તમે દાઝી ગયા હોય તો તરત કરો આ 11 પ્રાથમિક ઉપચાર કરો રાહત મળશે
આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ નથી નસોનું સંચાલન સરખી રીતે હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. …………..
જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ તેના પર ધાબળો, કે કોઈ મોટા કપડામાં નાખવા જોઈએ…..
એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન નહી થાય . દાજી જાય તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીંઆપવામાં આવ્યાં છે.શરીર પર બનેલા છાલાને કયારેય ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો. ………..બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો………. રોગીને પેટ્રોલીયમ જેલી જે વા કે , માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે.
હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલ પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અાનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય દાઝેલા સ્થાન પર બટાકાનો છાલટા લગાવીને રાખવાથી પણ બળતરા ઓછા થઈ જાય છે અને ઠંડક મળે છે.
જ્યારે પણ કોઈ કારણે ત્વચા બળી જાય તો તેના પર ઠંડુ પાણી નાખો જેથી છાલા ન પડી શકે અને બળતરામા રાહત મળે . દાઝેલા સ્થાન પર તરત હળદરનું પાણી લગાવાથી પણ દુખાવો ઓછું હોય છે અને આરામ પણ મળે છે. ત્યારબાદ તમે દાઝેલા સ્થાન પર ઠંડા પાણીના કપડો પલાડીને બાંધી દો.
પ્રાથમિક ઉપચાર માટે એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. સારા પરિણામ માટે ઘાને પાણી થી ધોયા પછી તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. દાઝી ગઈ જગ્યા પર ટી બેગ મૂકવાથી પણ ખૂબ રાહત મળે છે. તેના માટે ટી-બેગને ફ્રિજ કે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી ઘા પર લગાવો. મધ પણ એક સારું એંટીબાયોટિક છે.