એક દિવસ એવો આવશે કે જગતભરમાંથી કેળા નાબૂદ થઈ જશે આ છે તેની પાછળનું કારણ વાંચો અને શેર કરોX

એક દિવસ એવો આવશે કે જગતભરમાંથી કેળા નાબૂદ થઈ જશે આ છે તેની પાછળનું કારણ વાંચો અને શેર કરો

જગતભરમાંથી કેળાં અદ્રશ્ય થઈ જશે?

હોટલાઈન – ભાલચંદ્ર જાની GUJARAT SAMACHAR

વનસ્પતિ શાસ્ત્રમાં કેળાંંની BANANA ઓળખ મુસા તરીકે થાય છે. કેળનો છોડ ‘મુસાળિયા’ વનસ્પતિ પરિવારનો સભ્ય ગણાય છે. હિન્દી પારસી અને ઉર્દૂમાં તેને ‘કેલા’કહે છે

દરેક ઋતુમાં ચોક્કસ ફળનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે એ ફ્રુટ સિઝનલ (મોસમી) હોય છે. જેમ કે ઉનાળામાં કેરીનું મહત્ત્વ વધારે હોય તો શિયાળામાં સફરજન વધુ ખવાય, પરંતુ કેળાંં એક એવું ફળ છે જે બારે મહિના ઉપલબ્ધ થાય છે અને બધા દિવસોમાં ખવાય છે. તેમાંય શ્રાવણ મહિનામાં તો કેળાંનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આમ પણ કેળાંં  સર્વ ફળોમાં ઉત્તમ, સોંઘુ અને સુલભ ફળ છે. …..

એકલા મુંબઈ શહેરમાં રોજ ૪૦ 40 લાખ કેળાંં ખવાય છે. અનેક ઘરોમાં કેળાંં રોજિંદા આહારમાં સ્થાન પામ્યા છે. ભારતમાં કેળાંનું વાર્ષિક ઉત્પાદન ૨.૯૨  કરોડ ટન છે. વિશ્વની કુલ ઉપજના ૨૫ ટકા કેળાં એકલા ભારતમાં થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે દેશમાં પાકેલા બધા કેળાં ભારતીયો ખાઈ જાય છે NO નિકાસ કરતા નથી…..

ડેવિસમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક આયોનિસ સ્ટેર્જિયોપોલોસના જણાવ્યા અનુસાર કેળાંની ત્રણ માંથી બે બિમારીઓ વાઇરલ થઇ ચુકી છે.કારણ કે આ રોગોએ કેળાંની અંદરના પોષકતત્વોનો ઉપયોગ કરીને પ્રતિરોધકક્ષમતા મેળવી લીધી છે…..

આ બાબતે આજ સુધી કોઇનું ધ્યાન ગયું ન હતું આથી વૈજ્ઞાાનિકો અને સંશોધકો સફાળા જાગ્યા છે. કેળાંનો ફળાહાર  તરીકે  ૧૨૦થી પણ વધુ દેશોમાં ઉપયોગ થાય છે…..

 કેળાંના રોગો પર ધ્યાન આપવામાં નહી આવે તો કેળાંની ખેતી કરતા દુનિયાના કરોડો ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા લાખો લોકો બેકાર બની જશે. સિંગાટોકા નામની આવતી એક બિમારીના લીધે આમ પણ કેળાંનું ઉત્પાદન સતત ઘટતું જાય છે. ….

આપણા દેશમાં પ્રાચીન કાળથી કેળાંં ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ વિદૂરજીને ઘેર પધાર્યા ત્યારે વિદૂરપત્નીએ ભગવાનને ફળાહાર માટે કેળાંં ધર્યા હતા. આજે પણ હિન્દુ દેવી-દેવતાઓને ચરણે ધરવામાં આવતાં ફળોમાં કેળાંં સૌથી વધુ દેખાય છે. મંદિરના પૂજારી પાકાં કેળાંમાં અગરબત્તી ખોસીને પૂજાવિધિ કરે છે…..

કેળાંનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. એલેકઝાંડરની સેના સિન્ધુ નદી તરફ કૂચ કરી આવતી હતી ત્યારે તેમણે માર્ગમાં પહેલી વાર કેળાંનો સ્વાદ ચાખ્યો અને તેઓ દંગ રહી ગયા. સ્વદેશ પાછા ફર્યા ત્યારે કેળાંંની લૂમો તેઓ સાથે લઈ ગયા હતા. એ વાતને ચોક્કસ સમર્થન તો નથી મળતું, પરંતુ ભારત અને શ્રીલંકામાંથી કેળાંં મલેશિયા, થાઇલેન્ડ તરફ ગયાં. તેવી જ રીતે આરબ વેપારીઓ આ ફળને ઉત્તર અને પૂર્વ આફ્રિકા સુધી લઈ ગયા એમ કહેવાય છે. પડછંદ પુરુષના હાથના જાડા આંગળાને અરેબિક ભાષામાં ‘બનાન’ કહે છે અને આ રીતે કેળું પૂર્વ આફ્રિકામાં ‘બનાના’ તરીકે ઓળખાતું થયું…..

એવું કહેવાય છે કે ૧૪૦૨ની સાલમાં ગુલામોની શોધમાં ભારત આવેલા કેટલાક વલંદા વેપારીઓ ગોવા અને કોચીન બંદરેથી કેળાંંની લૂમ લઈ ગયા અને કેનેરી ટાપુઓ પર તેમણે કેળાંનું વાવેતર કરાવ્યું. ૧૫૧૬માં થોમસ ડી’ બલેગાસ નામનો પાદરી કેળાંંને કેરેબિયન ટાપુ પર લઈ ગયો. આમ ધીરે ધીરે કેળાંનું વાવેતર સમગ્ર આફ્રિકા ખંડ તથા દક્ષિણ અને મધ્ય અમેરિકાના દરેક રાજ્યમાં પ્રસરી ગયું. મધ્ય અમેરિકામાં કેળાંંની બોલબાલા વધારવા માટે જે એકમાત્ર કંપનીને જવાબદાર ગણી શકાય તેનું નામ છે……….

૧૮૬૦ સુધી કેળાંં મુખ્યત્વે ઉષ્ણ કટિબંધવાળા પ્રદેશોમાં જ ખવાતાં હતાં. એ સમયે યુરો-અમેરિકાના કેટલાક વેપારીઓને એવો તુક્કો સૂઝ્યો કે આ નવા પ્રકારના ફળની જથ્થાબંધ નિકાસ કરી હોય તો મબલખ કમાણી થાય. આ વિચાર પરથી તેમણે આફ્રિકન દેશો અને લેટિન અમેરિકામાં ઠેરઠેર પ્લાન્ટેશનો સ્થાપ્યાં અને યુરોપ-અમેરિકામાં કેળાંંની નિકાસ શરૂ કરી. ….

‘યુનાઇટેડ ફ્રૂટ કંપની’ હાલમાં ‘ચિકિતા’ના નામે વધુ ઓળખાતી આ કંપનીએ કેળાંંનું વાવેતર વધારીને મધ્ય તથા દક્ષિણ અમેરિકાના અનેક દેશોના અર્થતંત્ર પર પકડ જમાવી છે. મધ્ય અમેરિકામાં હોન્ડુરાસ નામના દેશનું આખું અર્થતંત્ર કેળાંં પર નભે છે. વર્ષે આશરે ૪૦૦ કરોડ રૂપિયાનાં કેળાંંની નિકાસ કરીને હોન્ડુરાસ સરકાર કેળાંંની વધુ ને વધુ ઉપજ થાય તે માટે પ્રયત્નશીલ છે………

અત્યારે વિશ્વમાં સૌથી વધુ કેળાંં જર્મનીમાં ખવાય છે. ત્યાં માણસદીઠ વાર્ષિક ૩૧ કિલો કેળાંં ખવાય છે. અનેક જર્મન ડોક્ટરો જોરશોરથી એવો પ્રચાર કરે છે કે સફરજન કરતાં કેળું ત્રણ ગણું વધુ પોષક છે. આપણે ત્યાં ઘણા એવી માન્યતા ધરાવે છે કે કેળાંં ખાવાથી શરદી થાય. યુરોપમાં પણ ઘણા એવા ભ્રમમાં રાચે છે કે કેળાંં ખાવાથી કબજિયાત થાય છે. ..ન્યુટ્રિશનિસ્ટો આ બન્ને વાતને ખોટી ઠેરવતાં કહે છે કે કેળાંં તો પાચનક્રિયાને સુધારે છે…..

