June 20, 2021

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

Spread the love

ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમણના 60થી વધારે કેસ સામે આવ્યા ચુક્યા છે ત્યારે તમારે આ વાતો જાણવી ખાસ જરૂરી છે. તો શું છે આ બીમારી અને કેવી રીતે ફેલાય શકે છે અને તેનાથી કેવી રીતે બચવું?
ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે.

ભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા કેસ નોંધાયા છે. સૌપ્રથમ કેરળમાં કોરોનાવાઇસનો કેસ સામે આવ્યો હતો, પરંતુ તે દર્દી સાજા થઈને હૉસ્પિટલમાં રજા મેળવીને ઘરે જતાં રહ્યાં છે.
પોતાને કેવી રીતે બચાવવા?
વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.

સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.

કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.

જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.

ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.

ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.

મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ માસ્કથી અસરકારક રક્ષણ નથી મળતું.
લસણ ખાવાથી કોરોના ખતમ
આ યાદીમાં પ્રથમ છે લસણનું ખાવું. ફેસબુક પર એવી ઘણી પોસ્ટ જોવા મળી રહી છે કે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાઇરસની અસરને ખતમ કરી શકાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO લસણને એક સારું અને સ્વાસ્થ્યપ્રદ કંદ માને છે. જેમાં ઘણી બધી બીમારીઓ સામે લડવાની ક્ષમતા છે. પરંતુ લસણ ખાવાથી કોરોના વાઇરસની અસર ખતમ થાય છે એ વાતના કોઈ નક્કર પુરાવા નથી મળતા.

આમ તો લસણ ખાવાથી કોઈ નુકસાન નથી થતું, પરંતુ લસણના સેવનમાત્રથી કોરોના વાઇરસથી બચી શકાય છે એવું વિચારીને વધારે પડતું લસણ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર તેની અવળી અસરો જરૂર પડી શકે છે.

સાઉથ ચાઇના મૉર્નિગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે એક મહિલા આવા જ એક ખોટા દાવા પર વિશ્વાસ કરી લગભગ દોઢ કિલો કાચું લસણ ખાઈ ગયાં, જે બાદ તેમના ગળામાં ખૂબ વધારે પરેશાની થઈ ગઈ.

એ વાત તો બધા જાણે છે કે ફળ, શાકભાજી અને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પરંતુ શું ખાવાથી કોરોના વાઇરસની અસર નાબૂદ કરી શકાય છે એ અંગે નક્કર માહિતી ઉપલબ્ધ નથી.
અલબત્ત, દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ સમાન નથી. અનેક લોકો માટે આ મુશ્કેલીનો સમય છે.

ફ્લાઇબી ઍરલાઇન્સ કંપની તાજેતરમાં બંધ થઈ ગઈ હતી. કોરોનાનો શિકાર થયેલી કદાચ આ પહેલી કંપની છે.

તેનાં કારણો પણ છે. ફ્લાઇબીની આર્થિક હાલત તો પહેલેથી જ ખરાબ હતી અને ઉડ્ડયનક્ષેત્ર ઘણા સમયથી મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *