ઘરનું માખણ ખાવ અનેક રીતે આરોગ્ય જાળવે છે ઘરે બનાવેલ માખણ લોકો ખાસ પસંદ કરતા નથી મોટા ભાગના લોકોને બજારમા મળી રહેતા માખણમા રસ હોય છે . સફેદ માખણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઝડપથી પચી જાય છે અને ચરબી વધતી નથી . થાયરોઈડના કારણે ગળામાં સોજો આવી જતો હોય છે . એવામાં સફેદ માખણ વધુ ફાયદાકારક છે .
સફેદ માખણમાં રહેલ આયોડિન થાયરોઈડ ગ્રંથીને મજબૂત બનાવે છે . આજકાલ લોકોમાં કોલેસ્ટેરોલની તકલીફ વધુ જોવા મળી રહી છે . જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે . સફેદ માખણમાં રહેલ વિટામીન અને સેલેનિયમથી હદયની રોગો થતા નથી .
બાળકોને તો સફેદ માખણ ચોક્કસથી ખવડાવવું જોઈએ . જેના કારણે દિમાગ સ્વસ્થ અને યાદશક્તિ તેજ બને છે . બાળકોની આંખોની રોશની પણ વધુ સારી બને છે . વધતી ઉંમરે હાડકા કમજોર થવા લાગે છે , જેના કારણે સાંધાઓમાં દુખાવા થતા હોય છે . સફેદ માખણમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે . સફેદ માખણ શરીરને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે . સફેદ માખણમાં રહેલ એન્ટિ ઑક્સિડેન્ટ ત્વચાના ફ્રી રેડિકલ્સથી સુરક્ષા કરે છે . શરીરને રાજ કરાવવા રાજગરો આરોગો રાજગરામાં કુદરતી સ્ટીરોઈડ છે , રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી , ડાયાબીટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે , જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે મગજને લીવરની તાકાતમાં વધારો કરે છે ,
વા , સાંધાની તકલીફમાં ઉત્તમ છે , ચામડીના રોગ ના થવા દે , સ્ટેમીના વધારે , શરીરના સ્નાયુનો વિકાસ કરે , તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે , રકતકણોનો વિકાસ કરે , જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શીરો બનાવીને અઠવાડિયામાં બે વાર ।ખાવામાં આવે તો તે આરોગ્ય માટે હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બનાવે છે . રાજગરામાંથી પ્રોટીન , વિટામીન સી , ઈ , આયર્ન , મેગ્નેશિયમ , ફોસ્ફરસ , પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર પ્રમાણમાં મળી રહે છે . સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આયે તો સ્વાસ્થયને ઘણાં લાભ મળી શકે છે . રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે .
આંખો અને હાર્ટ હેન્ધી રહે છે. હરસ – મસા , ખરજવું , પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે . રાજગરો ખાવાથી શ્વસન માર્ગનના ચેપ ર્ડ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે .