બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય તો ઘરે બનાવો બાસુંદી શીખી લો રેસીપી

બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો.

બાસુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • દૂધ – 2 લિટર
  • ખાંડ – 150 ગ્રામ
  • ચારોળી- 25 ગ્રામ
  • લીલી ઈલાયચી – 1/2 ટેબલસ્પૂન

બનાવવાની રીત:

  • એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો.
  • તેને ઘટ્ટ થવા દો. તેને સતત હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય.
  • તેમાં ચારોળીના દાણા અને ખાંડ ઉમેરો.
  • 10 મિનીટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો.
  • તેમાં લીલા ઈલાયચીનો પાવડર નાંખો.
  • થોડી વાર ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

Leave a Comment