રગડા પૂરી અને રગડા ચીઝ મસાલા પૂરી બનાવવાની રીત

0

રગળા ચીઝ મસાલા પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 વાટકો સફેદ વટાણા બાફેલા
  • 1 નાની વાટકી ફોદીના ની ચટણી
  • 1 નાની વાટકી મરચા શીંગ દાણા ની ચટણી
  • 1 વાટકો બટેકા નો માવો
  • 1 નાની વાટકી ખજૂર આંબલી ની ચટણી
  • ગરમ મસાલો સ્વાદ અનૂસાર
  • 2 નંગ કાંદા
  • મીઠું સ્વાદ અનૂસાર
  • 2 ક્યૂબ ચીઝ
  • નાની વાટકી લસણ ની ચટણી
  • નાની વાટકી સૂઘારેલી કોથમીર

રગળા ચીઝ મસાલા પૂરી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ બાફેલા વટાણા 1 ગ્લાસ પાણી નાખી અળઘી ચમચી હળદર નાખી બટેકા નો માવો નાખોતેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો પછી થોળી વાર ગેસ પર ઉકળવા દો પછી તેમાં અળધી નાની ચમચી ગરમ મસાલો નાખી ઉકળ વાદો, પછી તે રગળા ને નીચે ઉતરી ઠંડો થવ દો હવે પૂરી ની અંદર કાણૂ પાડી તેમા બટેકા નો માવો નાખી પછી ચમચી થી રગળો નાખો ત્યાર પછી લસણ ની ચટણી ફોદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી એડ કરો પછી તેમા શીંગ દાણા અને મરચા ની ચટણી એડ કરો, હવે તેમા ચીઝ ખમણી ને થોળી કોથમીર નાખી ગાર્નિશ કરો, તમારી રગળા ચીઝ મસાલા પૂરી તૈયાર છે

પાણી પૂરી રગડો બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧૦૦ ગ્રામ સૂકા સફેદ વટાણા
  • ૩૦૦ ગ્રામ બટાકા(રગળા માટે)
  • ૨ લીલા મરચા
  • ૧ ટી સ્પૂન પાણીપૂરીનો મસાલો
  • ૨ ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચાની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧ ટી સ્પૂન જીરુ પાઉડર
  • ૧ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • (હવેની સામગ્રી પાણી બનાવવા માટે)
  • ૧૫૦ ગ્રામ ફૂદીનાનાં ચૂંટેલા પાન
  • ૫૦ ગ્રામ કોથમીર
  • ૪-૫ તીખાં લીલા મરચાં
  • ૨ લિટર ઠંડું પાણી
  • ૧ ટેબલ સ્પૂન મીઠું
  • ૧ ટેબલ સ્પૂન પાણીપૂરીનો મસાલો
  • ૧ રસવાળું લીંબુ
  • ૧ ટી સ્પૂન જલજીરા મસાલો
  • ૧ ટી સ્પૂન સંચળ પાઉડર
  • ૧ ટેબલ સ્પૂન લાલ મરચું
  • ૫-૬ લસણની કળી
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન રાઇ
  • ચપટી હીંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • (હવેની સામગ્રી ચણા મસાલા માટે)
  • ૧૫૦ ગ્રામ સૂકા દેશી ચણા
  • ૩૦૦ ગ્રામ બટાકા (આલૂ-ચણા મસાલા માટે)
  • ૧ ટી સ્પૂન સંચળ પાઉડર
  • ૧ ટી સ્પૂન મીઠું

પાણીપૂરી રગડો બનાવવા માટેની રીત: સૂકાં વટાણા અને ચણાને અલગ અલગ રીતે ૬ કલાક માટે પલાળી લો. પછી વટાણા, ચણા અને બટાકા ને અલગ-અલગ કુકરમાં મીઠું નાખીને બાફી લો. બાફેલા બટાકાની છાલ નીકાળી મસળીને રાખો. સૌથી પહેલા ફૂદીના-મરચાં નું તીખું પાણી બનાવીશું. કારણ કે આજ પાણી ગરમ રગળાનાં મસાલામાં જશે. પાણી બનાવવા, ફૂદીનાનાં પાન, ૫૦ ગ્રામ કોથમીર, લીલા મરચાને મિક્સરમાં વાટી લો. તેમાં થોડું પાણી નાંખી ગળણી થી એક મોટી તપેલીમાં ગાળી લો. તેમાં ૨ લીટર માંનું બાકીનું પાણી, લીંબુનો રસ, મીઠું, પાણીપૂરીનો મસાલો, સંચળ પાઉડર, જલજીરા મસાલો નાખો. પાણી તૈયાર છે. રગળા માટે, લસણ, લીલા મરચાં, લાલ મરચું પાઉડર અને મીઠું વાટીને ચટણી બનાવો. કઢાઇ માં વઘારનુ તેલ મૂકી રાઇ, હીંગ નો વઘાર કરો. તેમાં હળદર નાખી, બાફેલા વટાણા અને મસળેલા બટાકા(અડધા) નાખો. હલાવીને તરત વાટેલી લસણની ચટણી નાખો. પછી તેમાં બનાવેલા લીલા પાણી માંથી ૫૦૦ મિલી જેટલું પાણી નાખો. અને બરાબર ઉકળવા દો. રગળો તૈયાર છે. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લો. ચણાના મસાલા માટે, એક બાઉલમાં ચણાને થોડાં મસળી, બાકીના મસળેલા બટાકા, મીઠું,લાલ મરચું, જીરુ પાઉડર, સંચળ પાઉડર, પાણીપૂરીનો મસાલો, આદું મરચાની પેસ્ટ, કોથમીર નાખી મિક્સ કરી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here