આપણા માનવ શરીર માટે મહત્વના છ રસો: છ રસના નામ ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. દોષો શમાવનાર – વાત.ગળ્યો, ખાટો, ખારો. પિત્ત…ગળ્યો, તુરો, કડવો. કફ….તુરો, તીખો, કડવો. દોષો કોપાવનાર – વાત…તુરો, તીખો, કડવો. પિત્ત… તીખો, ખાટો, ખારો. કફ….ગળ્યો, ખાટો, ખારો.
મધુર રસ: છ રસ માંથી એક રસ છે મધુર રસ આ રસ ગળ્યો રસ સાતેય ધાતુઓને-રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક્રઅને ઓજસને વધારી, બળ આપી, શરીર પુષ્ટ કરી આયુષ્ય લંબાવે છે. મન સહિત બધી ઈંદ્રીઓને પ્રસન્ન રાખે છે. એ વર્ણ સુધારે છે, પિત્ત, વિષ અને વાયુનાશક, તરસ અને દાહશામક, વાળ વધારનાર, કંઠ સુધારનાર, મૂચ9ાં દૂર કરનાર, તૃપ્તિકર, વજન વધારનાર, શરીરને સ્થિરતા આપનાર, ઉર:ક્ષત તથા ભાંગેલાં હાડકાને સાંધનાર, આંતરિક દાહ-બળતરાની શાંતિ કરનાર, શરીરને સ્નિગધ રાખનાર, ઠંડો, પચવામાં ભારે, ધાવણ વધારનાર, આંખોને હિતકર, સાતે ધાતુઓને શુદ્ધ કરનાર તથા બાળક વૃદ્ધ સહુને હિતકર છે. છતાં ગુણસમૃદ્ધ ગળ્યા રસનો જો અતિ ઉપયોગ થાય તો શરીરમાં સ્થળતા વધી શરીર ઢીલુંઢસ રહે, આળસ, અતિ ઊઘ, ભારેપણું, અરુચિ, જઠરાગિનની દુર્બળતા, શ્વાસ, ઉધરસ, શરદી-સળેખમ, આફરો, ઉબકા, મોળ આવવી, લાળ પડવી, અવાજ બેસી જવો, ગલગડ, ગંડમાલા, ગળાનો સોજો, મૂત્રાશયનો સોજો, હાથીપગુ, ધમની અને ગળામાં ચીકાશ, આંખના રોગો, નાક-ગળામાં શરદી, ખંજવાળ જેવા કફપ્રિધાન રોગો ઉત્પન્ન કરે છે તથા વધારે છે. મધુર રસના અધિક ઉપયોગથી કૃમિ, ગાંઠો, ગુદામાં ચીકાશ થાય છે. મધુપ્રમેહ-ડાયાબીટીસ, માથાનો દુ:ખાવો અને ઉદરરોગ થાય છે.
ખાટો રસ: છ રસ માંથી એક રસ છે ખાતો રસ એ મધુર રસ પછી બીજા નંબરનો રસ છે. ખાટો રસ આહાર પર રુચિ ઉત્પન્ન કરે છે. જઠરાનિને પ્રદીપ્ત કરે છે. એ શરીરને પુષ્ટ કરનાર, ઉત્સાહ-સ્કૃતિ વધારનાર, મનને આનંદ આપનાર, ઈન્દ્રિયોનું અનુલોપન કરનાર, હૃદય માટે હિતાવહ, મુખમાં લાળ વધારનાર, ખાધેલા આહારને આંતરડામાં નીચે તરફ લઈ જનાર, તેને પોચો કરનાર તથા પચાવનાર છે. ખાટો રસ પચવામાં હલકો, ઉષણ અને સ્નિગધ છે. એ દાંતને અંબાવી દે છે. પરસેવો વધારે છે, આંખનાં ભવાં-પાંપણ સંકોચાવનાર, રુંવાડાં ખડાં કરાવનાર તથા હૃદયને પ્રિય છે. એ વાયુ હરનાર, પેટના વિકારો કરનાર, અડવાથી ઠંડો પણ સ્વભાવે ગરમ છે. ખાટો રસ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો દાંત અંબાઈ જાય, તરસ લાગે, કફ પીગળે, પિત્ત પ્રકોપ થઈ પિત્તના રોગો થાય, રક્તબગાડ, માંસમાં બળતરા, શરીરમાં ઢીલાપણું, ચાંદાં, વ્રણ-ઘા, દાઝવું વાગવું વગેરેમાં સોજો, બળતરા અને પાક-પરુ થાય છે. પેટ, છાતી, તાળવું, આંખો, હથેળી, પગના તળિયામાં બળતરા થાય છે. અતિ પિત્તથી રક્તસાવ પણ થાય છે. અચાનક થતો રક્તસાવ ખાટા રસના અતિ સેવનથી થતા પિત્તપ્રકોપથી થાય છે. આ ઉપરાંત ખંજવાળ, શીળસ, દાહ, દૃષ્ટિની મંદતા, વિસર્પ(ગડગમડ), અમલપિત્ત થાય, ચક્કર અને તાવ પણ આવે છે.
