અેકદમ કાઠિયાવાડી દહી તિખારી બનાવવાની રીત વાંચો

દહી તિખારી બનાવવા માટે જરૂરી સામગ્રી:

૧ કપ દહીં

૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ

નમક સ્વાદાનુસાર

૧ નાની ચમચી હળદર નો પાવડર

૧ નાની ચમચી મરચાં નો પાવડર

૧ નાની ચમચી ધાણા જીરા પાવડર

૧ ચમચી તેલ

હિંગ ચપટી

બારીક કાપેલી કોથમીર

દહી તિખારી બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

તેલ ગરમ થયી ગયા પછી તેમાં હિંગ પાવડર નાખો

હવે તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળો

પછી તેમાં બધાજ મસાલા ઉમેરી દો અને ૧ મીનત ચલાવો

પછી તેમાં દહીં નાખો અને ૨ થી ૩ મીનટ પાકવા દો.

તો તૈયાર છે દહીં તીખારી

કોથમીર નાખી પીરસો

Leave a Comment