દાંત આવે ત્યારે આ કારણથી નાના બાળકને થઈ જાય છે ઝાડા

દાંત આવે ત્યારે આ કારણથી નાના બાળકને થઈ જાય છે ઝાડા , જાણો છો તમે ? એવું માનવામાં આવે છે કે નાના બાળકોને દાંત આવે ત્યારે સાથે – સાથે ઝાડા પણ થઈ જાય છે . હાલમાં જ કરાયેલા મેડિકલ રિસર્ચ મુજબ બાળકના દાંત અને ઝાડા • થવાની સમસ્યા વચ્ચે કોઈ સંબંધ નથી , તેમ છતાં વિચારવાવાળી વાત એ છે કે , આખરે કેમ બાળકોને દાંત આવે ત્યારે ઝાડા થઈ જાય છે . દાંત આવવા અને ઝાડા વચ્ચે શું છે સંબંધ ?: દાંત આવવા પર ઝાડા થઈ જવા તેવી માન્યતા પ્રચલિત છે . એવું માનવામાં આવે છે કે , દાંત આવવા પર જઠર પ્રભાવિત થાય છે . જો કે , મેડિકલ રિસર્ચમાં ઝાડા અને દાંત આવવા વચ્ચે કોઈ સંબંધ : ન હોવાનું સામે આવ્યું છે .

I’mઆ હોઈ શકે છે કારણ દાંત આવવા પર બાળકો કોઈ પણ વસ્તુ મોંમાં નાખે છે , જેના કારણે સરળતાથી તેમના મોંમાં બેકટેરિયા જતા રહે છે . બાળકો જે વસ્તુ મોંમાં મૂકે તે સ્વચ્છ હોય તેમ જરૂરી નથી . તેવામાં માં દ્વારા બેક્ટરિયા અંદર જાય છે અને તે ઝાડાનું કારણ બની શકે છે . આ સિવાય ૬ મહિના બાદ દાંત આવવાનું શરુ થઈ જાય છે અને આ દરમિયાન બાળકને ઘણા પ્રકારની સમસ્યા થાય છે , જેને દાંત સાથે જોડી દેવામાં આવે છે . કેવી રીતે કરશો બચાવ ? : જે બાળકને દાંત આવે અને આ દરમિયાન તેને ઝાડા થઈ જાય તો ધ્યાન રાખો કે તેની આસપાસની જે વસ્તુઓ છે તે સ્વચ્છ હોય . બાળકના શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ . આ સમસ્યાને વધતી રોકવા માટે તેને સંતુલિત • આહાર આપો અને વધારે દિવસ સુધી ઝાડા ન અટકે તો તરત ડોક્ટરને બતાવો . ક્યાં સુધી થઈ શકે છે ઝાડા ? : જો બાળકને યોગ્ય સારવાર આપવામાં આવે તો થોડા દિવસમાં જ ઝાડા મટી જાય છે . જે અઠવાડિયાથી વધારે સમય થઈ ગયા બાદ પણ ઝાડા રહે છે તો ડોક્ટરનો સંપર્ક કરવો . બાળકને આ દરમિયાન ઉચ્ચ ફાઈબર યુક્ત ખોરાક ન આપવો . દૂધ અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટનું સેવન પણ બંધ કરો .

Leave a Comment