શિયાળામાં નાસ્તામાં બનાવો વેજ બ્રેડ રોલ્સ

Recipe તે બનાવવામાં પણ એકદમ સરળ છે અને ટેસ્ટી પણ લાગશે.તો આજે જ બનાવો ક્રિસ્પી.તો ફટાફટ નોંધી લો વેજ બ્રેડ રોલ્સ બનાવવાની રેસિપી.

  • સામગ્રીઃ
  • બ્રેડ – 2 સ્લાઇસ
  • જીરું – પોણી ચમચી
  •  સમારેલું ગાજર – 1 નંગ
  • વટાણા – 2 ચમચા
  • સમારેલી ફણસી – 4 નંગ
  •  સમારેલી ડુંગળી – 2 ચમચા
  • આદું-લસણની પેસ્ટ – અડધી ચમચી
  • હળદર – ચપટી , મરચું – અડધી ચમચી
  • ધાણા પાઉડર – 1 ચમચો
  • ગરમ મસાલો – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • લીમડો – 4-5 પાન
  •  તેલ – સાંતળવા માટે
  • બનાવવાની રીત :

એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં જીરા અને લીમડાનો વઘાર કરો.તે પછી ડુંગળી અને આદું-લસણની પેસ્ટ નાખી ડુંગળી આછા બદામી રંગની થાય ત્યાં સુધી ……..સાંતળો.
હવે તેમાં સમારેલા ગાજર વટાણા, ફણસી અને મીઠું ઉમેરી બધા શાક સહેજ નરમ થાય ત્યાં સુધી સાંતળો.ત્યાર બાદ ધાણા પાઉડર હળદર મરચું અને ગરમ મસાલો નાખી થોડી વાર હલાવો. સમારેલી કોથમીર નાખી હલાવીને આંચ પરથી ઉતારી લો બ્રેડની સ્લાઇસની કિનારી કાપી લઇ તેને વેલણથી હળવા હાથે થો વણો.હવે તેની વચમાં શાકનું સ્ટફિંગ મૂકી અને સ્લાઇસનો રોલ વાળો.તેની કિનારીઓને પાણી લગાવી ચારે તરફથી સીલ કરી દો.હવે પેનમાં તેલ ગરમ કરી આ વેજ બ્રેડ રોલ્સને સાંતળો અથવા શેલો ફ્રાય પણ કરી શકો છો

Leave a Comment