બાળકને કોઈ તકલીફ વગર ઝડપથી દાંત આવી જશે બસ આટલું કરો

0

# દાંતજલદી આવવાના ઉપાયો ( Remedies forToothGrowill ) : વિક ૧ . બાળકોનાં પેઢાં પર મધ અને સિંધવ મીઠું મેળવી નરમાશથી ઘસવાથી તેમને સહેલાઈથી દાંત આવે છે . તુલસીના પાનનો રસ મધમાં મેળવીને બાળકના પેઢાં પર ઘસવાથી તેને કોઈપણ તકલીફ વિના દાંત આવી જાય છે . ૩ . જેઠીમધનું ચૂર્ણ તથા નમક મિશ્ર કરી પેઢાં પર ઘસવાથી દાંત જલ્દી ઊગી જાય છે . ૪ . લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નિચોવી ૨ – ૨ ચમચી દિવસમાં ૪ વખત પાવાથી બાળકના શરૂઆતના દાંત ખૂબ જ સરળતાથી આવે છે . ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે . ૬ . ૧ – ૨ ચમચી જેટલું ચૂનાનું નીતર્યું પાણી દૂધમાં મેળવીને બાળકને રોજ પાવાથી દાંત જલ્દી ફૂટે છે .

# શૈયામૂત્ર ( Bed – Wetting ) : ૧ . બાળકોને સૂતા પહેલાં ઠંડા પાણીથી હાથ – પગ ધોવડાવવાં અને પેશાબ કરીને સૂવડાવવા . ૨ . સૂંઠ , મરી , પીપર , ઇલાયચી અને સિંધવ મીઠાનું ૧ – ૧ ગ્રામ મિશ્રણ ૫ થી ૧૦ ગ્રામ મધ સાથે રોજ આપવું . કાળા તલ અને ખસખસ સમાન માત્રામાં મેળવીને રોજ ૧ – ૧ ચમચી . ચાવીને ખવડાવીને પાણી પિવડાવવાથી લાભ થાય છે . ૪ . કાળા તલ અને અજમો બાળકને સૂતા પહેલાં ચવરાવવા ,

દાંત

  • હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
  • દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
  • સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
  • વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.
  • તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
  • લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
  • સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.
  • ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
  • તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • સફરજનના રસ સોડા સાથે મેળવી દાંત ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.
  • પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે.
  • કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.
  • કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.
  • રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.
  • તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
  • પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.
  • દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
  • દાઢ દુઃખતી હોય તો ઘાસતેલ અથવા સ્પિ‍રિટનું પૂમડું બનવી તેની ઉપર કપૂર ભભરાવી, દુઃખતી દાઢ ઉપર મૂકવું.
  • જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્‍વચ્‍છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.
  • વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોટી જાય છે.
  • ૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.
  • જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here