ખરો રસ: છ રસ માંથી એક રસ છે ખારો રસ: આ ખારો રસ આહારને પચાવનાર, આહારને ભીંજવનાર, જઠરાનિ પ્રદીપ્ત કરનાર, અવયવોને શિથિલ કરનાર, મળને તોડનાર-છેદનાર, મળને નીચે લઈ જનાર, તીક્ષણ, શરીરના આંતરિક માર્ગોનો અવરોધ દૂર કરનાર-અવકાશકર, ગળ્યા, ખાટા બધા રસોનો વિરોધી, મોંઢામાં લાળનો સાવ વધારનાર, કફને પીગળાવનાર, શરીરના આંતરિક માર્ગોની શુદ્ધિ કરનાર (પાચનમાર્ગ, રક્તવાહી માર્ગ, મૂત્રવાહી માર્ગો, શ્વાસવાહી માર્ગ), શરીરના તમામ અવયવોને મૃદુ-કોમળ રાખનાર, આહાર પર રુચિ જન્માવનાર, દરેક પ્રકારના આહારમાં ભળી જનાર અને ઉપયોગી, પચવામાં થોડો ભારે, સ્નિગધ અને ઉષ્ણ છે. મળનું શોધન-શુદ્ધિ કરનાર, છેદન ગુણને લીધે અવયવોને પૃથક કરનાર અને શરીરમાં શિથિલપણું જન્માવનાર છે. ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પિત્તનો પ્રકોપ થાય છે. તરસ વધારે લાગે છે. લોહીનો બગાડ થાય છે. મૂઅછાં આવી જાય છે.શરીરની અંદર આંતરિક ગરમી લાગે છે. આ ઉપરાંત હાથ, પગ વગેરે અંગોમાં ચીરા પડે, માંસસ્નાયુઓમાં શિથિલતા ઉત્પન્ન થાય અને ત્વચા રોગોમાં સાવ વધે છે. વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. આંખ, કાન, નાક જેવી ઈન્દ્રિયોને પોતાના કાર્યમાં અશક્તિ લાગે છે, તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. અસિડિટી, વિસર્પ, વાતરક્ત, વિચર્ચિકા, ઈન્દ્રભુપ્ત (ઉદરી) વગેરે થાય છે. ખંજવાળ, ખરજવું, કોઢ, ચકરડાં, મુખપાક, ખાટા-ખારા ઓડકાર-ઉલટી થાય છે. ઓજક્ષય, ચક્ષપાક, પુંસત્વધાત વગેરે થાય છે.
તીખો રસ: તીખો રસ મોંમાં બળતરા ઉત્પન્ન કરે છે. નાક અને આંખોમાંથી પાણીનો સાવ કરે છે. એ મુખશ્રુદ્ધિ કરનાર, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, ઈન્દ્રિયોનું ચાતુર્ય વધારનાર, અલસક, થક પેદા કરનાર, શરીરની રસ, રક્તાદિ ધાતુઓમાં ભિનાશ જન્માવનાર, શરીરમાં ચિકાશ જન્માવનાર, પરસેવો, ભીનાશ અને મળને કરનાર, ખંજવાળ હરનાર, ચાંદાં રુઝવનાર, કૃમિનાશક, ચામડી પર ચિરા પાડનાર, રક્તના જમાવને વિખેરનાર, સાંધાઓના બંધનને ઢીલા કરી સોતો ખોલી નાખનાર, કફના પ્રકોપને શમાવનાર, શરીરની સ્થળતા, આળસ, કફ, વિષ અને કુષ્ઠને દૂર કરનાર, મોંના રોગો દુર કરનાર તથા ધાવણ, શુક્ર અને મેદનાશક છે.
તીખા રસનું વધુ પડતું સેવન કરવાથી પરુષત્વનો નાશ થાય, મોહ, ગલાનિ, અવસાદ-વિષાદ, કૃશતા, મૂચ9 વગેરે થાય છે. કમરથી વળી જવાય, અંધારાં-ચક્કર આવે, ગળામાં બળતરા થાય, શરીરમાં દાહ થાય, કમજોરી વર્તાય, તરસ વધુ લાગે. તીખો રસ વાયુકારક હોવાથી હાથ-પગ, પીઠમાં તથા પડખામાં વાયુના વિકારો જન્માવે. ગળું, તાળવું અને હોઠ સૂકાય છે. અત્યંત તીખા રસના ઉપયોગથી ઊબકા, ઊલટી, હેડકી વગેરે ઉત્પન્ન થાય છે.
