શિયાળાની સિજન માં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે આથી શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ જેથી તમારું શરીર તંદુરસ્ત રહેશે અને તમે બીમાર નહીં પાડો આજે આપણે લીલી પાનની ભાજી આટલે કે મૂળાની ભાજી, પાલકની ભાજી અને મેથીની ભાજીનું ટેસ્ટી શાકની રેસીપી શીખીશું આ બધી ભાજી જેને નહીં ભાવતી હોય એ પણ આ રીતથી ભાજીનું શાક બનાવશો તો હોંશે હોંશે ખાશે તેમજ ફાયદા પણ ભરપૂર માત્રામાં મળશે
મૂળાની ભાજી રેસીપી | mulani bhaji recipe | mulani bhaji bnavvani rit | bhaji recipe | મૂળાની ભાજી બનાવવાની રીત | ભાજી બનાવવાની રીત | mula Bhaji Recipe In Gujarati
મૂળાની ભાજી બનાવવા જરૂરી સામગ્રી:
- ૩૦૦ ગ્રામ મુળા ની ભાજી
- ૨ ટીસ્પૂન ઘઉં નો કરકરો લોટ
- ૧/૨ ટીસ્પૂન મોણ માટે તેલ
- ૨ ટીસ્પૂન તેલ
- ૧/૨ ટી સ્પૂન જીરું
- ચપટી હિંગ
- ૧ ટી સ્પૂન સમારેલું લસણ
- ૨ નંગ સમારેલા લીલા મરચા
- ૧/૨ ટી સ્પૂન હળદર
- ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
- ૧/૨ ટી સ્પૂન ધાણાજીરું
- મીઠું સ્વાદ અનુસાર
મૂળાની ભાજી બનાવવાની રીત | મૂળાની ભાજી રેસીપી | mulani bhaji recipe | mulani bhaji bnavvani rit | bhaji recipe | મૂળાની ભાજી બનાવવાની રીત | ભાજી બનાવવાની રીત
સૌથી પહેલા મુળા ની ભાજી ને સમારી લો ત્યારબાદ ધોઈને કોરી કરી લો હવે એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, હિંગ, વાટેલું લસણ નાખો સમારેલા લીલાં મરચાં, હળદર અને ભાજીને વઘારી લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરચું,ધાણાજીરું નાખીને ચડવા દો ઘઉંના કરકરા લોટમાં તેલનું મોણ નાખીને બરાબર મોઈલો અને ભાજી નેવું ટકા ચઢવા આવે ત્યારે તેમાં ઉમેરી દો. ૨ થી ૩ મિનિટ સુધી ભાજી ને ચઢવા દો, શાક તૈયાર થાય એટલે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
પાલકની ભાજી રેસીપી | mulani bhaji recipe | palak bhaji bnavvani rit | bhaji recipe | પાલકની ભાજી બનાવવાની રીત | ભાજી બનાવવાની રીત
પાલકની ભાજી નું શાક બનાવવાની રીત | પાલકની ભાજી | પાલકનું શાક | પાલકનું લોટ નાખીને શાક | પાલકના શાકની રેસીપી | પાલક ભાજીની રેસીપી | palkni bhaji bnavvani rit | palak ni sabji | Palak Bhaji Recipe In Gujarati
પાલકની ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- 1 જુડી પાલક
- 2 ચમચી તેલ
- 1 નંગ ટામેટું
- 1/4 ચમચી હિંગ
- 10 કળી લસણ
- 1/2 ચમચી રાઈ
- 1/2 ચમચી લાલ મરચું પાઉડર
- 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
- 1/2 ચમચી હળદર
- 2 ચમચી કોથમીર
- મીઠું સ્વાદ મુજબ
સૌપ્રથમ ભાજી ને ધોઈ અને સમારી લો હવે એક તપેલામાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં ઉમેરી દો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરી દો. પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બે મિનિટ સુધી સાંતળો પછી બધા મસાલા ઉમેરી સમારેલી પાલક ઉમેરી ફરીથી પાંચ મિનિટ સુધી પકાવો . ધાણા જીરું પાઉડર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે
મેથીની ભાજી બનાવવાની રીત | methi ni bhaji | મેથી ના ફાયદા | મેથી ના ગેરફાયદા | મેથીની ભાજીનું | મેથી ની ભાજી | methi ni bhaji | methi ni bhaji in english name | methi ni bhaji recipe | methi ni bhaji nu shaak | methi ni bhaji ni sabji | મેથી ની ભાજી નું લોટ વાળુ શાક | Methi Bhaji Besan Sabji Recipe In Gujarati
મેથીની ભાજી બનાવવા જરૂરી સામગ્રી :
- 1 જુડી મેથી ની ભાજી
- 3 ચમચી તેલ
- 1 નંગ ટામેટું
- 4-5 કળી લસણ
- 1/4 ચમચી ધાણાજીરું
- 1/2 ચમચી હળદર
- 1/4 ચમચી રાઈ જીરું
- 1 ચપટી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- 1/4 કપ પાણી
- 1/4 ચમચી મરચું પાઉડર
- 1/4 કપ બેસન નો શેકેલો લોટ
- 1 ચમચી તેલ
મેથીની ભાજી બનાવવાની રીત : સૌ પ્રથમ મેથીની ભાજી ને સાફ કરી સમારી લેવી.તેને ધોઈ ને નિતારી લેવી.કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું હિંગ તતડે એટલે ટામેટું અને લસણ ઉમેરી દેવા.ટામેટું નરમ પડે પછી મેથી ની ભાજી ઉમેરવી. હવે મીઠું અને હળદર એડ કરી 2 મિનિટ સાંતળવું.પછી પાણી એડ કરી ઢાંકી ને ચડવા દેવું. મરચું,ધાણાજીરૂ ઉમેરી ને 2-3 મિનિટ પછી શેકેલા બેસન માં 1 ચમચી તેલ ઉમેરી હાથેથી મિક્સ કરી ને મેથી ના શાક માં ઉમેરી દેવું. લોટ માં તેલ ઉમેરવા થી ગઠા નહિ પડે. લોટ ઉમેર્યા બાદ થોડું ચડવા દેવુ પછી ઉતારી લો.તૈયાર છે મેથી નું લોટ વાળુ શાક.તેને સર્વ કર્યું છે.