સવારના નાસ્તામાં બનાવવા માટેની રેસીપી

દાળ પકવાન બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉં અને 1 કપ મેંદા નો મિક્સ લોટ, મોણ માટે તેમજ તળવા માટે તેલ, મીઠું સ્વાદ અનુસાર

દાળ પકવાનની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી: દાળ બનાવા માટે, , ૧ કપ ચણા ની દાળ, ૩ કપ પાણી, ૧ ટી સ્પૂન ઘી, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧ ટી સ્પૂન હિંગ, ૧/૨ ટી સ્પૂન હળદર. સ્વાદ અનુસાર મીઠું, ૧/૪ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, કોથમીર, લીંબુ નો રસ, જરુર મુજબ ગરમ મસાલો, ૧ ટેબલ સ્પૂન લસણ ની ચટણી, ૧ ટેબલ સ્પૂન લીલી ચટણી, ૧/૨ ટેબલ સ્પૂન ગોળ આંબલી ની ચટણી, જરુર મુજબ નાયલોન સેવ

દાળ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દાળ ને ૫ કલાક પલાળીદેવી, હવે પલાળેલી દાળ ને કૂકર મા બાફી લેવી ફક્ત બે જ સિટિ જ કરવાની છે..ત્યાર બાદ એક પેન મા તેલ લઈ તેમાં જીરું અને હિંગ નાખી દાળનો વઘાર કરી લેવો. જરુર મુજબ પાણી નાંખવાનું અને બધા મસાલા એડ કરી દેવાના..અને દાળ ને થોડી વાર ઉકળવા દેવાની.. હવે કોથમીર થી ગર્નીશ કરી દેસુ. અને ત્યારબાદ લીંબુ નો રસ ઉમેર્શું તો તૈયાર છે દાળ પકવાન માટેની દાળ

દાળ પકવાન બનાવવા માટેની રીત: સૌપ્રથમ લોટમાં(ઘઉ અને મેંદો) મીઠું,અજમો અને તેલનું મોણ એડ કરીને જરૂર મુજબ પાણી લઈ મીડીયમ કઠણ લોટ બાંધવો તેની 30 મિનિટ રેસ્ટ આપવો. છી ફરી મસળીને લુઆ તૈયાર કરી પૂરી વણી લો અને ફોર્ક થી કાણા કરો જેથી પૂરી ફૂલે નહિ. ગરમ તેલમાં મધ્યમ આંચ પર બંને બાજુ સરખી ગુલાબી તળી લો. બધા પકવાન રેડી છે. ચારથી પાંચ કલાક પલાળેલી ચણાની દાળની કુકરમા હળદર અને મીઠું નાખીને બાફી લો. તેલ અને ઘી મિક્સ કરીને ગરમ કરી તેમાં જીરું હિંગ નાખો. પછી તેમાં લીલું મરચું, લસણ ની પેસ્ટ ને સાંતળો. પછી તેમાં આદુની પેસ્ટ એડ કરો. હવે તેમાં બાફેલી દાળ એડ કરીને મિક્સ કરી લો ગરમ મસાલો નાખીને 10 મિનિટ થવા દો. ફરીથી વઘાર કરવા માટે તેલ ગરમ કરો. હિંગ અને લાલ મરચું નાખી દાળમાં વઘાર એડ કરો. પીરસતી વખતે દાળમાં મીઠી ચટણી, લીલી ચટણી, સેવ, ડુંગળી, દાડમ નાખીને પકવાન સાથે પીરસો.

મેંદુ વડા બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ અડદ ની દાળ, , ૧ ચમચી ચોખા, જરુર મુજબ પાણી, જરુર મુજબ લીમડો, સ્વાદાનુસાર મીઠુ, તળવા માટે તેલ

મેંદુ વડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી: સૌ પ્રથમ અડદની દાળ અને ચોખા ને ૬ કલાક પલાળી મિક્ષર ની પીસી ૨ કલાક ઢાંકી ને રેહવા દેવું પછી તેમા મીઠુ અને લીમડો તથા જરુર મુજબ પાણી ઊમેરી ખીરુ તૈયાર કરવું. હવે તેલ ગરમ કરી તાવેથા અથવા ભાતીયા ની મદદ થી મેંદુવડા ઊતરવા તમને જે રીતે ફાવતા હોય એ રીતે. તેને સંભાર અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા. સવારના નાસ્તામાં દરેક લોકોને ખુબ પસંદ આવે છે આ મેંદુ વડા. તો તૈયાર છે ગરમા ગરમ મેંદુ વડા.

આલું પરોઠા બનાવવા જરૂરી સામગ્રી: પરાઠાનું સ્ટફિંગ બનાવવા માટે, કોથમીર , 16 બાફેલા બટાકા, 2 લીલાં મરચાં, 3 ડુંગળી, નાનો ટુકડો આદું ની પેસ્ટ, 2 ચમચી ખાંડ, 1 મોટો લીંબુ નો રસ, 1 ચમચી આમચૂર પાઉડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણજીરૂ, 1/2 ચમચી ગરમ ,સાલો, મીઠું સ્વાદાનુસાર…..લોટ બાંધવા માટે: 3 વાડકી ઘ‌ઉ નો લોટ, 2 ચમચી મોણ‌, 1 ચમચી મીઠું, પાણી જરૂર મુજબ

આલું પરોઠા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પરોઠા માટેનો /લોટ બાંધવો. બટાકા બાફી તેની છાલ કાઢી તેને મેશ કરવું. ત્યાર બાદ કડાઈ માં તેલ નાખી ને રાઈ અને હીંગ નાખવું. ત્યાર બાદ તેમાં ડુંગળી, આદું ની પેસ્ટ, અને લીલાં મરચાં નાખવા. તેમાં હળદર, ધાણાજીરૂ, ગરામ મસાલો,મીઠું, ખાંડ અને આમચૂર પાઉડર નાખી ને 2 મિનિટ થવા દેવું. પછી તેમાં બટાકા નો માવો નાખવો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું અને કોથમિર નાખવી. પછી મોટી રોટલી વણી તેની વચ્ચે બટકા નો માવો મૂકવો. હવે ચારે બાજુથી બંધ કરી તેને હલ્કા હાથે પરોઠુ વણો. પછી તેને લોઢી પર નાખી 2 બાજુ તેલ નાખી સેકી લો. તૈયાર છે ગરમા ગરમ આલુ પરોઠા.

ગુજરાતીઓના ફેમસ પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી: આ રેસીપી ફક્ત બે વ્યક્તિ માટે આપેલી છે 1 કપ ચોખા ના પૌવા૩ બાફેલા બટાકા૧ ડુંગળી૧ ટમેટુંલીમડા ના પાનટુકડો આદું૨ મરચાં૨ ટે. સ્પૂન તેલ1/2 ચમચી જીરું1/4 ચમચી હળદર1 ચમચી મરચું પાઉડરમીઠું સ્વાદાનુસાર1/4 ચમચી ખાંડ1/2 લીંબુ નો રસ

પૌવા બનાવવા માટે ની રીત: સૌ પ્રથમ પૌવા ને ચારણી માં કાઢી ચાળી ને પાણી વડે સરખા ધોઈ લો. હવે લોયા માં તેલ મૂકી. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુંનો વઘાર લીમડો નાખો. લીમડો તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખવી. ડુંગળીનો થોડો કલર ફરે એટલે તેમાં આદુ, મરચાં ઉમેરવા. ત્યારબાદ તેમાં ટમેટું ઉમેરી બધા મસાલા નાખવા સ્વાદ પ્રમાણે ત્યારબાદ લીંબુ અને ખાંડ ઉમેરી ચડવા દેવું. ટામેટાં થોડા ચડે એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરવા. બધું બરાબર મિક્ષ કરી ૪-૫ મિનિટ બટાકા ચડવા દેવા જેથી બધો મસાલો બટાકા માં ચડી જાય. ત્યારબાદ જમવા બેસે તે પહેલા પૌવા ઉમેરી બરાબર મિક્સ કરી ૫ મિનિટ હલાવતા રેવું જેથી નીચે ન બેસે. એકદ્દમ છુટા છુટા પૌવા બનશે હવે બધાને ગરમા ગરમ સર્વ કરવા.

 

Leave a Comment