દરેક મહિલાને કામમાં આવે તેવી ૧૬+ કિચન ટીપ્સ

આખું વર્ષ સુધી ગોળને સાચવી રાખવા માટે ફક્ત આટલું કરો તમારો ગોળ ઓગળશે નહિ અને એવો જ રહેશે આખું વર્ષ ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

દૂધ ગરમ કરતી વખતે આટલું કરો દૂધ ઉભરાશે નહિ દૂધ ગરમ કરતી વખતે તપેલીની ચારેય તરફ સહેજ તેલ લગાવી દો, દૂધ ઉભરાશે નહીં.

જો તમે ઘરે પનીર બનાવો છો અને પનીર બનાવો ત્યારે તેનું પાણી નીકળે એ પાણી તમે ફેકી ડો છો આ ભૂલ હવે ક્યારેય ન કરતા આ પનીરનું પાણી નો ઉપયોગ કરો પનીર બનાવ્યાં પછી તેનું પાણી ફેંકી દેવાની જગ્યાએ તેનાથી રોટલીનો લોટ બાંધો, રોટલી સોફ્ટ બનશે. અને સ્વાદમાં પણ ખુબ સારી લાગશે

જો ક્યારેય આપને એવું બને કે દહીં મેરવણ માં કઈ ફેરફાર થાય તો દહીં ખાટું થઇ જતું હોય છે પરંતુ આ દહીંની ખટાશ દુર કરવા માટે આટલું કરો દહીંને ખટાશથી બચાવવા માટે દહીં જામી ગયા પછી તેની ઉપર થોડું પાણી નાખી દો.

તમે ચા બનાવો અને તેમાં એલચી નાખવી છે તો એલચીના દાણા ઝ્લ્પથી ખંડાય જાય એ માટે એલચીના દાણા વધારે ઝીણા અને ઝડપથી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ ભેળવીને ખાંડવા આમ કરવાથી એલચી ઝડપથી ખંડાય જશે

ફ્લાવરનો સફેદ રંગ બરકરાર રહે તે માટે શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દૂધ મિક્સ કરો. આમ ફલાવરનું શાકનો કલર યથાવત રહેશે

ડુંગળીને ઝડપથી શેકવા માટે ડુંગળી ફ્રાય કરતી વખતે તેમાં એક / ચમચી ખાંડ નાખી દો ડુંગળી જલ્દી ફ્રાય થઈ જશે.

રીંગણ સમારો અને તે શાક બનાવો ત્યાં સુધીમાં કાળા પડી જતા હોય તો સમારતી વખતે રીંગણ કાળા ન પડી જાય તે માટે તેને મીઠું અને સોડાના પાણીમાં નાખીને રાખો આમ કરવાથી રીંગણ કાળા નહિ પડે એવા જ રહેશે

એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી તેને કેકના મિશ્રણમાં મિક્સ કરી દો, તેનાથી કેકનો રંગ સારો આવશે.

રોટલીને સ્વાદિષ્ટ અને સોફ્ટ બનાવવા માટે આટલું કરો રોટલીનો લોટ બાંધતી વખતે પાણીની સાથે થોડુંદૂધ મિક્સ કરીને લોટ બાંધવાથી રોટલી વધુ સ્વાદિષ્ટ બને છે.

વરસાદમાં પાપડ અને બિસ્કીટ થોડીક વારમાં હવાઇ વરસાદમાં ચિપ્સ, પાપડ, બિસ્કીટ વગેરે ફ્રિઝમાં રાખી દો, તે કિસ્પી બન્યાં રહેશે.

જૂના બટાટા બાફતી વખતે તેમાં લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ જ રહે છે. ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બકાશે.

મરચાં સમાર્યા બાદથતી બળતરાંને ઓછી કરવા માટેહાથપરથોડુંદહીં અથવા હળદર ઘસી લો તેનાથી બળતરાં શાંતથઈજશે. ખાટી થઈ ગયેલી છાશને ફેંકી ન દેતાં તેમાં તાંબાનાં વાસણો બોળી રાખવાં. વાસણ ચમકી ઊઠશે.

અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી કગ નહીંલાગે.

1 thought on “દરેક મહિલાને કામમાં આવે તેવી ૧૬+ કિચન ટીપ્સ”

Leave a Comment