લોહીમાંની ચરબી અને કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનો અસરકારક ઉપચાર

લોહીમાંની ચરબી- કોલેસ્ટરોલના નિયમન માટે આધુનિક વિજ્ઞાન સાથે નૈસર્ગિક ઉપચારો જવ, દહીં, લસણ, ડુંગળી, જવની થૂલી, ઓટ્સ, તલનું તેલ, ગુગળ વગેરે ખાવાથી કોલેસ્ટેરોલ કાબૂમાં રહે છે પરિશ્રમ વગરનું બેઠાડું જીવન હોય ત્યારે સ્વાભાવિક પણે શરીરની જરૂરિયાત પૂરતો જ આહાર લેવો જોઇએ, નહીં કે મનગમતો.

મનગમતો આહાર: મનગમતો આહાર મોટે ભાગે તળેલા પદાર્થો કે ઘી વાળા ગળ્યા ખાઘપદાર્થા કે બટર, ચીઝયુક્ત ખોરાક, આવા બધા મનગમતા ખોરાક ‘ગુરુ’ એટલેકે પચવામાં ભારે હોય છે ઉપરાંત માત્રામાં પણ વધારે પ્રમાણમાં લેવાય છે. ઉપવાસ પછી ઠાંસી ઠાંસીને ખોરાક ખાવાની આદત પણ જઠરાગ્નિને નુકસાન પહોંચાડે છે અને રોગોને નોંતરે છે.

આયુર્વેદ: આયુર્વેદમાં રોગો થવા પાછળ આહારનું ઘણું મહત્વ છે. લોહીમાંના કોલેસ્ટરોલની વધઘટ પણ આહારને જ આભારી છે. LDL-HDL – કોલેસ્ટરોલનું પ્રોટીન સાથે સંયોજન થઈને લાયપો-પ્રોટીન –Lipo protein બને છે આમાં પ્રોટીન વધુ અને કોલેસ્ટરોલ ઓછું હોય છે. જે ધમનીઓની દીવાલમાં ચીટકી જતું નથી. ઓછી ઘનતાવાળું લાયપો પ્રોટીન જેમાં કોલેસ્ટરોલ વધુ અને પ્રોટીન ઓછું હોય છે. જે ધમની દીવાલોમાં ચિટકી જાય છે તે LDL Low debsily Lippprotein છે. જેને કારણે વાહિનીઓની સ્થિતિ સ્થાપકતા elastinty ઓછી થઈ જાય છે. આયુર્વેદ HDLને પ્રકૃતિ કફ અને LDLને વિકૃત કફ સાથે સરખાવ્યું છે.

જાગૃત આયુર્વેદ પ્રેમીઓ : લાંબા ગાળાની આધુનિક વિજ્ઞાન પાસે આના ઔષધો છે, જેની side effects વિષે તે લોકો પણ સજાગ છે માટે, હવે આધુનિક ચિકિત્સકો પણ Do’s & Dont’sનો આગ્રહ રાખે છે. શું શું સાવચેતી રાખવાથી સ્વાસ્થ જળવાઈ રહે અને કોલેસ્ટરોલ વગેરે સમસ્યાઓ આવે નહીં અને આવી ગયેલી સમસ્યા ને કઈ રીતે નૈસર્ગિક ઉપચારોને સહાયે. બહાર નીકળી શકાય એ જણાવું. સિંગતેલ / તલનું તેલ : હૃદય માટે ઉપયોગી લિનોલેઈક (Linoleic) ફેટીએસિડ જે ઓમેલા ૬ તરીકે પણ જાણીતું છે તે સિંગતેલમાં ઓછું છે અને તલના તેલમાં અધિક છે. માટે રસોઈમાં વઘાર માટે તલના તેલનો ઉપયોગ કરવો.

મગફળીનું તેલ:સિંગતેલ તો આયુર્વેદની દૃષ્ટિએ પણ ઠંડુ અને વાયડું હોવાને કારણે પચવામાં ખૂબ વાર લાગે છે, માટે કોલેસ્ટેરોલવાળાઓ અને જેમને ભવિષ્યમાં કોલેસ્ટેરોલ વધવાની શક્યતા છે, તેવા પરિશ્રમ વગરનું જીવન જીવતાં લોકોએ સિંગતેલ ખાવું જ નહીં.