વૈદો અને પોષણશાસ્ત્રીઓ એમ કહે છે કે દૂધ અને કેળાંં ભેગાં ખાવાં સૌથી ઉત્તમ છે. દૂધમાં ચરબી છે જે કેળાંની અંદર રહેલા વિટામિનને સારી પેઠે ઓગાળે છે. આમ દૂધ-કેળાંં સ્વાસ્થ્ય માટે સારા ગણાય. તેનાથી શરીરનું વજન વધે છે. એક મહિનો નિયમિત દિવસમાં બે કેળાંં ખાવ અને પછી જુઓ કે શરીરમાં કોઈ તફાવત લાગે છે કે નહીં…..

…હવે તો આધુનિક તબીબી શાસ્ત્ર પણ કેળાંમાં ઉત્તમ ઔષધ તત્ત્વ હોવાનું સ્વીકારે છે. ભાભા અણુસંશોધન કેન્દ્રના રેડિયેશન બાયોલોજી વિભાગના વિજ્ઞાાનીઓએ એવો અહેવાલ પ્રગટ કર્યો છે કે કેળાંંની છાલમાં રહેવું એન્ઝાઇમ કિડનીમાં પથરી થતી અટકાવે છે. …

શરીરમાંના પ્રવાહીમાં કેલ્શિયમ ઓક્સલેટનું પ્રમાણ વધી જાય ત્યારે આ ઘટક કિડનીમાં એકત્ર થઈને ગઠ્ઠો બની જતાં પથરી થાય છે. સંશોધન પરથી હવે એ સિદ્ધ થયું છે કે કેળાંંની છાલમાં એન્ઝાઇમ  ઓક્સલેટ ઓક્સિડેઝનું કામ કરીને કિડનીમાં વધી પડેલાં ઓક્સલેટને પિગાળી નાખે છે. અત્યાર સુધી પ્રાણીઓ પર કરેલા પ્રયોગથી કેળાંંની છાલના આ ઘટકો અસરકારક હોવાનું સાબિત થયું છે. ….

જર્મનીમાં કેટલાક નેચરોપથ કેળાંંનો ગર, મધ અને એલચી ભેગી કરીને બનાવેલો માવો ‘હેલ્થ ફૂડ’ તરીકે વેચે છે. આમેય પાશ્ચાત્ય દેશોના મૂડીવાદે કેળાંંના વેપારમાં પણ અવનવા ચીલા પાડયા છે. આપણે ત્યાં કેળાંં ડઝનના હિસાબે વેચાય છે. વડોદરા-અમદાવાદમાં કેટલીક વખારમાં કેળાંં કિલોના હિસાબે વેચાય છે. …

પરંતુ યુરોપ-અમેરિકામાં દુકાનવાળો કેળાં નંગના ધોરણે વેચે છે. દરેક કેળું છૂટંુ હોય છે તથા પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ ધરાવતું હોય છે અને વિક્રેતા કે પ્લાન્ટેશનના લેબલ સાથે વેચાય છે. જગમશહૂર કંપની ચિકિતા તો તેની બ્રાન્ડનામવાળાં લેબલ લગાવી ચુસ્ત કાચની બરણીમાં કેળાંં વેચે છે!

….આજે કેળાંના વિશ્વવેપારમાં સૌથી મોટો હિસ્સો અમેરિકા તથા બ્રિટનની કેટલીક કંપનીઓનો છે, જે આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોમાં કેળાંંના જબરદસ્ત મોટાં પ્લાન્ટેશનો ધરાવે છે. જુદા જુદા દેશોમાં કેળાંં સમયસર પહોંચતાં કરવા તેઓ પોતાની સ્ટીમશિપ કંપનીઓ પણ ધરાવે છે.

આ કંપનીઓ કેળાંંના વેપાર થકી જે તે દેશના અર્થતંત્રને પોતાની ઇચ્છા મુજબ મરોડતી હોવાથી ૧૯૭૪માં કેળાંં ઉગાડનારા દેશોએ એક સંગઠન રચ્યું જે ‘યુનિયન ઓફ બનાના એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ’ તરીકે ઓળખાય છે. આ સંગઠન અસ્તિત્વમાં આવ્યા પછી કેળાંની વાડીમાં કામ કરતા મજદૂરોની હાલત સુધરી છે, સાથે કેળાંનું ઉત્પાદન પણ વધ્યું છે…..

સૌ પ્રથમ મલેશિયા અને ઇંડોનેશિયામાં આ પ્રકારની ફંગસ જોવા મળી હતી અને બાદમાં તે ચીનમાં પણ ફેલાઈ હતી. આ ફંગસ ઝાડના મૂળમાં ફેલાઈને નસોને બ્લોક કરે છે જેથી ઝાડ મૃત્યુ પામે છે. ૨૦૧૩ની સાલમાં આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં આ બીમારી ફેલાઈ હતી અને હવે તે દક્ષિણ અમેરિકામાં ફેલાઈ રહી છે. દક્ષિણ અમેરિકામાં કેળાંનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને કેળાંની કૈવેંડિશ પ્રજાતિ પર સંકટ તોળાઈ રહ્યું છે…..

સંક્રમણના ખતરાનો સામનો કરવા માટે વિવિધ દેશના વૈજ્ઞાાનિકોને એકઠા કરવામાં આવ્યા છે તથા પોલીસ અને સેનાની મદદ લેવા તૈયારીઓ કરી દેવાઈ છે.  કોલંબિયા  વર્ષે  ૯૦ કરોડ ડોલરનાં  કેળાંની  નિકાસ કરે છે. પરંતુ ત્યાં પણ કેળાંનું  ઉત્પાદન ખતરામાં છે. કોલંબિયા સરકારે તો પોલીસ અને લશ્કરને પણ  કેળાં બચાવ અભિયાનમાં જોતરી  દીધા છે. કેળાંના નિકાસકારોમાં બીજા નંબરે  આવતો બોગાટા  દેશે તો તેની  એગ્રિકલ્ચરલ  યુનિવર્સિટીને કેળાંની  ફસલને નષ્ટ  થતી  બચાવવા  સંશોધન  કરવા કહ્યું  છે.

કેળાંના વૃક્ષને કેળ કહે છે. નાળિયેરના ઝાડને જો કલ્પવૃક્ષ કહી શકાય તો કેળાંના ઝાડને પણ આ ઉપમા આપી શકાય. મોટા પોપટી-લીલાં પાંદડાંવાળું કેળાંંના વૃક્ષનું થડ પાણી ભરેલાં ધોળાં અને લીલાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેના થડનો પૂજાવિધિમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને કેળના નાના સ્તંભ સત્યાનારાયણની કથામાં ખૂબ જ આવશ્યક ગણાય છે……

કેળાંંના વૃક્ષની વિશિષ્ટતા એ છે કે એ વર્ષાયુ વનસ્પતિ છે અને તે એક જ વાર ફળે છે. તેના ફૂલને ડોડો કહે છે, જ્યારે કેળાંં દાંડીને છેડે ઊગે છે. કેળનો છોડ અઢી મીટરથી નવ મીટર ઊંચો ઊગે છે. છતાં તેને ખરા અર્થમાં વૃક્ષ ન કહી શકાય, કારણ કે આ એક એવી વનસ્પતિ છે જે લાકડું આપતી નથી. ગમે તેવા મોટા કેળ વૃક્ષને પણ એક ઝાટકે તોડી પાડી શકાય. સૌથી વધુ કેળાંં (૭૫ લાખ ટન) ઉગાડનાર બ્રાઝિલમાં આદિવાસીઓ કેળનાં પાન ઝંૂપડી પર છાપરું બનાવવા, બાસ્કેટ અને ચટાઈ બનાવવા ઉપયોગમાં લે છે. ….

આટલું જાણ્યા પછી એવું લાગે છે કે કેવું મૂળ ભારતની પેદાશ હોવા છતાં આપણે તેને યોગ્ય સ્થાન નથી આપ્યું. સામૂહિક રીતે કંઈ મહત્તા ન મળે તો કંઈ નહીં, વ્યક્તિગત રીતે દરેકે કેળાંના ગુણદોષ ખ્યાલમાં રાખીને તેનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ…..

Leave a Comment