર ફાટી જાય છે અને ખુબ દુખાવો થતો હોય તો હોંઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું જોઈએ આમ કરવાથી તમારા હોઠ ફાટશે નહિ

(11) તમારા હાથને સુંદર બનાવવા માંગો છો, હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો આમ કરવાથી તમારા હાથ ખુબ સુંદર દેખાવા લાગશે (12) તમારી ત્વચાને નિખારવા માટે ઘરે ફક્ત આટલું કરો મોંઘી પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.

(13) કાંદા સમારતી વખતે આંખમાંથી ખુબ પાણી નીકળે છે પરંતુ આ ઉપાય કરશો તો કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી નહી નીકળે કાંદાને છોલી એક પાણી ભરેલા વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં થોડી વાર રાખવું. ઠંડું પડયા પછી સમારવાથી આંખમાંથી પાણી નહીં આવે (14) કાંદા સમારતી વખતે આંખમાંથી ખુબ પાણી નીકળે છે પરંતુ આ ઉપાય કરશો તો કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી નહી નીકળે કાંદાને છોલી એક પાણી ભરેલા વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં થોડી વાર રાખવું. ઠંડું પડયા પછી સમારવાથી આંખમાંથી પાણી નહીં આવે (15) મીઠું ભેળવેલ પાણીમાં નાળિયેરની વાડકી રાખી નિયમિત આ પાણી બદલવાથી નાળિયેર લાંબા સમય સુધી તાજું રાખી શકાય છે (16) સિન્કની પાઇપ ચોકઅપ થઇ ગઇ હોય તો અડધો કપ વિનેગાર રાતના પાઇપમાં રેડી દેવો સવારે બે-ત્રણ કપ ગરમ-ગરમ પાણી તેમાં રેડવાથી કચરો પાઇપ વાટે નીચે ઊતરી જશે

(17) જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા(વ્હાઇટ વિનેગાર)માં વેજીટેબલ ઓઇલ ભેળવી, પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાંથી હળવે-હળવે રગડવું.(18) એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે (19) માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવીઆ થી તમને માસિક દરમિયાન દુખાવામાં રાહત મળશે (20) નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો આથી બાળકને પેટમાં વિત નહિ આવે (21) ત્રણ ચમચા ટામેટાના રસમાં એક ચમચો ચંદન પાવડર અને એક ચમચો મુલતાની માટી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ઠંડા પાણીથી ધોઇ નાખવું. ત્વચા સ્નિગ્ધ અને ચમકીલી થશે

(22) ચોખાની ખીરમાં જાવંત્રી નાખવાથી ખીર વધુ સ્વાદિષ્ટ થાય છે.  કાંસકો સાફ કરવા માટે જૂનું ટૂથબ્રશ  કાંસકો સાફ કરવાના ઉપયોગમાં લેવું (23) તમારી ત્વચાને નરમ બનાવવા મોઘી પ્રોડકટ વાપરવાનું બંધ કરી ત્વચાને નરમ બનાવવા કોટનને દૂધમાં ભીંજવી  ચહેરા પર થપથપાવવું.અને અડધો કલાક સુધી રહેવા દઇ પાણીથી ચહેરો ધોઇ નાખવો. (24) કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી (25) ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો (26) જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો

Leave a Comment