June 20, 2021

ઉપયોગમાં આવે તેવી રસોઈ ટીપ્સ

Spread the love

1). ચણાનો લોટ જો લાંબા સમય સુધી રહી ગયો હોય તો તેને ફેંકી ન દેતા , તેને ડિટર્જન્ટની જેમ વાસણ સાફ કરવા વાપરી શકાય . 2). કીડી થતી હોય તે જગ્યા પર નિમકવાળું પાણી છાંટવાથી કીડીથી છુટકારો મળશે . 3). લીંબુ અને સંતરાનાં બીને સૂકવીને ડિટર્જન્ટમાં મિક્સ કરવાથી કપડાં ઊજળાં બનશે . 4) પ્લાસ્ટિક બોટલનો ચેલો કલર થઈ ગયો હોય તો પાણીમાં લીંબુના રસમાં થોડાં ટીપાં નાખી બોટલમાં રાખવાથી મેલ નીકળી જશે .

5) વિડિયોમાં ફૂગ ન થાય તે માટે રોજ એક વાર ટેપને રિવાઈંડ કરો . 6) લીંબુના રસનાં 2-4 ટીપાં જ જોઈતા હોય તો આખું લીંબુ કાપવાને બદલે તેમા ટૂથપીક નાખી લીંબુને નિચોવી એનાથી લીંબુ સુકાશે નહી . 7) દહીં ખૂબ ખાટું થઈ ગયું હોય તો તેમાં ચાર કપ પાણી નાંખી અડધા કલાક બાદ પાણી નિતારી લો ખટાશ ઓછી થઈ જશે . 8) કપડાં પર તમાકુવાળા ઘૂંકનો ડાધ પડ્યો હોય તો , ડાધની બંને બાજુએ કળી ચૂનાનો લેપ કરી કપડાને થોડો સમય સૂકયા પછી ચૂનો સાફ કરતા ડાધ નીકળી જશે .9) ફલાવર પોટમાં રાખેલા ફૂલને વધારે દિવસ ખીલેલા રાખવા માટે ફલાવર પોટનાં પાણીમાં ન વપરાતી દવાની ટેબલેટ નાંખવાની ફૂલ વધારે દિવસ તાજા રહેશે .

10) ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે . * 11)ભજીયાનાં ખારામાં ખાવાનો સોડાને બદલે દૂધ અથવા લીંબુના નાખવામાં આવે તો ભજીયા ફૂલે છે અને પૌષ્ટિ ત્તવો સચવાઈ રહેશે . 12)“ ઘંઉના લોટમાં થોડો ચોખાનો લોટ મેળવી બાંધવાની રોટલી ખૂબ જ મુલાયમ અને સફેદ થશે .13) મેથીની , પાલકની કે કોઈપણ લીલી ભાજીને સમારી મીઠાઈના ખાલી બોકસમાં ભરી ફ્રિઝમાં મૂકી રાખવાથી ઘણાં દિવસો સુધી તાજી રહે . 14)ખીલ પર મૂળાના પાનનો રસ લગાડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે .

15) મીઠા લીમડાં કે ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે . 16) ગરમ પાણી વડે લોટ બાંધવાથી રોટલી પોચી બને છે . 17)” હુંફાળા પાણીમાં નખને પાંચ મિનિટ બોળી રાખવાથી તે મુલાયમ બનશે .18) કોઈપણ વસ્તુ રાંધતી વખતે એની ઉપર ઢાંકણ ઢાંકી રાખવાથી તેમાં પૌષ્ટિક ત્તવો નાશ પામશે નહિ .19) “ વીજળીની સગડી ગેસના સટ્વ પર ડાઘ પડી ગયા હોય તો એક ચોખખું કપૂર એરંડાના તેલમાં પલાળી ડાઘ દૂર થાય છે .20) * ઢોસા અને ઈડલીના ચોખા પીસતી વખતે એમાં મેથીનાં થોડા દાણા નાખવાથી ઢોંસા અને ઈડલી સવાદિષટ બનશે .

21)* નેલ પોલિશને છેલલા ટીપા સુધી બહાર લાવવા માટે ફ્રીજમાં મૂકો . 22)ચામડીની વસતુ પર મીઠા તેલમાં સરકો મેળવી લગાડવાથી તેની પર લીસોટા પડશે નહિ .23) ” લીલા કાચા કેળાને પોલીથીન બેગમાં મૂકી રાખવાથી કેળા તરત પાકી જશે .24) ઝાંખા પડી ગયેલો સોનાના દાગીના ઉપર ટુથપેસટ ઘસી પાણીથી ધોઈ નાંખો.દાગીના ચમકી ઉઠશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *