કાકડાના સોજા માટે 11 અસરકારક દાદીમાંના નુસખા

કાકડા : ( ૧ ) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે . ( ૨ ) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે . ( ૩ ) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બે – ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે .

( ૪ ) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે . ( ૫ ) એક એક ચમચી હળદર અને ખાંડ કાફી જઈ ઉપર ગુરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે . ( ૯ ) કાકડા – ટોન્સિલ્સમાં સોજો આવે , તાવ આવે અને ખોરાક – પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ , કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બે થી ત્રણ ચમચી મધમાં સવાર – સાંજ ચાટવાથી રાહત થાય છે .

સાથે સાથે સશસ્ની વટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે , બપોરે , સાંજે લેવી , માવાની મીઠાઈ , ફ્રિજનું ઠંડુ પાણી , ઠંડાં પીણાં , આઈસ્ક્રીમ , શરબત , ટૉફી , ચૉકલેટ , દહીં , છાસ તેમજ લીંબુ , આમલી , ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા . ખદિરાવટીની બે – બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે .

( ૭ ) કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો . મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું . દિવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું . સવારે “ સુવર્ણ વસંતમાલતી ‘ ની અર્ધ ગોળી પીસીને મધમાં ઘંટી ચાટી જવી . ૧૧-૧૨ દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે . ( ૮ ) વડ , ઉમરો , પીપળો જેવા દૂધ ઝરતા ઝાડની છાલને કૂટી , ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે .

( ૯ ) ટંકણખાર , ફટકડી , હળદર અને ત્રિફલાના મિશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે . ( ૧૦ ) કાકડા ( ટોન્સીલ્સ ) માં કાકડાશિંગી હળદર સાથે આપવી . કાકડાશિંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દિવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરિણામ આવે છે . ( ૧૧ ) ઠંડા , ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટુકડો , પાંચ – સાત મરી અને તુલસીનાં સાત – ઠ પાન લઈ બીડું બનાવી સવાર – સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું .

Leave a Comment