June 20, 2021

ફક્ત 1 મીનીટનો સમય કાઢો આ આસન માટે પેટની ચરબી ફટાફટ ઉતરી જશે

Spread the love

ભૂજંગાસન ફકત ૧ મીનીટમાં અદભૂત શકિત પેટની ચરબી ઉતારવાની સરળ પ્રેકટીશ છે .ગમે તે ખોરાક ખાવ , પણ ૧ મીનીટ આ આસન માટે ફાળવશો .( સવારના કરશો . ) ફકત ૧ મીનીટમાં મને અદભૂત શક્તિ જોવા મળી શ્વાસમાં રીધમ , કમરમાં લચીલાપણુ , પેટમાં તથા ગેસ – વાયુમાં રાહત મળી .આંતરડાની શક્તિમાં વધારો જોવા મલ્યો .રોજ સવારે ઉઠીને તરત કરવું .( બંન્ને ભાગ અડધી – અડધી મીનીટ ) નાના બાળકોને અત્યારથી જ આ આસન કરાવો .દેશને તંદુરસ્ત બનાવો.

સાવધાની : જેમની કરોડ અક્કડ હોય તેણે સહેલાઈથી વાળી શકાય તેટલી જ વાળવી . પરાણે જોર કરીને કે આંચકા મારીને વધારે વાળવાનો પ્રયત્ન હરગીઝ ન કરવો , અભ્યાસથી જેમ જેમ કરોડ સ્થિતિસ્થાપક થતી જશે તેમ તેમ વધારે વળાશે . ઉત્સાહમાં આવીને ઉતાવળ ન કરવી . આ આસન કરતા પીઠમાં દુખાવો થઈ આવે તો અતિશયતા થઈ છે , એમ જાણી એકાદ બે દિવસ આરામ કરી દુખાવો મટે પછી સાવચેતીપૂર્વક ફરી શરૂ કરવું . સામાન્ય રીતે કોઈ પણ આસન પછી દુખાવો કે બેચેની ન થવાં જોઈએ પણ ઉત્સાહ અને સ્ફર્તિનો અનુભવ થવો જોઈએ

બરડાની માંસપેશીઓ કરોડના ગરદનના ભાગમાં આવેલ વિવિધ સ્નાયુઓ , ઉદર અને ઉરગુહાના સ્નાયુઓ ખેંચાવાથી સ્નાયુઓ તથા કરોડના બે અંકોડા વચ્ચેથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ વધારે સક્રિય અને બળવત્તર બને છે . પરિણામે દેહવિન્યાસ સુધારે છે ને કરોડ વધુ સ્થિતિસ્થાપક બને છે . પેટના સ્નાયુઓ ( Recti Muscles ) ખેંચાવાથી ત્યાંના અવયવો વ્યવસ્થિત કાર્યશીલ બને છે . • જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય ( Fladtulence ) તો આ આસનથી અટકે છે . ઉદરગુહામાંનું દબાણ ( Intra abdominal pressure ) વધવાને પરિણામે કબજિયાત મટે છે . ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે . ફેફસાંને પ્રશ્વાસ વખતે પૂરેપૂરા વિકસવાનો અવકાશ મળવાથી શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે . ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટ આવે છે અને બહેનોને માસિક સંબંધી ફરિયાદો દૂર થાય છે .

અતિ શ્રમ અને થાકને કારણે થતો બરડાનો દુખાવો ભુજંગાસનના અભ્યાસથી મટે છે . મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે . • કફ , પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે . . .

સાવધાની : જેમની કરોડ અક્કડ હોય તેણે સહેલાઈથી વાળી શકાય તેટલી જ વાળવી . પરાણે જોર કરીને કે આંચકા મારીને વધારે વાળવાનો પ્રયત્ન હરગીઝ ન કરવો , અભ્યાસથી જેમ જેમ કરોડ સ્થિતિસ્થાપક થતી જશે તેમ તેમ વધારે વળાશે . ઉત્સાહમાં આવીને ઉતાવળ ન કરવી . આ આસન કરતા પીઠમાં દુખાવો થઈ આવે તો અતિશયતા થઈ છે , એમ જાણી એકાદ બે દિવસ આરામ કરી દુખાવો મટે પછી સાવચેતીપૂર્વક ફરી શરૂ કરવું . સામાન્ય રીતે કોઈ પણ આસન પછી દુખાવો કે બેચેની ન થવાં જોઈએ પણ ઉત્સાહ અને સ્ફર્તિનો અનુભવ થવો જોઈએ

આસનની રીત : શવાસનમાં જેવી રીતે આકાશ તરફ મુખ રાખી ચત્તા સૂઈ જવાનું હોય છે તેનાથી બિલકુલ વિરુદ્ધ બંને પગ પૂરા સીધા કરી પગના પંજા લંબાવી પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ . આ સમયે કપાળ જમીનને અડકશે અને બંને હાથ બાજુ પર પસારેલા હશે . હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો . દાઢીને લંબાવીને બહાર કાઢો . દાઢી શક્ય તેટલી લંબાવવાની સાથે સાથે માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો . દાઢી , માથું અને છાતીની ક્રિયા અનુક્રમે ધીમેથી કરવાની છે . એકદમ છાતી ઉઠાવવાની નથી . હાથનો ટેકો પણ લેવાનો નથી . આ સમયે પગના અંગૂઠાથી નાભિપર્યતનું શરીર જમીનને અડકાડેલું હશે . હાથની હથેળીઓને જમીન પર હશે અને પઠની માંસપેશીઓના બળથી શરીર છાતી સુધી ઊંચું થયેલું હશે . છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે . આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે . બંને કોણીઓ પડખેથી દૂર જતી ન રહે તેની કાળજી રાખો . હવે અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આકાશ તરફ જોઈ કરોડને થોડોક વધારે વળાંક આપો . હાથ પૂરેપૂરા સીધા કરવાના નથી કે ખભા ઊંચકવાના નથી . કોણમાંથી કાટખૂણાથી થોડા મોટો ખૂણો પડે તેમ , બંને હાથ રહેવા જોઈએ . અહીં આસન પૂરું થયું . આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો . પછી ઉલટા ક્રમમાં એટલે કે પહેલા નાભિ , પછી પેટ , છાતી વગેરે નમાવતા નમાવતા છેવટે દાઢી અંદર ખેંચી લઈ મૂળ સ્થિતિમાં આવી જવું . આસનનો અભ્યાસ સિદ્ધ થયા પછી આસન કરતાં શ્વાસ આસનનો અભ્યાસ સિદ્ધ થયા પછી આસન કરતાં શ્વાસ ભરીને કુંભક કરવો અને આસન મૂક્યા પછી મૂળ સ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ ખૂબ જ ધીરેથી છોડવો . આસનનો અભ્યાસ સિદ્ધ થયા પછી આસન કરતાં શ્વાસ ભરીને કુંભક કરવો અને આસન મૂક્યા પછી મૂળ સ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ ખૂબ જ ધીરેથી છોડવો . આસન સિદ્ધ થતાં શરીરનો ભાર દંડની માફક હાથ પર નહિ ટેકવતાં દબાણ માત્ર માંસપેશીઓ પર આવે તે રીતે . આસન થશે . આ આસનમાં સમય વધારવા કરતાં એકવાર થોડીક સેકન્ડ સ્થિર રાખી , ફરી કરવું હિતાવહ છે . શક્તિ પ્રમાણે આગળ વધતાં ત્રણથી સાત સુધીના આવર્તનો કરી શકાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *