પેટની ચરબી ઉતારવા સવારે ગરમ પાણીનો કરો આ પ્રયોગ

2

જ્યારે શરીરે ઉપરના ચરબીના થરને લીધે તે કાર્ય કરી ન શકાય તો તેના જેવી દુ : ખદ વાત બીજી કઈ હોય ? તે ઉપરાંત સ્થૂળશરીર કુરૂપ પણ દેખાય છે . આજે પાતળી કમરનો ટ્રેન્ડ ચાલે છે . તેના બદલે જો તમારી કમર , નિતંબ તથા બાવડાઓમાં ચરબી જમા થઈ હોય તો તે બેડોળ દેખાય છે .

શરીરમાં ચરબી જમા થવાના ઘણા કારણો . જેમ કે , અનુવાંશિક , બેઠાડુ જીવનશૈલી , શારિરીક પ્રવૃતિની કમી તથા અયોગ્ય આહાર- વિહાર . આ કારણોમાંથી અનુવાંશિક કારણને બાદ કરતા અન્ય બધી જ બાબતોને દૂર કરવી આપણા હાથમાં છે . સ્થૂળ શરીર ધરાવતી વ્યક્તિઓ જાતજાતની દવાઓ લઈને શરીર ઘટાડવાના નુસ્નાઓ કરે છે . પણ તેમને સફળતા મળતી નથી . જો થોડા અંશે સફળતા મળે તો પણ દવા મૂકી દેતા પાછું વજન વધી જાય છે . અને આ દવાઓની ખતરનાક આડઅસર પણ થાય છે . તેથી કંટાળીને વ્યક્તિ પાછી પોતાની જીવનશૈલી અપનાવી લે છે . પણ હવે આ દિશામાં સહુ પ્રથમ તો જાતજાતના અખતરાઓ કરવાનું બંધ કરી દેવું . અને શાંતિચિતે અહીં જણાવેલી બાબતો કરવી . આનાથી તમારા જીવનમાં જબરજસ્ત બદલાવ . આવશે .

( ૧ ) જમ્યા પછી એક કપ ગરમ પાણી ચાની જેમ ચુસ્કી લેતાં લેતાં પી જવું . દરરોજ સવાર – સાંજ આ રીતે જમ્યા પછી ગરમ પાણી પીવાથી ધીમે ધીમે શરીરની ચરબી ઘટશે . તથા આંતરડામાં સોજો , કૃમિ જેવા રોગો પણ નાશ પામે છે . આ પ્રયોગ ઓછામાં ઓછો બે મહિના કરવો . જો ફાયદો થાય તો આજીવન આ પ્રયોગ અપનાવી લો . પાણી આપણા જીવનનું અમૃત છે . અને ગરમ પાણી પીવાથી કોઈ પ્રકારનું નુકશાન પણ થતું નથી .

( ૨ ) ગરમ પાણીના પ્રયોગથી ઘણા ફાયદાઓ થાય છે . જેમ કે પ્રસૂતિ બાદ પેટ મોટુ રહી ગયું હોય તો તે પાછું યથાવત્ સ્થિતિમાં આવી જાય છે . મોટા રોગ કે સાંધાના દુખાવામાં ગરમ પાણીનો પ્રયોગ ચમત્કારિક અસર કરે છે . ( ૩ ) ગરમ પાણી પીવાથી મુત્રની માત્રા પણ વધી જાય છે . પણ તેનાથી ડરવું નહીં . તે શરીરમાંથી યુરિક એસીડ તથા ઝેરી પદાર્થો કાઢીને શરીરને તંદુરસ્ત કરે છે . ( ૪ ) અજીર્ણ , પેટ ફુલવું તથા ગેસની તકલીફ ગરમપાણીના પ્રયોગથી દૂર થાય છે . ( ૫ ) બધી જ બીમારીઓનું મૂળ તમારું પેટ છે . કબજીયાતની તકલીફ હોય તો અનેક પ્રકારની બીમારી થવાની શક્યતા રહેલી છે . પણ સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે .

( ૬ ) આમાશય અને આંતરડાની નબળાઈ , પેટ ફુલવું , આમાશયમાં સોજો , ચીકાશ વગેરે બીમારીઓ પણ ગરમ પાણી પીવાથી દૂર થાય છે . ( ૭ ) ગરમ પાણીથી માસિક ધર્મની અનિયમીતતા દૂર થાય છે અને કમર પાતળી તથા સુંદર બને છે . આહાર – વિહારની ખોટી રીતને લીધે પણ શરીર સ્થૂળકાય બને છે . આખો દિવસ ઓફીસમાં બેઠા – બેઠા કામ કરવાનું અને સાથે તીખા તળેલા જંક ફુડ અને હાઈ – કેલેરી ધરાવતા નાસ્તાઓ કરે છે . તે ઉપરાંત આ બધું જ કામની ઉતાવળમાં કરવામાં આવે છે . જેથી સરખું ચાવતા પણ નથી . હંમેશા ખૂબ ચાવી – ચાવીને ખાવુ જોઈએ . જો તમે ચાવીને ખાશો તો થોડું ખાવાથી પણ તૃપ્તિ આવી જશે . તથા જમવાનું જલ્દી પચી જશે .

સ્થૂળતા ઘટાડતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી . ( ૧ ) હંમેશા દિવસમાં એકવખત એકદમ સાદુ અન હળવું ભોજન કરો . તથા લીલા શાકભાજીનો વધારેમાં વધારે ઉપયોગ કરો . ( ૨ ) સાંજના તથા ભૂખ લાગે ત્યારે લીંબુ પાણી , ફળોનો રસ તથા મોસમી ફળો ખાવા . ( ૩ ) તીખા , તળેલા , ચરબીયુક્ત તથા જંકફૂડ ખાવાનું બંધ કરવું . ( ૪ ) જમવાના એક ક્લાક બાદ પાણી પીવું . તથા દર એક ક્લાકે ૧ થીર ગ્લાસ પાણી પીવું . પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે . એટલે ભૂખ લાગે ત્યારે પાણી પીવું .લેવું .

( ૫ ) સવારના ૧૧ થી ૧૨ વાગ્યા સુધીમાં અને સાંજના ૫ થી ૭ વાગ્યા સુધીમાં જમી ગરમ પાણી અને સંયમીત આહારથી ઝડપથી ફાયદો થાય છે . જો આ કાર્યક્રમ સાથે તમે યોગાસન કરો તો તમને શારિરીક નબળાઈ પણ નહીં લાગે તથા મન પ્રસન્ન રહેશે . કેટલાંક લોકો આહારની પરેજી પાળી શક્તા નથી . તેવી વ્યક્તિઓ ફક્ત ગરમ પાણી પીવાનો પ્રયોગ શરૂ કરે તો પણ તે ફાયદાકારક પરિણામ આપશે .

( ૬ ) હંમેશા ભોજન જોઈને તૂટી ન પડવુ ભૂખ હોય તેના કરતા ૧/૨ રોટલી ઓછી ખાવી . આનાથી તમારા શરીરની ચરબી જરૂર ઘટશે . યાદ રાખો , શરીર ઉતારવા ક્યારેય દવાઓનો ઉપયોગ ન કરવો . આ દવાઓથી કદાચ શરીર તો ઘટી જશે પણ આડઅસરરૂપે ચક્કર , પેટની ગડબડ , નબળાઈ તથા છાતીમાં બળતરા જેવી બીમારીઓ શરૂ થાય છે . અને એટલા કુદરતી ઉપચારો દ્વારા શરીરને સુડોળ અને નિરોગી બનાવો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here