કડવો રસ: કડવો રસ જીભ પર મૂકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તિનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાવે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચિને હરનાર છે. વિષને દૂર કરનાર, કૃમિધ્યન, મૂચ9, દાહ-બળતરા, ખંજવાળ, કુષ્ઠ, તરસ વગેરેનું શમન કરનાર છે. માંસ અને ચામડીને દૃઢ કરનાર, તાવ મટાડનાર, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ધાવણની શુદ્ધિ કરનાર, મળને ખોતરનાર, ઢીલાપણું ઉત્પન્ન કરનાર, મેદ, ચરબી, લસીકા, પરું, પરસેવો, મળ, મૂત્ર, પિત્ત અને કફનું શોષણ કરનાર છે. એ સ્વભાવે શીતળ, રુક્ષ-લુખો અને પચવામાં હલકો છે. એ કંઠની શુદ્ધિ કરે છે અને બુદ્ધિશક્તિ વધારે છે.
કડવા રસનું વધુ પડતું સેવન કરવાથી એના સ્વચ્છ, લખા અને કર્કશ ગણને લીધે રસ, રક્ત, માંસ વગેરે સાતેય ધાતુઓ સૂકાય છે, વિર્ય-શુક્રનો ક્ષય થાય છે, આથી નપુસંકતા પણ આવી શકે. આ કારણે જ શુક્ર દોષની ખામીવાળા પુરુષના આહારમાં કડવી ચીજ બંધ કરાવવામાં આવે છે. કડવો રસ વધુ ખાવાથી શરીરના આંતરિક સોતો-માર્ગો જેમ કે પરસેવાના માર્ગો, મૂત્રવાહી, શુક્રવાહી માર્ગો વગેરે સાંકડા થાય છે. એનાથી બળક્ષય, કૃશતા-પાતળાપણું, ગલાનિ, ચક્કર, મુરછાં, મુખશોષ થાય છે અને સ્તબ્ધતા, સર્વાગળિ, લકવો, શિરશૂળ, જડતા અને વેદના ઉત્પન્ન થાય છે.
તુરો રસ: કષાય એટલે તુરો રસ મોંને સૂકવી દે છે. જીભમાં વિશદતા, સ્તબ્ધતા અને જડતા જન્માવે છે. કંઠને કોઈ ભીંસતું હોય, બંધ કરી દેતું હોય એવું થાય છે. હૃદયમાં ખેંચાવા જેવી પીડા થાય છે, હૃદય પર દબાણ આવે છે, અને કંઠમાર્ગ-સોતોનો અવરોધ કરે છે. તુરો રસ મળને બાંધનાર, ઘાને રુઝવનાર, ચીરાને સાંધનાર, જખમની પીડા દૂર કરનાર, દ્રવને શોધનાર-ચૂસનાર અને મળને રોકનાર છે. ઝાડા બંધ કરનાર બધાં દ્રવ્યો મોટે ભાગે ત્રાં હોય છે. ત્રી રસ કફ, પિત્ત અને રક્તનું શમન કરનાર, શરીરની ભીનાશ સૂકવનાર, રુક્ષ-લખો, ઠંડો, ભારે, ખોતરનાર, વિકૃત ત્વચાને નિર્મળ કરનાર, રક્ત અને મેદની શુદ્ધિ કરનાર અને કાચા આમ-ચીકાશને રોકે છે. બધા રસોમાં સૌથી ઓછી શક્તિવાળો છે.
વધુ પ્રમાણમાં તુરો રસ ખાવામાં આવે તો મોં સૂકાય, હૃદયમાં પીડા થાય, પેટમાં આફરો-ગેસ થાય, વાણી અટકી જાય, શરીરના આંતરિક સોતો-માર્ગોમાં અવરોધ થાય, શરીર કાળું પડી જાય અને નપુસંકતા આવે છે. વધુ પડતો તુરો રસ વાયુ, પેશાબ, મળ અને શુક્રને રોકે છે. શરીરને પાતળું કરે છે. ગલાનિ, સ્તબ્ધતા અને તરસ ઉત્પન્ન કરે છે. એનાથી લકવા, અર્દિત વાયુ(મોઢાનો લકવા), મન્યાસ્તભ, ગાત્રસ્ટ્રરણ, શરીરનાં અંગોમાં ચમચમાટ(રાઈ લગાડવાથી થતો ઝમઝમાટ) વગેરે વાયુના રોગો થાય છે.