આ દિવાળી પર બનાવો સ્પેશીયલ નાસ્તો

0

દિવાળીનો તહેવાર શરુ થાય એટલે બધા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે તમે પણ ફરવા જવાના છો તો આ નાસ્તો જરૂર સાથે લય જજો

મઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ મઠનો લોટ
  • ૩/૪ કપ પાણી
  • ૪ ચમચી ખાંડ
  • ૩ ચમચી તેલ
  • ૧/૨ ચમચી હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૩ ચમચી તલ
  • ૧ ચમચી અજમો
  • તેલ તળવા માટે

મઠીયા બનાવવા માટેની રીત નોંધી લો:  પ્રથમ એક તપેલી માં પાણી લઇ તેમાં ખાંડ ઉમેરો. આ પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો ખાંડ ઓગળી જાય અને થોડું ઉકળે એટલે ગેસ બંધ કરો હવે એક પહોળા વાસણમાં મઠનો લોટ લઇ તેમાં બધા મસાલા કરો. તેલનું મોણ નાખી બનાવેલા પાણીથી કઠણ લોટ બાંધી લો. થોડું તેલ લઈ લોટને બરાબર કેળવી લઈ તેના એમાંથી લુવા બનાવી લો. આ લુવાને પુરીના મશીનમાં દબાવીને પૂરી જેટલી સાઈઝના મઠીયા બનાવી લો. મઠીયા ને મીડીયમ flame ઉપર બંને બાજુ ગુલાબી થાય અને કડક થાય ત્યાં સુધી તળી લો. મઠીયા એકદમ ઠંડા થાય ત્યારબાદ તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. (આ મઠીયા માં ગળપણ તેમજ હિંગ આગળ પડતી હોય તો એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે)

ચોળાફરી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 200 ગ્રામ, ચણાનો લોટ
  • 100 ગ્રામ અડદનો લોટ
  • 1 ચમચી મોણ તેલ નુ,
  • પટી બેકિંગ સોડા
  • જરુર મુજબ મિડીયમ ગરમ પાણી
  • તેલ ફયાઇ કરવા માટે
  • મીઠુ સ્વાદ મુજબ
  • મસાલો તૈયાર કરવા
  • 3 ચમચી લાલ મરચુ
  • 2 ચમચી સંચળ
  • ચષટી હીગ
  • સવિગ માટે
  • ચોળાફળી ને ચાય

ચોળાફરી બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ બન્ને લોટ ને ચાળી લો ત્યાર બાદ તેમા મોણ એડ કરી બરાબર મીક્ષ કરો હવે ગરમ પાણી મોઠુ સોડા નાખી થોડુ થોડુ પાણી એડ કરી પરાઠા જેવો લોટ તૈયાર કરવો તેને ઢાંકણ ઢાંકી 15 મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ તેને દસ્તા થી ખાંડવો જંયા સુધી લોટ નો કલર ન બદલાય ત્યા સુધી હવે તેના એકસરખા લુવા કરી પાતળી રોટલી વણો આ રીતે થોડાક વણી લો ત્યાર બાદ તેલ ગરમ કરવા રાખો હવે રોટલી મા ચપ્પુ થી પાતળી પટ્ટી કાપી ગરમ મા લાઈટ ગોલ્ડન થાય ત્યા સુધી બન્ને સાઇડ થી તળી લોઆ રીતે થોડીક તળાય જાય પછી મસાલો ભભરાવો  તો તૈયાર છે દશેરા કે દિવાળી મા સૌને ભાવે એવી ચોળાફળી ચાય સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે

મખમલી ચકરી બનાવવા માટે જરૂરી સામગ્રી

  1. 1 મોટો કપ ચોખાનો લોટ
  2. 2 ટે સ્પૂન ઘઉંનો લોટ
  3. 2 ટે સ્પૂન ઘર ની મલાઈ
  4. 1/4 કપ ખાટું દહીં
  5. 1 ટી સ્પૂન ઘી (મોણ માટે)
  6. 1 ટી સ્પૂન આદુ-મરચાં ની પેસ્ટ
  7. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  8. ચપટી હળદર
  9. 1 ટી સ્પૂન સાકર
  10. 1 ટી સ્પૂન તલ
  11. તળવા માટે તેલ

મખમલી ચકરી બનાવવા માટેની રીત:  એક તાસ માં ચોખા નો લોટ અને ઘઉંનો લોટ લઈ અંદર ઘી નું મોણ નાંખી મીકસ કરવું. પછી ખાટું દહીં, ઘર ની મલાઈ નાંખી મીકસ કરવું.મુઠી પડતું મોણ હોવું જોઇએ.બધો મસાલો કરવો.મિક્સ કરી થોડું થોડું પાણી નાંખી મીડીયમ સોફ્ટ લોટ બાંધવો. લોટ ને મસળવો જેથી ક્રેક ના રહે. એક લુઓ લઇ, ગ્રીસ કરેલા ચકરી ના સંચા માં, મુકી, ચકરી પાડવી.ગરમ તેલ માં કડક તળવી. ઠંડી થાય પછી, એરટાઈટ ડબ્બામાં માં ભરવી. આ ચકરી 15 દિવસ સુધી સારી રહે છે. તેયાર છે મખમલી ચકરી, જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે.ગુજરાતીઓ નો મોસ્ટ ફેવરિટ નાશ્તો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here