આ રીતે ઘરે બનાવો લાંબા સમય સુધી સારી રહેતી એલોવેરા જેલ , જેલ , ખૂબ જ સરળ છે તેની રીત એલોવેરાને ફક્ત ત્વચા માટે જ નહીં , પણ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે . એલોવેરા એક ઉપયોગી પ્લાન્ટ છે જે આજકાલ દરેક ઘરમાં જોવા મળે છે . તેના પાંદડા ભેજયુક્ત ગુણધર્મોથી ભરેલા છે . તે ફક્ત ત્વચા માટે જ નહીં , પણ આપણા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે . આજકાલ લોકો માર્કેટમાં વેચાયેલી એલોવેરા જેલ ખરીદે છે અને તેને ચહેરા પર લગાવે છે . પરંતુ બજારમાં મળતા એલોવેરા જેલમાં ડાઇ વગેરે જેવા હાનિકારક તત્વોનો ભય છે . પરંતુ જો તમે ઇચ્છો તો , તમે ઘરે જાતે જ એલોવેરા જેલ બનાવી શકો છો . જો તમારી પાસે એલોવેરાનો પ્લાન્ટ ઘરે છે , તો પછી તમે તેનાથી તાજી જેલ બનાવી શકો છો . આ માટે તમારે વધારે કઈ મહેનત કરવાની જરૂર રહેશે નહીં . ચાલો તેને કેવી રીતે બનાવવી તે જાણીએ . ઘરે કેવી રીતે બનાવવી એલોવેરા જેલ સામગ્રી : એક એલોવેરાનું પાન , છરી , એક નાનો ચમચો , બ્લેન્ડર , એરટાઇટ કન્ટેનર , વિટામિન સી પાવડર અથવા વિટામિન ઇ કેમ્યુલ્સ ( વૈકલ્પિક ) . બનાવવાની રીત : તમામ સામગ્રી એકત્રિત કરો . જેલ બનાવવા માટે લગભગ ૩૦ મિનિટ જેટલો સમય લાગશે એલોવેરા પ્લાન્ટમાંથી સૌથી મોટા પાનની પસંદ કરો કારણ તેમાં વધુ સક્રિય ઘટકો હશે . હવે છરી અથવા કાગળના કટરની મદદથી પાનને ધારથી કાપીને પછી તેને વચ્ચેથી સરખા ટુકડા કરો . ચમચીની સહાયથી તેમાંથી જેલ કાઢો અને તેને બાઉલમાં ભરો . હવે , બ્લેન્ડરમાં જેલ ભરો અને જ્યાં સુધી તે સરળ સ્કૂધ પેસ્ટ ન બને ત્યાં સુધી તેને મિક્સ કરો . તમારી જેલ તૈયાર છે . હવે તેમાં વિટામિન સી અને ઇ કેસ્યલ ઉમેરો . બંનેમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટિ – એજિંગ ગુણધર્મો હોય છે . કેટલા દિવસ સુધી ઉપયોગ કરી શકો છોઃ પ્રિઝર્વેટિવ્સ વિના , આ જેલનો ઉપયોગ લાંબા સમય સુધી કરવી મુશ્કેલ બનશે . તેથી ફક્ત અથવા ૨ પાંદડાની જ જેલ બનાવો . જો તેનો લાંબો સમય સુધી ઉપયોગ કરવો છે તો તેમાં વિટામિન સી અને ઈ કેસ્યુલ ઉમેરો . કેવી રીતે કરશો એલોવેરા જેલો ઉપયોગ : તમે એલોવેરા જેલનો ઉપયોગ તમારી ત્વચા પર સીધો કરી શકો છો . જો તમે ઇચ્છો , તો તમે તેને સોડામાં અને કોઈપણ પીણામાં મિક્સ કરીને પણ તેના ગુણધર્મોનો લાભ લઈ શકો છો . એલોવેરા જેલ સનબર્ન , નાના ઉઝરડા , સ્કેચ અથવા બળતરાને દૂર કરવા માટે પણ લાગુ કરી શકાય છે . આ સ્કિનની ડ્રાયનેસને દૂર કરે છે અને ખૂબ સારી રતે મોશ્ચરાઈઝર કરે છે . તેમાં તમામ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે . જે હેધી સ્કિન માટે ઉપયોગ થાય 1