ગણેશજીને પ્રિય લાડુ ઘરે બનાવવા રેસીપી

બુંદી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેસન, 750 ગ્રામ ખાંડ,1 વાડકી કાજુ,બદામ,દ્રાક્ષ અને પિસ્તા ના ઝીણાં ટુકડા, 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર, 1/4 ટી સ્પૂન ઓરેન્જ ફૂડ કલર, તેલ અથવા ઘી તળવા માટે, 100 ગ્રામ ઘી, પાણી જરૂર મુજબ, 1/4 ટી સ્પૂન બેંકિંગ સોડા

સૌથી પેલા એક કડાઈ માં ખાંડ લો અને ખડન્ડ ડૂબે એનાથી થોડું વધુ પાણી ઉમેરી લો,સાથે સાથે ઓરેન્જ ફૂડ કલર પણ ઉમેરી દો.મીદિયમ ગેસ પર ધીમે ધીમે ચાસણી તૈયાર કરી લો.ચાસણી ત્રણ તાર ની રાખવી. હવે એક બાઉલ માં બેસન લો.તેમાં પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે તેમાં સોડા ઉમેરો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.ખીરું એવું રાખવાનું છે કે જે આરામ થી ચારણી માંથી પડી શકે.હવે એક kadai માં તેલ અથવા ઘી ગરમ મૂકો.ગેસ ની ફ્લેમ midium રાખો અને ચારણી ની મદદ થી તૈયાર ખીરા માંથી બુંદી પાડી લો.બુંદી ને કડક થાય એટલે કાઢી ને સીધી જ તૈયાર ચાસણી માં ઉમેરી દો.આવી રીતે બધી જ બુંદી તૈયાર કરી લો. તૈયાર છે આપણી બુંદી.બુંદી થોડી ઠંડી પડે એટલે તેમાં ઇલાયચી પાઉડર,ઝીણાં સમારેલા ડ્રાય ફ્રુટ અને સૂકી દ્રાક્ષ ઉમેરી ઉપર થી ઘી ઉમેરી મિક્સ કરી લો.અને તેના લાડુ વાળી લો .તૈયાર છે બુંદી ના લાડુ. મીઠા મીઠા લાડુ ગણેશજીને પ્રસાદમાં ધરજો

મોદક બનાવવા જરૂરી સામગ્રી – 200 ગ્રામ મેદો, દળેલી ખાંડ 200ગ્રામ, કોપરાનું છીણ 200ગ્રામ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, કતરેલા કાજુ બદામ અડધો કપ, કિશમિશ અડધો કપ, મોણ માટે એક ચમચો તેલ, તળવા માટે ઘી. …………………

મોદક લાડુ બનાવવાની રીત – સૌ પ્રથમ મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ વગેરે નાખીને તેને મિક્સ કરો. 

અડધો કલાક પછી લોટના એકવીસ લૂઆ કરો. દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો. આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો. આ રીતે બધા મોદક તૈયાર કરો. એક કઢાઈમાં ઘી તપાવો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો.  લો તૈયાર છે ગણપતિ બાપ્પાનો પ્રસાદ………

મોતીચુરના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી લો: 1/2 કપ ચણા ની દાળ, 1/2 કપ ખાંડ, 1/3 કપ પાણી(ચાસણી માટે), 1 કપ ઘી , (તળવાં માટે), ,ચપટી પીળો ફૂડ કલર, 1/4 ચમચી ઇલાયચી પાઉડર, 2-3 ચમચી કિસમીસ, 1/2 ચમચી પિસ્તા, 1/2 ચમચી કાજુ, 1/2 ચમચી મગજતરી નાં બી, 1/2 ચમચી લીલા મગજતરી નાં બી

મોતીચુરના લાડુ બનાવવા માટેની રીત: સૌપ્રથમ ચણા ની દાળ ને 2 વખત ધોઈ 5-6 કલાક પલાળવી…બાદ ગ્રાઈન્ડર માં કોરી જ કરકરી પીસી લો. પેન માં ઘી ગરમ કરવા મૂકો. હાથે થી થેપી થેપલી તૈયાર કરો.મિડીયમ તાપે તળવું…ઠંડું થવા દો.તે પેન માં કિસમીસ, કાજુ-પિસ્તા ઘી માં શેકી લો. મગજતરી નાં બી શેકવાં. પેન માં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી દોઢ તાર ની બનાવવી.ચાસણી માં પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.થેપલી ને ગ્રાઈન્ડર માં કરકરુ પીસી લો. ચાસણી માં ઇલાયચી પાઉડર ઉમેરો.બાદ પીસેલું ઉમેરી મિક્સ કરો. લચકા જેવું લાગશે. 1-2 કલાક ઢાંકણ ઠાંકી દો.ચાસણી બધું પી જશે. 2 ચમચી ઘી ઉમેરી મિક્સ કરો. સૂકામેવા મિક્સ કરો. ઘી વાળો હાથ કરી લડુ બનાવવાં. ઉપર થી પિસ્તા નો ભૂકો અને કાજુ થી ગાર્નિસ કરી સર્વ કરો.

મગસના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેસન, 200 ગ્રામ પીસેલી ખાંડ, 50 ગ્રામ દૂધ, 250 ગ્રામ ઘી, 2 ચમચી ઇલાયચી પાઉડર

મગસના લાડુ બનાવવા માટેની રીત: એક બાઉલ મા બેસન ઉમેરી તેમાં દૂધ અને ઘી નો ધાબો દહીં ને મોટી ચારણી માં ચાળી લો. એક પેન મા ઘી ઉમેરીને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં બેસન ઉમેરી ને ડાર્ક બ્રાઉન રંગ નો લોટ સેકી લો.અને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દો. 10 મિનિટ ઠંડુ થયા બાદ તેમાં પીસેલી ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો હવે તેમાંથી લાડુ વાળી લો.

Leave a Comment