ચટાકેદાર છોલે ભટુરે અને દમ આલુ બનાવવાની રીત

દમ આલું બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેબી પોટેટો, 5 નંગ મોટા ટામેટા, 3 નંગ ડુંગળી, 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ, 20 ગ્રામ કાજુ, 1 ચમચી માં સમાય એટલું તજ,લવિંગ, ઇલાએચી, બાદલા, 2 ચમચી તેલ વઘાર માટે, 1 કપ પાણી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હિંગ, 2 ચમચી દૂધ ની મલાઈ, 1 નંગ વઘાર નું સૂકું મરચું

દમ આલું બનાવવા માટેની રીત: સૌ પ્રથમ આપેલી માત્રા માં બેબી પોટેટો લઇ તેની છાલ ઉતારી ને સ્વચ્છ પાણી થી ધોઈ લો. હવે ગ્રેવી નો સમાન તૈયાર કરો ને મિક્સર માં પીસી લો… એક કુકર મા 2 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ મૂકો..હવે તૈયાર થયેલી ગ્રેવી સાંતળવા ઉમેરો..ત્યારબાદ આપેલી માત્રા અનુસાર બધા જ મસાલા કરી લો તેલ જો ગ્રેવી માં ઉપર તરતું દેખાય તો સમજવું કે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે..હવે કુકર મા ધોયેલા બેબી પોટેટો ઉમેરી દો… અને દૂધ ની મલાઈ ફીણી ને ઉમેરી દો..અહીં પોટેટો માં કાણાં કે તૂટે નહિ એ રીતે ચીરા મૂકી શકાય..જેથી મસાલો કે ગ્રેવી અંદર ભળે કુકર બંધ કરીને 2 સિટી આવે ત્યાંસુધી રાંધો… તો તૈયાર છે ગરમા ગરમ દમ આલું હવે કુલચા કે પરાઠા સાથે પીરસો

છોલે ભટુરે બનાવવા માટેની સામગ્રી: 2 કપ મેંદો (ભટુરે), 2 ટે. સ્પૂન સોજી, 1/2 કપ દહીં, 2 ટે. સ્પૂન તેલ મ્હોણ માટે, જરૂર મુજબ મીઠું, તળવા માટે તેલ, છોલે માટે:- 1 કપ કાબુલી ચણા બોઈલ કરેલા, જરૂર મુજબ મીઠું, 2 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી છોલે મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, ગ્રેવી માટે:-, 3 નંગ ડુંગળી, 3 નંગ મોટા ટામેટા, 7-8 કળી લસણ, 1 ઈંચ આદુ નો ટુકડો, 1 તમાલપત્ર, 1 નંગ એલચો, 10-12 પલાળેલા કાજુ, 1 ચમચી જીરું, જરૂર મુજબ મીઠું, સર્વ કરવા:-, ડુંગળી નો સલાડ, તળેલા મરચા, કોથમીર

છોલે ભટુરે બનાવવાની રેસીપી નોંધી લો: સૌ પ્રથમ મેંદો અને સોજી એક મોટા વાસણમાં લઈને મિક્સ કરો…મ્હોણ ઉમેરી હાથેથી મિક્સ કરો…દહીં અને મીઠું ઉમેરો…જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ પરાઠા જેવો લોટ બાંધો…સાઈડ પર રાખી રેસ્ટ આપો. હવે ગ્રેવીની સામગ્રી તૈયાર કરો…ડુંગળી ટામેટા…આદુ લસણ બધું મોટા પીસમાં સમારી લો…એક કડાઈમાં2 ચમચી તેલ ગરમ મૂકી ગ્રેવીની સામગ્રી સાંતળો…સંતળાઈ જાય અને ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈ પીસી લો…બીજી એક કડાઈમાં બાકીનું તેલ અને ઘી મૂકી જીરું ઉમેરી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો…સંતળાય એટલે બોઈલ કાબુલી ચણા તેમજ દર્શાવેલ મસાલા ઉમેરી ને પાંચ સાત મિનિટ સ્લો ફ્લેમ પર ઉકાળીને ગેસ બંધ કરો. હવે ભટુરે ના લોટને તેલ વાળો હાથ કરી મસળી મધ્યમ સાઈઝના લુવા પાડી લો..એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો…ગરમ થાય એટલે હળવા હાથે ભટુરે વણી ને ફુલે એ રીતે તળી લો ઝારા થી સહેજ દબાવી ને પલટી લો એટલે દડા જેવા ફુલશે. આપણા ભટુરે અને છોલે તૈયાર છે ડુંગળી મરચા સાથે ગરમાગરમ સર્વ કરો.

Leave a Comment