તલનું તેલ સૌથી શ્રેષ્ઠ છે જે પ્રાકૃત કફ LDL કોલેસ્ટેરોલને અને LDL કોલેસ્ટેરોલની માત્રાને વધારીકે ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. તલના તેલના કેટલાક ગુણો લેખન એટલે કે ખોતરવું, સૂક્ષ્મ એટલે પાતળી વાહિનીઓમાં જઈ શકે તેવું વ્યાપી એટલે કે સર્વ શરીરમાં તરત વ્યાપ્ત થઈ શકે તેવું, ઉષ્ણ એટલે કે ગરમ હોવાથી ધીમે ધીમે વાહિનીઓમાં સંચિત થયેલા દોષોને ઉખાડીને તેનો ક્ષય કરનારું છે. વળી આ સ્નિગ્ધ ગુણથી પ્રાકૃત કફને પુષ્ટ કરે છે. જેનાથી ધમની આદિ સ્રોત સમા કાડિન્ય (Sclerosis) થવાની સંભાવનાને ઘટાડે છે.

જવની થૂલીના / ઓટસ-Oats : ડો .JW Andarson કોલેસ્ટરોલ ઘટાડનાર ઓટસ-જવની થૂલીના ક્રાંતિકારી સંશોધનના Pioneer મનાય છે, જે Kentucky Medical School ના પ્રોફેસર હતા. જવનો ભેદક ગુણ વાહિનીઓમાં અવરોધ નાર તત્વોને ખસેડે છે પરિણામે કોલેસ્ટેરોલ-મેદ-ચરબીની સમસ્યાને દૂર કરે છે.

યોગર્ટ / દહીં : આકસ્મિક રીતે અમેરિકામાં થયેલી શોધમાં યોગર્ટથી લોહીમાંનું કોલેસ્ટરોલ ઘટે છે તેવું પુરવાર થયું. પાછળથી જાણવા મળ્યું કે આફ્રિકાની પછાત જાતિ મસાઈઓના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું જણાયું તપાસ કરતાં જાણવા મળ્યું કે તે રોજ યોગર્ટ ૩થી ૫ લિટર યોગર્ટ પીતાં હતાં. તુર્કી શબ્દ ‘યોગર્ટ’ની વ્યાખ્યા છે કે દૂધમાં આપો લાવી જમાવી દેવું. આપણે જેને દહીં કહીએ છીએ. આયુર્વેદમાં ગાયના દહીંનો મહિમા વધુ છે. ગાયનું દહીં હૃદય એટલે કે હૃદય માટે હિતકારી છે. એવું હજારો વર્ષ પૂર્વે લખેલું છે.

લસણ, ડુંગળી: ધમની કાડિન્યમાં (Artery sdewdwsis)માં આધુનિકો Vasodilator ઔષધો આપે છે, The curative Properties of food Plants નામના પુસ્તકમાં લસણ વિષે જણાવે છે કે ધમની કાડિન્યવાળાઓ રોજ ૨ થી ૩ કળી લસણ ખાવું લસણ- Garlic anticoougalant એટલે કે અવરોધનાશક છે અને લોહીની નળીઓ પહોળી કરે છે, Thfts યુનિવસિર્ટીના ડો. Victor Gurewich, જે મેડિસીનના પ્રોફેસર છે તેઓ કરે છે કે રોજ ખોરાકમાં ડુંગળી- Onion લેવી જોઇએ. HDLનું પ્રમાણ ૩૦% જેટલું વધે છે. લખર્નોની જ્યોર્જ મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. ગુપ્તાના સંશોધન અનુસાર ડુંગળી હૃદય અને મગજની નસોમાં થતાં Thrombosis સામે રક્ષણ આપે છે. લોહીની ગાંઠને ઓગાળે છે. ગુગળ : Commifora Mukul ( ગુગળ) એ વિશ્વમાં hypo-cholesteramic agent એટલે કે કોલેસ્ટેરોલ ઘટાડવા માટે પ્રખ્યાત પામી ચૂક્યું છે. નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરીને ઉપયોગ કરવો હિતાવહ છે.

Leave a Comment